Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન અને બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મના દૂષણ સમાન પરગેમ પશુબલી સામે અહિંસા અને કરુણા લઈને આવ્યા આ ધર્મોએ આચાર વિચારમાં નિયમો અને સિદ્ધાન્તો આવ્યા જેને સમજાવવા માટે તેનાં પ્રવર્તકો સાથે દંતકથાઓ જોડાઈ અને પરિકલ્પનાઓ વિકસી. જેમકે, બોધીસત્ત્વ, બુદ્ધ તીર્થકર વગેરે. આ બધા જ ધર્મોમાં માતૃશક્તિઓની વિભાવના પણ વિકસી. નારીમાં રહેલી નવસર્જનની શક્તિનો ખ્યાલ આવતા તેની મહત્તા વધી અને વિશ્વમાં સર્વોપરી શક્તિ સ્વરૂપે ઓળખાઈ. આ શક્તિ માનવજીવનના તમામ પાસાઓ સાથે જોડાઈ તેથી ઘેર ઘેર તેનાં વિવિધ સ્વરૂપોની પૂની, વિવિધ ઇચ્છાઓની પૂર્તિ માટે, જીવનમાં શક્તિ માટે, દુષ્ટ તત્ત્વોથી રક્ષણ માટે થવા લાગી હિંદુ ધર્મમાં તે ‘માં’ સ્વરૂપે વિકસી છે. જેમાં ખોળે જવાથી, શરણે જવાથી તમામ ચિંતાઓમાંથી મુક્ત થઈ જવાય છે. એવી વિભાવમા આજદિન સુધી જીવંત છે. આ દંતકથા વિજ્ઞાનનો અભ્યાસ કરતા સમજાય છે કે આ દંતકથાઓએ માનવીનાં રોજિંદા જીવનમાં મહત્ત્વનું સ્થાન લીધું છે. ભારતીય સંસ્કૃતિ વિશ્વને ઇશ્વરીય શક્તિનું સર્જન માને છે. નિરાકાર, નિર્ગુણ બ્રહ્મમાંથી સગુણ, સાકાર, પરબ્રહ્મનાં સ્વરૂપો મનુષ્યો મોક્ષ માટે સજર્યા છે. અપરિમિત, પારલૌકિક શક્તિઓ વડે વિભૂષિક દેવ-દેવીઓને માનવ આકાર આપ્યો. અને તેમાં એમની શક્તિઓને વ્યક્ત કરવા માટે અનેક મસ્તકો, હાથ, આયુધો, મુદ્રાઓ, વાહનો વગેરેનો ઉપયોગ કર્યો. જેને મૂર્તિ વિજ્ઞાનને વિકસાવવામાં મદદ કરી તેથી ભારતીય કલા પ્રતીકાત્મક બની થોડામાં ઘણું કદવાની તાકાતવાળી બની તેથી ભારતીય કલાનાં પ્રતિકો અને તે હારા વ્યક્ત થતાં જીવનસંદેશો લોકમાનસમાં રૂઢ થઈ ગયા. જીવન જીવવામાં આધાર બની ગયા. અલોકિક શક્તિઓ ધરાવતા વિવિધ દેવી દેવતાઓનાં આલેખનમાં તેમાં બ્રાહ્મણ રૂપની સાથે આંતરિક રૂપનું પણ મહત્ત્વ સ્થપાયું જે વિવિધ ભાવભંગીઓ, આસનો, મુદ્રાઓ આયુધો અને અનેક હાથ વડે વ્યકત થયું. સમય જતાં મૂર્તિનિર્માણમાં ગ્રંથો રચાયા તેમના સિદ્ધાન્તો સ્થપાયા. સપ્રમાણમાં લાવાય, ભાવ, લાય વગેરેના ખ્યાલો આવ્યા. મૂર્તિકલાનાં વિકાસનું એક કારણ કદાચ વિવિધ દૈવી શક્તિઓની અનુભૂતિ સમગ્ર માનવ સૃષ્ટિને પણ થાય તેમ મનાય છે. જેના વડે ઉત્તમ ગુણો અને જીવન નિર્માણ માજો માટે વિવિધ દેવી દેવતાઓ સગુણ સાકાર થયા. અને આમ યુગમ મૂર્તિવિજ્ઞાનનું સર્જન થયું. માનવીય સભ્યતાના આરંભથી સ્ત્રીની સુંદરતાને ફળદ્રુપતા અને નવસર્જનના સંદર્ભમાં મૂલવવામાં આવી છે જેમાં માતૃત્વને દૈવી રૂપ ગણવામાં આવ્યું છે. આ નવસર્જનની વિભાવનામાંથી પૃથ્વી દેવીની પરિકલ્પના આવી જેમાં સૃષ્ટિનાં તમામ તત્ત્વોનાં સર્જનની અલૌકિક શક્તિ છે. સમયાંતરે વિવિધ દેવી સ્વરૂપોની પરિકલ્પનાઓ આવી જેની સાથે નવસર્જનની શક્તિ ઉપરાંત તેમાં છુપાયેલી બીજી શક્તિઓને પણ સ્થાપવામાં આવી. આ શક્તિઓનું આગવું નિરૂપણ કરવામાટે તેને બેઠેલી કે ઊભેલી દર્શાવેલ છે. બેઠી હોય ભારે વિવિધ આસનોમાં તેમજ ઉભી હોય ભારે સમજાંગ, ત્રિભંગ માં બતાવવામાં આવી છે. તેના વિવિધ વાહનો તરીકે ગરડ, હાથી, સિંહ, હંસ, વાઘ, ઘોડો વગેરે પણ બતાવાયા છે. આંખ, હાથની મુદ્રાઓ આયુધો, વાહનો અંગભંગીઓ વગરે દ્વારા નવરસની અભિવ્યક્તિ થઈ. જેમકે અજા ખૂણાના આલેખનમાં સંતોષ અને અન્નની મૂર્તિ કરનાર દેવી તરીકે તેમાં હાથમાં અજાની થાળી કે ડોડો પકડાવ્યો. જ્યારે સરસ્વતીનાં નિરૂપણમાં ધ્યાન અને શાનાં પ્રતિક રૂપે તેની આંખો બંધ કે અર્ધ ખુલ્લી બતાવી. સંગીતની દેવી તરીકે તેનાં હાથમાં વીણા મૂકી. કલાકારોએ સ્ત્રીઓની દેવી શક્તિઓ પુરાણોમાં જણાવ્યા મુજબ તેમ જ શિલ્પ શાસ્ત્રોને આધાર લઈ વ્યક્ત કરી. પુરાણોમાં દેવીની ઉત્પત્તિનાં અનેક સ્વરૂપોને લગતી અનેક કથાઓ છે. મત્સ્યપુરાણ, માર્કન્ડેય પુરાણ, વિષ્ણુધર્મોત્તર પુરાણ, અગ્નિપુરાણ, મત્સ્યપુરાણ વગેરેમાં તેઓ વિશે વિગતે વર્ણન મળે છે. આ દેવીઓ અને પથિક - ત્રિમાસિક – જાન્યુઆરી-માર્ચ, ર00 g ૨૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52