Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan Author(s): Vijayendrasuri Publisher: Yashovijay Granthmala View full book textPage 5
________________ સાહિત્યની જરૂર છે અને સમાજમાં જેની મેટામાં મોટી ખામી છે તે ખોટ પણ પૂરી કરે. અને બહુ લાંબા કાળથી મગજમાં ભરી રાખેલું જ્ઞાન અને ઐતિહાસિક સામગ્રીને જનતાને લાભ આપે. અમારી દૃષ્ટિએ તાજેતરમાં બે પુસ્તકે લખાવાની અગત્ય જોવામાં છે. (૧) ભગવાન મહાવીરના વિપક્ષને સાંસારિક ને કૌટુંબિક સંબંધ અને તેમના વંશપરિવાર-વિસ્તાર સંબંધી. (૨) ભગવાન મહાવીરનું સામાજિક અને રાષ્ટ્રીય જીવન, તેમના વિસ્તૃત વિહારની હકીકત વિગેરે સંબંધી. આ બે પુસ્તકે પ્રગટ થાય તે આજે ધર્મ અને સમાજમાં જે એકાંત પ્રવાહ રેલાઈને અંધદષ્ટિ ફેલાઈ રહી છે તે સંબંધી સારે પ્રકાશ પાડી શકે, અને અંધવૃત્તિ ઓછી થાય. અત્યારે સમાજમાં મોટે ભાગે વિચારશન્ય ગાડરીયા પ્રવાહની ધાર્મિક અંધવૃત્તિ જ જોવામાં આવે છે. જગદુદ્ધારક ભગવાન મહાવીરસ્વામીને નામે, તેમના જીવનને નામે, ધર્મને નામે, શાને નામે જનતાનેસમાજને ઊંધે માર્ગે દોરવામાં આવે છે, ત્યાગનું મહત્વ ને ત્યાગના આદર્શો ઊલટા સમજાવાઈ રહ્યા છે. અમારી માન્યતા પ્રમાણે ભગવાન મહાવીરનું જીવન, ધર્મ, આદર્શ, ત્યાગને મહિમા, પ્રવૃત્તિ ને પ્રેરણા આજના ભેડીયા ધસાન ધર્મ અને ચાલુ પ્રવૃતિ કરતાં તદ્દન જુદાં જ હતાં. આટલી સંકુચિત મને વૃતિ ભ. મહાવીરના જીવનમાં ન હતી, આટલી કૂપમંડૂકતા ભ. મહાવીરના ધર્મમાં ન હતી, આટલી ઝઘડાળુ પ્રવૃત્તિ-કશમકશ- . ખેંચતાણું ભ. મહાવીરના ઉપદેશમાં ન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 284