Book Title: Prachin Bharat Varshnu Sinhavlokan
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ આ પુસ્તક લખવામાં તેઓશ્રીએ ખૂબ અવગાહન અને પરિશ્રમ કરેલા દેખાઈ આવે છે. તેમાં ઉપયોગ કરેલા પુસ્તકોની નામાવલિ જોતાં એ સમજાય છે કે તેઓશ્રીનું પ્રાચીન અર્વાચીન પુસ્તકનું પરિશીલન અપરિમિત છે. સાહિત્યની વિશાળ દષ્ટિ, તટસ્થતા અને ઐતિહાસિક પુરુષ તરીકેની નિવૃત્તિ, અતિવિશુદ્ધ અને રાગદ્વેષ રહિત સાહિત્યક પુરુષની પ્રમાણિકતા તરી આવે છે. કોઈ પણુ મતાગ્રહ વગરની ચિત્તવૃત્તિ સાહિત્યના, ખાસ કરીને ઇતિહાસના લેખકને અનુકરણીય આદર્શરૂપ છે. હમણું વિવાવણભ ઈતિહાસતત્વમહોદધિ આચાર્ય શ્રી વિજયેન્દ્રસૂરિ મહારાજે પુસ્તક પ્રકાશન તરફ ઠીક દૃષ્ટિ ફેરવી છે, એ સમાજને માટે ગૌરવને વિષય ગણી શકાય. તેઓએ શ્રીવીરવિહાર મીમાંસા,” “જગત અને જૈનધર્મ* અશોકના શિલાલેખે ઉપર દષ્ટિપાત” વિગેરે પુસ્તક લખી ઈતિહાસના ક્ષેત્રમાં અને ગુજરાતના વિદ્વાનમાં નવું અલન ઊભું કર્યું છે. પ્રભુ શ્રી મહાવીરના વિહાર સંબંધી ગુજરાત ને મારવાડના તેમના વિહાર વિષયક જે ભ્રમણ હતી અને સમ્રાટ અશોક અને મહારાજા સંપ્રતિ વિષયક જૈન પ્રજામાં ને ગુજરાતમાં જે ભ્રમણ ઊભી કરવામાં આવી હતી તેમાં આચાર્ય મહારાજનાં પુસ્તકોએ નવો પ્રકાશ આપ્યો છે -- નવું દષ્ટિબિંદુ રજૂ કર્યું છે. ગુજરાતના ને જૈન સમાજના વિદ્વાનોએ તેમાં સારો રસ લીધો છે. આ પુસ્તક સાથે જ એક બીજું પણ ઐતિહાસિક ને મૌલિક પુસ્તક “મહાક્ષત્રપ રાજા રુદ્રદામાપણ આચાર્ય મહારાજ તૈયાર કરી રહ્યા છે. તે પણ બહુ જલદી તૈયાર થઈ જશે એવી આશા રહે છે. આ પ્રસંગે અમે આચાર્ય મહારાજશ્રીને પ્રાર્થીએ કે જ્યારે તેઓએ ફરીને આ કામ હાથ ધર્યું છે ત્યારે; અત્યારે ઐતિહાસિક દષ્ટિએ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 284