Book Title: Raja Shripal Sheth Jagdushah
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 5
________________ રાજા શ્રીપાળ સુંદર એવો જંબૂદ્વીપ છે. રિદ્ધિસિદ્ધિથી ભરેલો ભરત નામે ખંડ છે. એમાં માલવ નામે દેશ છે. એમાં ઉજ્જૈણી નામે સુંદર નગરી છે. ઉજેણી નગરીમાં પ્રજાપાલ નામે રાજા રાજ કરે. એને બે કુંવરી છે, રૂપરૂપના અંબાર જેવી. એકનું નામ સુરસુંદરી, બીજીનું નામ મયણાસુંદરી. જાણે ચાંદા સૂરજની જોડ. જાણે લક્ષ્મી ને સરસ્વતીનો અવતાર. મોટા મોટા પંડિતો એમને ભણાવે છે. ભણીગણીને હોશિયાર થઈ છે. મોરનાં ઈંડાંને તે ચીતરવાં શાં? એક દિવસ પંડિતોએ રાજાને કહ્યું : “રાજનું, અમારી વિદ્યા પૂરી થઈ. પરીક્ષા લઈ ઇનામ આપો.' બાપે કુંવરીઓને બોલાવી છે. સભા તો હકડેઠઠ ભરાઈ છે. દેશોદેશના પંડિતો બેઠા છે. અનેક સવાલ પુછાય છે. દીકરીઓ પૂરેપૂરા જવાબ વાળે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36