Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 285
________________ g ' એટલે મંડપના ઉપરની સંવરણાની ઉપલી ઘંટિકા-ધંટા શુકનાસના સમસૂત્રમાં રાખવી; ત્યાં આમલસારે શબ્દ વાપર્યો નથી. તેથી જૂના કામમાં સંવરણના મથાળે મુકતા ન હતા પરંતુ ઘંટિકા જ મુકાતી હતી.” ઉપરોક્ત ટિપ્પણીથી સ્પષ્ટ જણાય છે કે--“દીપાર્ણવ'ના અનુવાદક ઘંટીને અર્થ ઘંટાકૃતિ જ કરે છે આમલસાર કરતા નથી અને આ ભૂલ છુપાવવા માટે પ્રાચીન દેવાલયોની સંવરણની ઉપર આમલસારો જોવામાં આવે છે તેને પ્રામાણિક માનતા નથી. આ હકીકત આગ્રહી કહી શકાય પણ તેમણે પોતાના અનુવાદમાં કેટલેક ઠેકાણે ઘંટાનો અર્થ આમલસાર કરે છે. જુઓ “દીપાવ” પેજ નં. ૧૨૩, શ્લેક ૭૨ માં “ઘોરાકમાન રસિકોરાઃ ધાત' લખ્યું છે. તેમાં ઘંટાને અર્થ પિોતે જ આમલસારે લખે છે, ત્યાં ઘંટાકૃતિ લખતા નથી. તેમ જ પેજ નં૦ ૧૧૭, ક પછ ના તથા પૃષ્ઠ નં. ૧૩૩, કલેક ૬ ના અર્થમાં ઘંટાને અર્થ આમલસાર લખે છે અને અહીં સંવરણામાં ઘંટાકૃતિ (ચંદ્રિકા) લખે છે. આ તેમની મનઃ કલ્પના કહી શકાય. તેથી સંવરણાના નકશાઓમાં જે ઘંટાકૃતિએ કરેલી જોવામાં આવે છે તે શાસ્ત્રીય નથી. - સાદા ઘૂમટ ઉપર અથવા સાંભરણ ઉપર આમલસાર મૂકવામાં આવે નહિ અને ધંટાકૃતિ ચંદ્રિકા જ મૂકવામાં આવે તે તે નાગરી શિલી નહીં બનતાં મેગલ શૈલી બની જાય છે. મેગલ રેલીના ઘૂમટો ઉપર આમલસા હોતા નથી. ફક્ત ચંદ્રિકા અને કલશ હોય છે. આ હકીકત શિલ્પીઓ જાણતા ન હોવાથી આજકાલ ઘૂમટ ઉપર આમલસારો રાખતા નથી. કેઈ ચંદ્રિકા અને તેની ઉપર આમલસારિકા અને કલશ રાખે છે તથા કઈ ચંદ્રિકા અને તેની ઉપર કલશ જ રાખે છે. આ રીત તદ્દન મોગલ શૈલીની બની જાય છે. આ બાબત શિલ્પીઓએ યાદ રાખવા જેવી છે કે ઘૂમની ઉપર આમલસારો ચઢાવ્યા પછી જ ચંદ્રિકા, આમલસારિકા અને કલશ ચઢાવવી જોઈએ, જે પ્રમાણે શિખરની ઉપર આમલસાર, ચંદ્રિકા, આમલસારિકા અને કલશ ચઢાવવામાં આવે છે તે પ્રમાણે જ ઘૂમટ ઉપર પણ ચઢાવવાં જોઈએ. આ નાગરી શૈલીની પ્રથા કહી શકાય. દેવાલય નિર્માણમાં શિલ્પીઓની ભૂલ થવાનું કારણ જણાય છે કે, મુસલમાની રાજ્યશાસનમાં દેવાલયોનો વિધ્વંસ થતા, જેથી નવીન દેવાલ બનતાં બંધ થયાં. આ કારણે આ વિષયના શિ૯ અન્ય કાર્યમાં જોડાઈ ગયા તેથી આ વિષયનું શાસ્ત્રાધ્યયન પણ બંધ થયું. તેમનાં સંતાનોએ પણ આ વિદ્યા ભણાવવાનું બંધ કર્યું તેથી આ વિદ્યા વિસરાઈ ગઈ લાગે છે. બાકી જે આ વિષયના શિલ્પીઓ મરિજદ આદિ બાંધવાનું કામ કરતા રહ્યા તેમનાં સંતાનોને મોગલઆર્ટ બાંધવાને અભ્યાસ હોવાના કારણે તેમની પરંપરાવાળા જ્યારે સમયાનુકૂલ દેવાલ બાંધવા લાગ્યા ત્યારે બંને કલા મિશ્ર થઈ ગઈ. એ જ કારણ છે કે દેવાલયોમાં અને મસ્જિદોમાં બંને પ્રકારની કળાશેલી જોવામાં આવે છે. આઠમો અધ્યાય સાધારણ નામને છે. તેમાં વાસ્તુદેવ, દિબૂઢદોષ, જીણવાસ્તુ, મહાદોષ, ભિન્નદોષ, અંગહીનદોષ, આશ્રમ, મઠ, પ્રતિષ્ઠાવિધિ, પ્રતિષ્ઠામંડપ અને કુંડ, મંડલપ્રતિષ્ઠાવિધિ પ્રાસાદદેવન્યાસ, જિનદેવપ્રતિષ્ઠા, જલાશયપ્રતિષ્ઠા, વાસ્તુપુરુષ અને ગ્રંથસમાપ્ત મંગલ આદિનું વર્ણન છે. આ પરિશિષ્ટ નં. ૧ માં કેસરી આદિ પચીસ પ્રાસાદનું સવિસ્તર વર્ણન છે. તેમાં વિભક્તિઓની પ્રાસાદસંખ્યામાં શાસ્ત્રીય મતાંતર છે, જેમકે “સમરાંગણ સૂત્રધાર ” ગ્રંથમાં અઢારમી વિભક્તિનો એક પણ પ્રાસાદ નથી. તેમ જ શિલ્પશારબી નર્મદાશંકર સંપાદિત “શિપરત્નાકર માં વશમી વિભક્તિને એક પણ પ્રાસાદ નથી વગેરે.

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290