Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૧. - - - - - -
કોઢિયા કહે : “અમે કોઢના રોગી છીએ. અમારી સાતસોની સેના છે. અમારા રાજા માટે કોઈ રાજકુંવરીની શોધમાં નીકળ્યા છીએ !!
ઉજેણીના રાજાને હસવું આવ્યું : “શું રૂપાળો તમારો રાજા ! અરે, રાજકુંવરી જ જોઈએ છે ને ! ચાલો, તમારી જાન જોડો. હું મારી કુંવરી આપું.”
પહેલાં તો માન્યામાં ન આવ્યું. બાપ પોતે કાંઈ દીકરીને કૂવે નાખે? પણ રાજાએ ખૂબ ખૂબ આગ્રહ કર્યો, એટલે કોઢિયાઓએ તો જાન જોડી છે ને ઉંબર રાણો પરણવા ચાલ્યા છે. આખી નગરી આ કૌતુક નિહાળી રહી છે. આ તે લગન કે મશ્કરી ! હમણાં રાજા આ મૂરખ કોઢિયાઓને ગરદન મારશે !
ઘડિયાં લગન લેવાયાં છે. રાજાએ તો ઉંબર રાણાને મયણા પરણાવી છે. આખી ઉજ્જણી ફિટકાર આપે છે. ફટફટ કરે છે. અરે, છોરું કછોરું થાય, પણ કંઈ માવતર કમાવતર થાય ! પણ આ તો રાજહઠ.
રાજા કહે : “મયણા, આજથી તારે, છતે બાપે બાપ નહીં, છતે ઘરે ઘર નહિ; તું નબાપી, નપીરી; નભાઈ !”
મયણા કહે : “પિતાજી, લગીરે શોચ ન કરશો. મને કોઈના પર રોષ નથી. આ બધા નસીબના ખેલ છે. તમે તો નિમિત્ત છો. પંચની સાક્ષીએ દીધેલા પતિને પરમેશ્વરની જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36