Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 279
________________ કોઈ શિલ્પી ચંડનાથને શિવલિંગની પીઠિકા પાસે સ્થાપન કરતા નથી, પણ પ્રાસાદની બહારની નાશ પાસે સ્થાપન કરે છે તે વાસ્તવિક જણાતું નથી. કેમકે બહારની નાળી સુધી સ્નાનાદિક જતાં દશમન થઈ જવાની સંભાવના રહે છે. નલિવેશ: એક દેવની સામે બીજા દેવ સ્થાપન કરવામાં આવે અથવા એક દેવાલયની સામે બીજું દેવાલય બાંધવામાં આવે તે શાસ્ત્રકાર તેને “નાભિધ” કહે છે. તે અશુભ છે પણ વજાતીય દેવ સામસામા હેય તે શાસ્ત્રકાર નાભિધને દેવું માનતા નથી.. શાસ્ત્રકાર નાભિધ નહિ કરવા બાબત એવો નિષેધ કરે છે કે, સામસામા દેવ હોવાથી એક દેવનાં દર્શન કરતી વખતે બીજા દેવને દર્શન કરનારની પૂઠ પડે છે અને મૂલનાયક દેવની દષ્ટિ રોકાઈ જેવાથી મહાદોષ ઉત્પન્ન થાય છે. જેના પ્રાચીન બાવન જિનાલય આદિની રચના જોતાં જણાઈ આવે છે કે, મૂલનાયક દેવની દષ્ટિ બહાર પહોંચે તે માટે સામે બલાન” નામને ખુલે મંડપ જ હોય છે. તેમાં કોઈ મૂર્તિ સ્થાપના કરેલી હેતી નથી, પણ આજકાલ તે ખુલ્લા મંડપની દીવાલે બંધ કરીને તેમાં મૂર્તિઓ સ્થાપન કરવાની પ્રથા થઈ પડી છે, જેથી મૂળનાયકની દષ્ટિ રોકાઈ જાય છે. આ પ્રથા દેલવાળી માની શકાય. - ત્રીજા અધ્યાયમાં ખરશિલા, ભિદ, પીઠ, મંડોવર (દીવાલ), ઉબરો, કારમાન અને ત્રિ, પંચ, સપ્ત અને નવ શાખા આદિનું વર્ણન છે. ગૂજરાતના શિલ્પીઓ દેવાલયની પીઠ માનથી ઓછી કરે છે, જેથી દેવાલય દબાયેલું જણાઈ આવે છે અને પીઠ ઓછી રહેવાથી વાહનો વિનાશ થાય છે તેમ શાસ્ત્રકાર લખે છે. પીડાને ઓછી કરવા બાબત તેઓ મુદ્રિત શિલ્પશાસ્ત્ર “પંચરત્નચિન્તામણિ” નામની એક પુસ્તિકા ગૂજરાતી ભાષામાં પાણી છે, જે તદ્દન અશાસ્ત્રીય છે, તેનું અને મુદ્રિત “દીપાર્ણવના પૃષ્ઠ નં. ૩માં બ્લેક ૨૧ નું ભાષાંતર અને તેની ટિપ્પણીનું પ્રમાણ આપે છે પણ તેના અનુવાદકે તે લેકને આશય સમજ્યા વિના “ ઉપર કહેલાં માનથી પાદર ઓછું કરવાનું વિધાન ” આ પ્રમાણે લખ્યું છે, તે તન મનઃકલ્પિત છે, જેથી શિલ્પ ભ્રમમાં પડી જાય છે. આ શ્લોકનો આશય એ છે કે, પ્રાસાદના અર્ધભાગે અથવા ત્રીજે ભાગે પીઠને ઉદય કર. જાઓ “ અપરાજિતપૃચ્છા ” સૂત્ર ૧૨૩, “સમરાંગણું સૂત્રધાર’ અધ્યાય ૪૦ અને “પ્રાસાદ, મંડન” અવાય ત્રીજો યાદિ. વાસ્તુશિ૯૫ ગ્રંથમાં સ્પષ્ટ જણાવે છે કે, પ્રાસાદના અર્ધ ભાગે, ત્રીજે ભાગે કે ચોથે ભાગે પીઠનો ઉદય કરે. શું આ માન્યતા ગૂજરાતી શિપીઓ. માનતા નથી. આથી જણાય આવે છે કે તેઓ શિલ્પશાસ્ત્રમાં અનભિન્ન છે. મેરુમવર: પ્રાસાદની દીવાલમાં બે જંધા ઉપર એક છજું હોય તેને મેરુ મંવર’ કહે છે, ક્ષીરાવમાં મેરુ મડવરને બાર જંધા અને છ છજાં કરવાનું લખે છે. એટલે બે બે જંધા ઉપર એક એક છજું રાખવા જણાવે છે. જેટલાં છ તેટલા માળ હોય છે. તેથી દરેક માળના મડવરમાં બે બે અંધાઓ રહે છે, પણ રાણકપુર, આબુ આદિમાં પ્રાચીન દેવાલયોમાં પહેલે માળે તે બે જંધા અને એક છજું છે અને પરના બીજા માળમાં એક જ જંધા અને એક છજું છે. આ પ્રમાણે આ ગ્રંથકાર પણ ઉપરના માળમાં શ જ જધાનું વર્ણન કરે છે. જયપુરના આમેરમાં જગતશરણનું મંદિર છે તેમાં પણ બે જૂથના ઉપરના માળામાં એક જ જંધા છે અને દરેક જંધા ઉપર છજાં બનાવેલ છે. તે કઈ અન્ય ને

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290