________________
Shri Mahavir Jain Aradhana Kendra
શોધપત્ર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રા. ડૉ. લલિત એસ. પટેલ*
સિદ્ધરાજ અને કુમારપાળનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ
અણહિલપુર પાટણમાં રાજ્ય કરનાર ગુજરાતના ચૌલુક્ય રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહ (ઇ.સ. ૧૦૯૪૧૧૪૩) નો શાસનકાળ યશસ્વી રહ્યો છે. આજે પણ લોકસાહિત્ય અને ભવાઇમાં તે જીવંત છે. વિક્રમ અને ભોજરાજાની જેમ સિદ્ધરાજ પણ જાણેઅજાણે અનેક દંતકથાઓનું પાત્ર બની ગયો છે. સિદ્ધરાજના દરબારમાં ભારતના દરેક પ્રદેશોના અનેક વિદ્વાનો બિરાજતા હતા. તેના સુપરિચિત મનીષીઓમાં ‘કલિકાલ સર્વજ્ઞ’ હેમચંદ્ર મુખ્ય હતા, જેમણે તત્કાલીન ભારતમાં ખેડાતી વિદ્યાની સર્વ શાખાઓમાં આધારભૂત ગ્રંથો રચેલા છે. હેમચંદ્ર એક જૈન આચાર્ય હતા અને એમની આસપાસ એમના પોતાના વિદ્વાન શિષ્યોનું એક વર્તુળ હતું. સિદ્ધરાજના દરબારના બીજા કવિ પંડિતોમાં તેનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ મુખ્ય હતો. વિજયપાલ કૃત ‘દ્રૌપદી સ્વયંવર નાટક’ ની હિન્દી પ્રસ્તાવનામાં આચાર્ય જયવિજયજીએ તથા ‘કાવ્યાનું શાસન’ ની અંગ્રેજી પ્રસ્તાવનામાં પ્રો. રસિકલાલ પરીખે શ્રીપાલના જીવન અને કાર્ય વિશે નિરૂપણ કર્યું છે.
શ્રીપાલનું જીવન (કૌટુંબિક વૃતાન્ત)
ગુજરાત ને રાજસ્થાનના ઇતિહાસમાં શૌર્ય, રાજનીતિજ્ઞતા અને વેપારી કુનેહ માટે પ્રસિદ્ધ પ્રાગ્વટ (પોરવાડ) જ્ઞાતિના એક જૈન કુટુંબમાં શ્રીપાલનો જન્મ થયો હતો. ગુજરાતના ચૌલુક્ય રાજા ભીમદેવ પહેલાના મંત્રી વિમલશાહે આબુ પર્વત ઉપર વિ.સ. ૧૦૮૮ (ઇ.સ. ૧૦૩૨)માં બંધાવેલ જૈનમંદિર વિમલ વસતિના સભામંડપમાં શ્રીપાલની મૂર્તિ છે. એ મૂર્તિ નીચેના એક ખંડિત શિલાલેખ ૧માંથી જાણવા મળે છે કે શ્રીપાલના પિતાનું નામ લક્ષ્મણ હતું. શ્રી જિનવિજયજીએ તેમના દ્રૌપદી સ્વયંવર નાટકની પ્રસ્તાવનામાં ૨ એવું અનુમાન કરેલ છે કે શ્રીપાલ વિમલશાહનો અથવા તેના કોઈ કુટુંબીજનો વંશજ હશે.
પ્રાપ્ત સાહિત્યિક સાધનો પરથી જણાય છે કે શ્રીપાલ અંધ હતો. તેના અંધત્વનાં કારણો અને સમય વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થતી નથી. તેના વિદ્યાધ્યયનની માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તેણે રચેલ સાહિત્યકૃતિઓ તથા સૂક્તિઓ ઉપરથી એક બાબત સ્પષ્ટ છે કે તે એક નિપુણ કવિ અને વિદ્વાન હતો. પ્રબંધોમાં તેને ‘કવિ ચક્રવર્તિનૂ’ ‘કવિ કુંજર’ અને ‘મહાકવિ’ તરીકે વર્ણવ્યો છે. ‘મુદ્રિતકુમુદચંદ્ર પ્રકરણ' માં તેને ‘કવિરાજ'નું બિરૂદ આપ્યું છે. મહારાજ સિદ્ધરાજ તેને ‘કવિન્દ્ર અને ‘ભ્રાતા’ કહીને માનભેર સંબોધતો હતો.' જલણકૃત ‘સૂક્તિ મુક્તાવલિ અને શાર્ગંધરકૃત, ‘શાલધર પદ્ધતિ' જેવા સુભાષિત સંગ્રહો શ્રીપાલને ‘શ્રીપાલ કવિરાજ’ તરીકે એનો નિર્દેશ કરે છે. ‘ભાષા ચક્રવર્તી' તરીકે ખ્યાતિ પામેલા કવિ શ્રીપાલે એક જ દિવસમાં મહાપ્રબંધ રચ્યો હતો." વાદિદેવ સૂરિ અને કુમુદચંદ્રચાર્ય વચ્ચે વિ.સ. ૧૧૮૧ (ઈ.સ. ૧૧૨૫)માં થયેલા વાદ પ્રસંગે શ્રીપાલ કવિ પ્રમુખ હતો. શ્રીપાલ વાદિદેવસૂરીની પાંડિત્ય પ્રતિભાનો ઉપાસક હતો. તેણે અજિત દેવસૂરિના શિષ્ય હેમચંદ્રસૂરિએ રચેલ ‘નાભેય નેમિ કાવ્ય’ અથવા ‘દ્વિસંધાન કાવ્ય'નું સંશોધન કર્યું હતું. અનેક સમકાલિન કવિઓ પોતાની કવિતા સુધારવા શ્રીપાલ પાસે આવતા.
શ્રીપાલ રાજા સિદ્ધરાજ જયસિંહનો નિકટવર્તી મિત્ર હતો. વડનગર પ્રશસ્તિના છેલ્લા શ્લોકમાં શ્રીપાલે પોતાને શ્રી સિદ્ધરાજ્ઞ પ્રતિપત્રવન્યું એટલે કે સિદ્ધરાજે પોતાના ભાઇ તરીકે સ્વીકાર્યો છે એમ કહ્યું છે ‘મુદ્રિત
*
અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, આર્ટ્સ કોલેજ, પાટણ
પથિક • ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૩ ૩૫
For Private and Personal Use Only