________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચપરાગ
રહેવાના છે. આપણો જે પ્રયાસ છે તે પરોક્ષ છે. તે માટેની આપણી એટલી દૃષ્ટિ અને યોગ્યતા પણ નથી. પરંતુ પ્રયાસ કરીએ તો એ પૂર્ણ તો નહીં જ બને પરંતુ અંશતઃ સમાધાન જરૂર પ્રાપ્ત કરી શકાય.
જન્મથી અંધ વ્યક્તિ સામે પ્રકાશ શું છે? આ પ્રશ્ન ઉપસ્થિત થયો. બીજાએ વ્યક્ત કરેલા વિચારમાંથી આ પ્રકાશ શું છે તે જાણવા તેના મનમાં ભાવ થયો. કોઈ વ્યક્તિએ કહ્યું: “પ્રકાશ એટલે સર્ચલાઈટ, ડેલાઈટ, સૂર્યનો તાપ, દીપકની જ્યોત વગેરે ઘણા પ્રકારનો પ્રકાશ.”
અંધ વ્યક્તિએ પ્રથમ પ્રશ્ન એ કર્યો કે પ્રકાશનો સ્વાદ કેવો હોય છે? તેનો બીજો પ્રશ્ન એ હતો કે પ્રકાશની સુગંધ કેવી હોય છે? ત્રીજો પ્રશ્ન તેણે એ કર્યો કે ભાઈ, મારું હૃદય વ્યાકુળ થઈ રહ્યું છે, તમે મને બતાવો કે પ્રકાશની આકૃતિ કેવી છે? તેનો આકાર કેવો છે? તેની સુંદરતા કેવી છે? પ્રશ્નોની હારમાળા સર્જાય છે.
બહુ મોટી મૂંઝવણ ઊભી થઈ ગઈ. પ્રકાશ શું છે ? અંધ માણસને કેવી રીતે સમજાવવું ? બહુ પ્રયાસ કરવામાં આવ્યો અને સમજાવવામાં આવ્યું કે પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ !
સૂર્ય શું છે?
સૂર્ય શું છે તે હું તને કેવી રીતે સમજાવું? તેનો પ્રકાશ એકદમ સફેદ રંગનો હોય છે.
સફેદ રંગ શું છે? સફેદ રંગ દૂધ જેવો હોય છે ભાઈ. દૂધ શું છે?
“અરે મિત્ર, દૂધ શું છે તે તું સમજ નથી તો તું રોજ પીએ છે, તેનો સ્વાદ માણે છે.”
દૂધનો સ્વાદ નહીં પરંતુ તેનું સ્વરૂપ મને બતાવો. તેનો રંગ કેવો છે ? તેની સફેદી કેવી ?
તને હજુ સમજણ પડતી નથી. સફેદ રંગ બગલાની પાંખ જેવો હોય છે.
બગલાની પાંખ શું છે? એક એક પ્રશ્નમાંથી નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થતા રહ્યા. સમજાવવાવાળો વિચારી રહ્યો કે આને મારે કયા કયા માધ્યમથી સમાવવું. એને સમજાવવા માટે જે માધ્યમ છે તે દૃષ્ટિ છે; તે તેની પાસે નથી. હું તેને કાંઈ પણ કહીશ તો તેમાંથી એક બીજો નવો પ્રશ્ન ઉપસ્થિત થશે. તેણે જવાબ આપી દીધો કે બગલો એકદમ સફેદ રંગનો હોય છે.'
અંધ વ્યક્તિએ કહ્યું : તે તો હું સમજી ગયો પરંતુ મારે જાણવું છે કે બગલો શું છે ?
For Private And Personal Use Only