Book Title: Pauranik Kathakosha Part 1 Author(s): Dahyabhai P Derasari Publisher: Granthlok Ahmedabad View full book textPage 6
________________ મારી તરુણાવસ્થામાં સ્વ. કવિ નર્મદને નર્મકથાકેષ મારા જોવામાં આવ્યો હતો. એનું વાચન રસિક અને આલાદજનક લાગ્યું હતું, પણ એ ગ્રંથ બહુ જ નાને અને એમાં હકીકત બહુ જ કમતર છે. ઘણી બાબતે વાળ અને રસપ્રદ થઈ પડે એવો મટે કેષ લખવાને અભિલાષ ઘણુ વર્ષથી થયો હતો. છેક ઈ. સ. ૧૮૮રમાં રાજકોટની લેંગ જનરલ લાઈબ્રેરીને હું ઓનરરી સેક્રેટરી હતા, તે વખત લાઈબ્રેરી તપાસતાં જે પુસ્તકનું ઓઠું લઈને આ કેષ તૈયાર કર્યો છે તેને પરિપૂર્ણ કરવા તરફ બનતું કર્યું છે. આવા પ્રો કાંઈ કાવ્ય કે નવલકથાની પેઠે વાચન તરીકે સાદ્યન્ત વંચાતા નથી. ઉપયોગી અને જરૂરની હકીક્ત સારુ ખપનું હેય તેટલું જ વંચાય; છતાં ફુરસદની વખતે વાચન તરીકે વાંચી શકાય એવી રીતે ઘણું ચરિત્રો તૈયાર કરવા તરફ ખાસ લક્ષ આપ્યું છે. આવા ગ્રંથ તૈયાર કરતાં પડતી વિટબણા અને શ્રમને ખ્યાલ લખનારને જ આવે; પણુ વાંચનારને રસ પડે, આવાં વાંચન પ્રતિ તેમને અભિરુચિ ઉત્પન્ન થાય, એનું વાચન વધે અને પરિણામે પ્રજામાં દિવસાનદિવસ ગૌણ થતું પૌરાણિક જ્ઞાન સતેજ થાય એ જ લાલસાથી પ્રેરાઈ અંતરાય, મહેનત અને કશી તકલીફને ન લખવતાં ગ્રંથને મારી પિતાની અ૬૫ શક્તિ અનુસાર અનામત બનાવે છે. બાદ, ગ્રંથરચના અંગે પોતાને હર્ષ વ્યક્ત કરતાં દર્શાવ્યું છે: આ ગ્રંથ રજૂ કરતાં માત્ર એટલી જ વાંછના છે કે મારી કૃતિ વડે આ વિષયના નાનની વૃદ્ધિ થાઓ, વાચકવૃંદની આ બાબતેના અભ્યાસમાં સરળતા થાઓ અને તેમને આનંદ પ્રાપ્ત થાઓ. જે એમ બને તે મારો આ વ્યવસાયમાં ગાળેલો કાળ સત્કાર્યો વ્યતીત થયે એમ માની, હું મારી જાતને કૃતકૃત્ય લેખીશ. મારે પરિશ્રમે ગુજરાતી સાહિત્ય સમૃદ્ધિમાં એક ઉપયોગી ગ્રંથનું ઉમેરણ કરવાને આનંદ અનેરો છે. આ ગ્રંથ ઘણા લાંબા સમયથી અપ્રાપ્ય હતો. તેની પુનરાવૃત્તિનું પ્રકાશન જિજ્ઞાસુઓની એક તાતી જરૂરિયાત સંતોષશે એવી એની પાછળ ઉમેદ છે. પ્ર કા શ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 362