Book Title: Pind Vishuddhi
Author(s): Kulchandrasuri, Punyaratnasuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ થોડા દિવસ બાદ પૂજ્યશ્રીએ મને પૂછ્યું – “કેમ, વાંચન ચાલે છે ને બરાબર ? હવે એક કામ કર, થોડું થોડું લખવાનું રાખ.” પૂજ્યશ્રીના કરુણાપૂત મુખમાંથી નીકળેલા આ વચનોએ જાદુ કર્યું. ના, મને કહેવા દો કે એ વચનો જાદુ નહિ પણ વિસ્ફોટ સ્વરૂપ હતા. પિંડવિશુદ્ધિના ભાષાંતરના મંડાણ થયા. અનેક મહાત્માઓના સાથ-સહકાર-આશીર્વાદથી આજે એ ભાષાંતર જિનશાસનના પ્રાંગણમાં મુકાય છે. શાસનનું લીધેલું શાસનને ધરાય છે. જેનો હૈયે આનંદ છે. પૂજ્ય ગચ્છાધિપતિશ્રીએ “મા”ની અદાથી મને આ ગ્રન્થ વાંચતો કર્યો અને લખતો કર્યો. પૂજ્યશ્રીનો મારા પર અનહદ ઉપકાર છે. “હે ઉપકારી ! આ ઉપકાર આપનો કદિયે ન વિસરે.” પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી ! આપ ગુણ સમ્રા છો, હું ગુણ રાંક છું. આપ આગમોના સાક્ષાત્ ચિત્કોષ છો, હું આગમ અન્ન છું.” આ ગ્રન્થ વાંચન-લેખનમાં કરેલ કૃપાવિસ્ફોટની જેમ મારા પર એક એવો Anti દોષનો વિસ્ફોટ કરો કે જેના પ્રભાવે મારા અગણિત દોષો નેસ્તનાબુદ થાય. પછી ફરી એક કૃપા કટાક્ષ કરો કે મારામાં ગુણોનો પ્રાદુર્ભાવ થાય. હા, આપના જેવા બનવાના સ્વપ્ર પણ હું જોઈ નહિ શકું. પણ યાચું છું માત્ર ને માત્ર આપના ત્રણ ગુણો. (૧) આપ બ્રહ્મપુરુષ છો. (૨) આપ ઉપશાંત છો (૩) આપ જ્ઞાની છો. આ ત્રણ ગુણો થકી પણ મારું જીવન કૃતાર્થ થઈ જશે. પેલા રાંકડાની જેમ કે જેને છપ્પણિયામાં માત્ર રોકડાનો ટુકડો મળે અને એ ખુશખુશાલ થઈ જાય છે. બોલો સાહેબજી ! આટલું તો આપશો ને ?' છેલ્લે, પૂજ્યશ્રીના હિન્દી ગીતમાંની પંક્તિ રજુ કરી વિરમું છું. 'जयघोष का तुम जयघोष करो, मुख शुद्धि हृदय निर्दोष करो। जयघोष का तुम जयघोष करो।।' કૃપાકાંક્ષી મુનિ કુલભાનુ વિજય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 506