Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ રાજા શ્રીપાળ તેજ કાંઈ અછતાં રહે ? સિપાઈઓ એને પકડી ચાલ્યા છે શ્રીપળ કહે : ભાઈ, ક્યાં લઈ જશો ?’ ૧૫ ધવલશેઠનાં વહાણ હાલતાં નથી, તે બત્રીસલક્ષણો જોઈએ છે. રાજાનો હુકમ છે, તને હોમીશું.’ ભલા રાજા ને ભલા સિપાઈઓ ! ચાલો, હું વહાણ ચલાવી દઉં.’ શ્રીપાળે તો નવપદજીનું ધ્યાન ધર્યું છે, પવન છૂટચો છે, ને સઢ ભરાયા છે; વહાણ ચાલુ થઈ રહ્યાં છે. ધવલશેઠ વિચારે છે : પરદેશના મામલા છે, આવા પરાક્રમીનો સાથ સારો.’ એ કહે : ‘કુંવર, અમારી ચાકરી કરશો ? શું લેશો ?’ ‘દસ હજાર સુભટનો પગાર હું એકલો લઈશ. હું તો સહસ્રમલ છું. કહો, છે કબૂલ !' કુંવર, ગરીબ વાણિયો છું, એટલું તો ક્યાંથી આપી શકું ?” શેઠ, તો અમસ્તો તમારી સાથે આવીશ; અમારે પણ દેશોદેશ પેખવા છે.’ ધવલશેઠે શ્રીપાળને હોંશથી સાથે લીધો છે. વહાણ ચાલ્યાં જાય છે. એવામાં બર્બરકુળ આવ્યું છે. વહાણ ઈંધણ-પાણી લેવા નાંગર્યાં છે. બર્બર રાજાના સેવકો તો દાણ માગવા આવ્યા. ધવલશેઠે હુંકાર કર્યો, મારીને કાઢી મૂક્યા. સેવકો તો રાજા પાસે પહોંચ્યા છે. રાજાએ કટક મોકલ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36