Book Title: Pind Vishuddhi
Author(s): Kulchandrasuri, Punyaratnasuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 11
________________ આ સૂરિ જયઘોષનો જય ઘોષ થાઓ. એક (પૂજ્ય આચાર્યશ્રી વિજય જયઘોષસૂરીશ્વરજીનું ઉપકાર સ્મરણ) મા ! બાળકને ચાલતા શીખવાડે. ચાલતા-ચાલતા બાળક નીચે પડેય ખરું. કોકવાર જરા જોરથી વાગે ય ખરુ. બાળક રડવા લાગી જાય. મા તરત બાજી સંભાળી લે. એને વ્હાલ કરે, ઊંચકી લે, ગળપણ મોઢામાં મુકી દે. બાળક હસતું થઈ જાય કે તરત ફરી ચાલવાનું શીખવાડવાનું ચાલુ કરી દે. એમ કરતા કરતા બાળક ચાલતો થઈ જાય. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય જયઘોષસૂરિશ્વરજી મહારાજ સાહેબે મને કહ્યું, “લે આ પિણ્ડવિશુદ્ધિની પ્રત છે. આજથી વાંચવાનું ચાલુ કરવાનું છે.” “હાજી' કહીને, માંગલિક રૂપે પ્રથમ પાઠ આપવા પૂજ્યશ્રીને વિનંતી કરી. પૂજ્યશ્રીએ કહ્યું “સારું લે બેસ. તને માંગલિક કરાવી દઉં.” ત્રણ નવકાર પૂર્વક પૂજ્યશ્રીએ પ્રારંભના થોડા શ્લોકો કરાવ્યા અને માથે હાથ મુકી કહ્યું – “હવે વાંચે જા. ન સમજાય એ પૂછવા મારી પાસે આવજે.” પિંડવિશુદ્ધિ વાંચવાની ચાલુ તો કરી પણ મને ફાવટ ન આવી. મનમાં થયું કે આ પિણ્ડવિશુદ્ધિ નથી વાંચવી. પૂજ્યશ્રી પાસે જઈને મેં વાત કરી- “સાહેબજી ! બીજો કોઈ ગ્રન્થ આપો ને ?' પૂજ્યશ્રીએ પોતાનો દાખલો આપી મને પ્રેરિત કર્યો. “હું જ્યારે પૂ.દાદા ગુરૂદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે હતો ત્યારે પૂજ્યશ્રીએ મને પ્રથમ ગ્રન્થ (આગમ) “રાયપરોણીય વાંચવા આપ્યોહતો. વાંચવાનું ચાલુ તો કર્યું પણ કાંઈ સમજાય નહિ. સમજો ને કે માત્ર બારાખડી વાંચવા જેવું હતું. તારી જેમ હું પણ પૂજ્યશ્રી પાસે ગયો હતો અને કહ્યું કે મને કશું ય બેસતું નથી.” પૂજ્યશ્રીએ મને કહ્યું – “ચિંતા ન કર. વારંવાર વાંચજે, બેસતું જશે.' બીજીવાર વાંચવાનું ચાલુ કર્યું ત્યારે અડધું બેસવા માંડ્યું અને ત્રીજી વાર વાંચ્યું ત્યારે તો સંપૂર્ણ બેસી ગયું હતું. તું બારાખડી તો ભણેલો છે ને? બારખડી રૂપે પણ વાંચવાનું રાખ. હતાશ ન થતો?' પૂજ્યશ્રીની પ્રેરણા પામી વાંચવા બેઠો. ધીરતા ક્યાં હતી કે બારાખડીની જેમ પણ આખો ગ્રન્થ વાંચી જવો. માત્ર એક પાનુ પણ પુરું બેઠું નહિ. ફરી પૂજ્યશ્રી પાસે પહોંચ્યો - “સાહેબજી ! આપની પ્રેરણા સાચી પણ મારે હવે આ ગ્રન્થ નથી વાંચવો. બીજો ગ્રન્થ આપો ને ?' પૂજ્યશ્રીએ વાત્સલ્ય સભર હૈયે વાત કરી - “તને શું થાય છે ? હું બેઠો છું પછી શું કામ ચિંતા કરે છે ? ન બેસે એ પૂછવા આવવાનું મેં તને કહ્યું જ છે ને ? ઉલ્લાસથી વાંચ. મારા તને આશીર્વાદ છે.' ફરી વાંચવાનું ચાલુ કર્યું. વાંચન આગળ વધે જ નહિ. હવે મનમાં ખૂબ અકળામણ થઈ. પૂજ્યશ્રીના ચરણોમાં જઈ ગળગળા સ્વરે કહ્યું – “આ ગ્રન્થ મારાથી નહિ જ થાય.” પૂજ્યશ્રીનો કરૂણા પારાવાર ઉછળ્યો. પૂજ્યશ્રીએ કહ્યું – “મારા પર વિશ્વાસ રાખ. બધું સારું થશે. યાદ રાખજે, તારે આ જ ગ્રન્થ વાંચવાનો છે. પૂજ્યશ્રીના ખોળામાં માથું મુક્યું. પૂજ્યશ્રીના વ્હાલસોયા બન્ને હાથ માથા પર ફરી વળ્યા અને ચમત્કાર સર્જાયો. ગ્રન્થ વાંચનને આડે આવતા આવરણો પાછા વળ્યા. આસને જઈ વાંચવાનું ચાલુ કર્યું. પ્રત્યે બેસવા માંડ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 506