Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્ત કરી છે. ૧૯૬ ૧માં ગુજરાત રિસર્ચ સોસાયટીમાં શરૂઆતમાં મંત્રી તરીકે અને તા. ૧૭-૭-૧૯૬૧ થી નિયામક તરીકેની જવાબદારી એમણે સંભાળી હતી. તે સાથે ૧૯૬૧ થી ૧૯૭૦ સુધી અમદાવાદની બી.ડી. મહિલા કોલેજમાં પણ સંસ્કૃત અને ગુજરાતીના સંલગ્ન અધ્યાપક તરીકે એમણે સેવાઓ આપેલી. સન ૧૯૫૮થી શેઠ શ્રી ભો.જે. વિદ્યાભવનમાં જોડાયા પછી અધ્યાપન પ્રવૃત્તિનો વ્યાપ વધ્યો હતો. મુખ્યત્વે સંશોધનક્ષેત્રે કામ કરવાની સુવિધા ઉત્તરોત્તર વધતા વિશિષ્ટ ગ્રંથો અનેક વિષયોમાં તૈયાર થતા ગયા અને છપાતા ગયા. અત્યાર સુધીમાં આશરે ૨૪૦થી વધુ ગ્રંથોનું લેખન-સંપાદન કાર્ય એમના હાથે સંપન થયેલું છે. સ્વ. શાસ્ત્રીજીનું લેખન કાર્ય ઘણી જ નાની વયે શરૂ થયું અને પ્રગટ પણ થયું. તત્કાલીન પ્રતિષ્ઠિત સામયિકોમાં અને ત્યાર પછીના વિવિધ વિષયોને આવરી લેતાં સામયિકોમાં એમના ધર્મ અને તત્વજ્ઞાન, ભાષા અને સાહિત્ય, માનવવિદ્યા અને સમાજ, ઇતિહાસ-સંસ્કૃતિ અને પુરાતત્ત્વને લગતા સંશોધન-લેખો મોટી સંખ્યામાં પ્રકાશિત થયા છે. એમની યશસ્વી કારકિર્દીમાં એમના સ્વાધ્યાય અને વિશાળ સંશોધનકાર્યના ફળ સ્વરૂપે ખેડેલા પ્રવાસો અને અભ્યાસનધ-લેખો તેમજ ‘આકાશવાણીઉપરથી આપેલા વાર્તાલાપોમાં ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વનું એમનું પ્રદાન-ખેડાણ નામૃતં નિમતે વિવિ એ ઇતિહાસ નિરૂપકની પ્રતિજ્ઞા ચરિતાર્થ થતું જોવાજાણવા-અનુભવવા મળે છે. સ્વ. શાસ્ત્રીજી મૂળ ભાષાસાહિત્યના અભ્યાસથી રંગાયેલા હતા, પણ ભાષાસાહિત્યના સંશોધનો એમને ઇતિહાસની કેડીઓ ઉપર લઈ ગયા, જેની ફલશ્રુતિરૂપ ઇતિહાસ-સંસ્કૃતિને લગતાં પુસ્તકો ઉપરાંત અનેક સંશોધન લેખો પણ એમણે લખ્યા. શેઠ શ્રી. ભો.જે. વિદ્યાભવન-અમદાવાદ, જ્યાં સ્વ. શાસ્ત્રીજી પહેલેથી અધ્યાપક-સંશોધક-માર્ગદર્શક તરીકે સક્રિય સેવા આપતા રહ્યા હતા, તે સંસ્થાની ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ગ્રંથમાળામાં એઓશ્રીનું સક્રિય પ્રદાન હતું. ઉપરાંત ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ'ની ગ્રંથમાળાના આરંભિક બે ગ્રંથોમાં એમણે કરેલું પ્રદાન પણ નોંધપાત્ર છે. સંસ્થામાં માનાર્હ અધ્યાપક તરીકેની એમની સેવાઓ દરમ્યાન આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યોમાં નયસંહિતા. ભારતસંહિતા, શ્રીમદ્ભગવદ્ગીતા અને શ્રીમાવત મદીપુરીની સમીક્ષિત વાચના ગણાવી શકાય. સમીક્ષિત વાચનના એ મહાન કાર્યમાં એક સંપાદક તરીકે તેઓએ સેવા આપી હતી. એમણે સ્વતંત્ર રીતે જૂનામાં જૂની સં. ૧૧૮૨ આસપાસની હસ્તપ્રતના પાઠને કેન્દ્રમાં રાખી જૂના ચાર ટીકાકારો શ્રીધર, શ્રીવલ્લભાચાર્યજી, વિજયધ્વજ અને વીરરાઘવની ટીકાઓમાં આવતાં પાઠાંતરો અને પ્રક્ષેપો નોંધી સ્વતંત્ર સંપાદન કર્યું હતું. ભો.જે. વિદ્યાભવન દ્વારા એમણે કરેલા નોંધપાત્ર સંશોધન-સંપાદન કાર્યને કે.કા. શાસ્ત્રી ગ્રંથાવલિ' યોજના હેઠળ એમની હયાતિમાં જ ૧ થી ૧૦ ગ્રંથો પ્રગટ કરવામાં આવ્યા હતા. સ્વ. કે.કા.શાસ્ત્રીજીનાં કાર્યોને અનુરૂપ ૧૯૬૬માં અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ દ્વારા ‘વિદ્યાવાચસ્પતિની સંમાનનીય પદવી તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનના હસ્તે પશ્ચિમ ભારતની સંસ્કૃતજ્ઞ દરજજે શાસ્ત્રીજીને આપવામાં આવી હતી. ત્યારબાદ ૧૯૭૬માં વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના ખેડાણની સિદ્ધિ માટે એ સમયના રાષ્ટ્રપતિ ડૉ. ફકરુદ્દીન અલી અહમદને હાથે ‘પાશ્રીની પદવી મળી હતી. પ્રયાગની ભારતીય પરિષદ સમગ્ર ભારતમાંના વયોવૃદ્ધ સંસ્કૃતજ્ઞ વિદ્વાનોને ‘મહામહિમોપાધ્યાય'ની પદવીથી નવાજે છે. ૧૯૭૭ માં આ પદવીથી ૬૦ વર્ષની વયે પૂ. શાસ્ત્રીજીને નવાજવામાં આવ્યા હતા. ૧૯૯૧ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એમને ડૉકટર ઑફ લેટર્સ-ડિલિની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત શાસ્ત્રીજીએ ૧૦૦ વર્ષ પૂરાં કર્યા ત્યારે એમની બહુશ્રુત વિદ્વતાની કદર કરતાં કેન્દ્ર સરકાર તેમ જ ગુજરાત સરકાર અને ભારતની તેમ જ તળ ગુજરાતની પથિક • સૈમાસિક - જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ u ૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52