Book Title: Pauranik Kathakosha Part 1 Author(s): Dahyabhai P Derasari Publisher: Granthlok Ahmedabad View full book textPage 5
________________ છે. વિષ્ણુના સવગુણ ઉપરથી વૈષ્ણવ પુરાણે તે સાત્વિક અને શિવને ગુણ તમસ હેવાથી એમને અંગે નીપજેલાં પુરાણે તે તામસ. અઢાર પુરાણે તે-વિમરૂ, પદ્મ, વાયુ, ભાગવત, નૃહનારદીય, માર્કંડેય, અગ્નિ, ભવિષ્ય, બ્રહ્મવૈવર્ત, લિંગ, વારાહ, અંદ, વામન, કુ, મસ્ય, ગારુડ અને બ્રહ્માંડ એ છે. બ્રહ્મ, બ્રહ્માંડ, બ્રહ્મવૈવ, માર્ક ડેવ, ભવિષ્ય અને વામન એ રાજસ. વિષ્ણ, ભાગવત, નારદીય, પદ્મ, વારાહ એ સાવિક; અને શિવ, લિંગ, સ્કંદ, અગ્નિ, મત્સ્ય અને કૂર્મ એ તામસ પુરા કહેવાય છે. પુરાણોની મહત્તા સમજયા પછી આપણી જૂની સંસ્કૃતિ, જૂની કર્મભાવના, જૂને ઇતિહાસ તેમ જ આપણું પૂર્વે આપણી પ્રજામાં થઈ ગયેલા મહાનુભાવોનાં ચરિત્ર જાણવા સારુ એને અભ્યાસ આવશ્યક જણાશે, એટલું જ નહિ પણ આપણું અર્વાચીન વાડુમયમાં પણ પુરાનાં દષ્ટાન્તા તરવરી રહ્યાં છે. એમને યાચિત સમજવા સારુ પણ એ અભ્યાસ ઈષ્ટ છે; તેથી આપણી જૂની વાતે, માન્યતા અને રહેણીકરણી એ બધાંને ખ્યાલ ઠીક ઠીક આવે. આધુનિક સમયમાં પુરાણોને અભ્યાસ ગૌણ થઈ ગયા છે. સામાન્ય બીજા તે શું, પણ પરા ઉપર જ નિર્વાહ કરનારા કથાકારો અને પારાયણ કરનારા પૌરાણિકે. પુરાણીએ, વ્યાસે – પણ સોએ ચારપાંચ જ ભાગવત જેવો સહેલો ગ્રન્થ પણ વાંચી સમજતા હશે. અખો ભક્ત કહે છે તેમ સે અંધામાં કાણે રાવ, અંધાને કાણુ પર ભાવ, સૌનાં નેત્રો ફૂટી ગયાં, ગુરુ આચાર્ય જ કાણા થયા. વ્યાસો પણ બ્રાહ્મણને આ આપવું અને આ ન આપવું એ બાબતે સિવાય બીજી હકીકતમાં નમાલાં ભાષાન્તરો અગર એવાં જ નમાલાં “સાર રૂપ' પુસ્તકે વાંચી અણસમજુ તાજનની આગળ પિતાનું ગાડું ગબડાવ્યે જાય છે ! અમારા નાનપણમાં વસ્તુસ્થિતિ છેક આવી નહતી. માબાપની સાથે સ્થામાં જવાના યોગે, માતા પારાયણ સાંભળવા બેસે તો એટલા દિવસની છૂટી લઈને ત્યાં બેસી સાંભળવાના યોગે, માણભદ્રોની અને બીજી કથા દ્વારા પૌરાણિક બાબતો અમારા જાણવામાં આવતી. તેને શતાંશ પણ હાલના તરુણને ખબર નહિ હેય એમ કહીએ તો ખેટું નથી. હાલના તરુણોની ઊણપ બતાવવાને લઈને અમારું આ કથન નથી. અનેક કારણોને લીધે આવી વસ્તુસ્થિતિ ઉત્પન્ન થઈ છે. એક કારણની જ વાત કરીએ. અમારી બાલ્યાવસ્થામાં સુભાગ્યે અમને નિશાળની દુગ્ધા ઓછી જ હતી. વર્તમાનકાળમાં તરુણેને આ બાજે એમ નથી. હાલના અભ્યાસક્રમની જ વાત લક્ષમાં લઈએ –નાનાં છોકરાંથી માંડીને કૅલેજના તરુણે ધરાધરી એના બેજાથી એવા લદાઈ ગયા હોય છે કે આખે યે ઊંચી કરાય નહિ. પછી તે બીજી પ્રવૃત્તિની વાત જ શી ! આવી દયાજનક સ્થિતિમાં બિચારા પૌરાણિક બાબતનો ખ્યાલ ધરાધરી કરવાનો સમય મેળવી શકતા નથી. એમાં એમને વાંક નથી. છતાં જ્યારે પુરાણેને અભ્યાસ આમ ઉપગી છે, મને રંજક છે, બેધપ્રદ છે અને આવશ્યક છે, તે તેને સુલભ અને સુગમ કરવાને જેને જેને અનુકુળતા હોય તેને પોતાના દેશીબંધુઓ સાર એ દેશમાં સેવા ઉઠાવવી એ એક કતવ્ય જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 362