________________
प्रथमोऽध्यायः
ત્યારે પશ્ચિમ દિશામાં, મિથુન, કર્ક અને સિંહ રાશિને સૂર્ય હોય ત્યારે ઉત્તરદિશામાં શેષનાગનું સુખ રહે છે.
" पूर्वांस्येऽनिलखातनं यममुखे खातं शिवे कारये--
च्छीर्षे पश्चिमगे च यहिखननं सौम्ये वनेनेते ॥" રાજવલ્લભ મંડના અધ્યાય પહેલાનાં શ્લોક ૨૪માં લખે છે કે શેષનાગનું સુખ પૂર્વદિશામાં હોય ત્યારે વાયુકોણમાં, દક્ષિણદિશામાં હોય ત્યારે ઈશાન કેણમાં, પશ્ચિમદિશામાં હોય ત્યારે અગ્નિકોણમાં અને ઉત્તરદિશામાં મુખ હોય ત્યારે નૈકેણમાં ખાત કરવું.
જ્યોતિષશાસ્ત્રનાં મુહૂર્તમાં બીજા પ્રકારે કહે છે. જુઓ મુહૂર્ત ચિંતામણિનાં વાસ્તુ પ્રકરણમાં ઢોક ૧૯ની ટીકામાં વિશ્વકર્માનું પ્રમાણ આપી લખે છે કે
“સાનાઃ સર્વનિ જાપ, વિદાય સુઈ જાઉરિક્ષા
शेषस्य वास्तोमुख मध्यपुच्छं, त्रयं परित्यज्य खनेच तुर्यम् ।।" શેષનાગ પ્રથમ ઈશાનકેથી ચાલે છે. તેનાં મુખ, નાભિ અને પૂછડું સૃષ્ટિમાર્ગને છેડીને વિપરીત વિદિશામાં રહે છે. અર્થાત્ ઈશાન કોણમાં મુખ, વાયુકેમાં નાભિ અને નૈઋત્યકોણમાં પૂંછડું રહે છે. માટે એ ત્રણે વિદિશાઓને છોડીને ચાળે અગ્નિકેણ ખાલી રહે છે, તે ઠેકાણે ખાત કરવું જોઈએ. રાહ શેષનાગ) મુખ–
" देवालये गेहविधौ जलाश्रये, राहोर्मुखं शम्भुदिशो विलोमतः ।
मिनार्कसिंहामृगार्कतस्त्रिभे, खाते मुखात् पृष्ठविदिकशुभा भवेत् ॥” । દેવાલયનું ખાતમુહૂર્ત કરતી વખતે રાહુ (શેષનાગ)નું મુખ મીન, મેષ અને વૃષભ રાશિમાં સૂર્ય હોય ત્યારે ઇશાન કોણમાં, મિથુન, કર્ક અને સિંહ રાશિમાં સૂર્ય હેય ત્યારે વાયુકણમાં, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિમાં સૂર્ય હોય ત્યારે નિત્યકોણમાં ધન, મકર અને કુંભ રાશિમાં સૂર્ય હોય ત્યારે અગ્નિકોણમાં રહે છે.
ઘરનું ખાતમુહૂર્ત કરતી વખતે રાહુનું મુખ સિંહ, કન્યા અને તુલા રાશિમાં સૂર્ય હય ત્યારે ઈશાનમાં , વૃશ્ચિક ધન અને મકર રાશિમાં સૂર્ય હોય ત્યારે વાયુકેશુમાં, કુંભ, મીન અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે નેત્યકોણમાં, વૃષ, મિથુન અને કર્ક રાશિમાં સૂર્ય હોય ત્યારે અગ્નિકોણમાં રહે છે.
કૂવા, વાવ, તલાવ આદિ જલાશ્રયનું ખાતમુહૂર્ત કરતી વખતે શેષનાગનું મુખ મકર, કુંભ અને મીન રાશિમાં સૂર્ય હોય ત્યારે ઈશાનકેણુમાં, મેષ વૃષભ અને મિથુન રાશિમાં સૂર્ય હોય ત્યારે વાયુકોણમાં, કર્ક, સિંહ અને કન્યારાશિમાં સૂર્ય હોય ત્યારે નેત્રત્યકેણમાં, તુલા, વૃશ્ચિક અને ધન રાશિમાં સૂર્ય હોય ત્યારે અગ્નિકેણમાં રહે છે.