Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સંસ્કૃતિમાં વાવની સંસ્કૃતિ એક જુદી જ ચર્ચા માંગી લે તેવી છે. છતાં સંક્ષિપ્તમાં જૂનાગઢ તાલુકાની ચૌબારીવાવ, અડાલજની વાવ, ધાંગ્રધ્રા તાલુકાની સીયાવાવ, જેઠા મૂળજીની વાવ, માનવભવાની વાવ દાદા હરીની વાવ, અને છેલ્લે ઉત્તરગુજરાતના પાટણની મહારાણી ઉદયમતી વાવની સમકક્ષ જ આ મીનળવાવને મૂકી શકાય. વાવની વિશાળતા, લંબાઈ, પહોળાઈપ સાજા અને ખંડીત એવા જ જેટલા પગથિયા, શિલ્પ મંડપો, કમાનો વિ. ધ્યાનકર્ષક બની રહે છે. કાળક્રમે જાળવણી અને જતનનાં અભાવ શિલ્પ ખવાઈ ગયેલું અને મૂર્તિઓ અર્ધખંડિત જરૂર લાગે છે. બધી વાવોનો ઉંડાણથી અભ્યાસ કરીએ તો હનુમાનજીની મૂર્તિનું સ્થાન વાવોમાં વિરલ અને પ્રસંગો પાત જ ગણાય છે. ઉદયમતિની વાવમાં આવી હનુમાનમૂર્તિ સ્થાપિત થયેલી જોવા મળે છે. ગુર્જર સામ્રાજ્યના સીમાડાઓ એક સમયે અતિવિસ્તૃતરીતે ફેલાયેલા હતાં. સૌરાષ્ટ્રનાં કચ્છથી માંડીને રાજસ્થાનનાં શિરોહી સુધી અને તત્કાલીન સોપારક બંદર જે આજે નાલા સોપારા તરીકે ઓળખાય છે. ત્યાં સુધી આ રાજવીવંશની આણ વર્તાતી હતી આવા રાજવીવંશને રાજકિય ઉથલપાથલોમાં પણ શી રહેતાં હોય છે. રાજા કર્ણઘેલાની મહારાણી મીનળદેવીનાં લગ્નમાં પહેલાની પટ્ટરાણી ઉદયમતીએ ખૂબ જ અગ્રસરની ભૂમિકા ભજવી હતી અને એ રીતે રાજકુટુંબમાં થનારી સંભવિત ઉથલપાથલો અને કાવાદાવાને તેને નિર્મૂળ કે નામશેષ કરી નાખવામાં ખૂબ જ કુશાગ્ર બુદ્ધિથી કામ લીધેલું. તેનાં આ વૈભૈવી ગુણો મીનળદેવીએ આત્મસાત કર્યા હોય અને રાજયશાસનમાં સ્થિરતા સ્થાપવામાં સફળ રહ્યાં હોય. અને આ પરિપ્રેક્ષ્યમાં પોતે બંધાવેલી વાવમાં ઉદયમતી વાવની માફક હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાપિત કરી હોય તેવું બની શકે. આ હનુમાનજીનાં ગવાજથી વાવકોઠા તરફ ઊંડા જતાં બે ચાલી કે મંડપ વટાવ્યા બાદ યન્સ અને પુત્રને સ્તનપાન કરાવતી મીનળદેવીનું કમનીય શિલ્પ છે. પ્રચલિત લોકવાયકા મુજબ મીનળદેવીનાં શિલ્પથી હનુમાનજી મંદિરની ચાલી સુધી વાવનાં પગથિયાં પોતાના હમખા ચોલીથી સાફ કરનાર સ્ત્રીને જો પ્રસૂતિ પછી ધાવણ ન આવતું હોય તો ધાવણની ધારા છૂટે છે. આવી શ્રદ્ધાથી પ્રેરાઈને પ્રતિવર્ષ સંકડો સ્ત્રીઓ આવી માનતા રાખે છે અને ફળે છે એવું પણ જણાવે છે. પછી આ કમખો કે બ્લાઉસ હનુમાનજીની મૂર્તિ નીચેનાં પગથિયા પર રાખી દે છે અને મીનળવાવનાં ડાબા કાંઠે રહેલા એક બાવાજી પરિવારની મહિલાઓ આ ચોલી-કમખાની હકદાર બને છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવની સંસ્કૃતિનો વીંટો વળી જાય તેટલી હદે દુર્દશા થઈ ગઈ છે. વીરપુરની મીનળવાવ પણ કાળની થપાટમાંથી બાકાત રહી શકી નથી. વિશાળ શિલાઓ હટી ખસી ગઈ છે. અમુક શીલાઓ હવે જોવા જ નથી મળતી. ક્યાંક શીલા સર્કણ થઈ ગયેલું જણાય છે. અમરેલીથી ત્રણેક કિ.મી. દૂર આવેલા ફતેપુર ગામનાં ભોજલરામનું કે ભોજાભગતને જલારામ બાપાએ ગુરુપદે સ્થાપેલાં આ ભોજાભગત સાથે મીનળદેવીની જનશ્રુતિ સંકળાયેલી છે. તેમનાં અનુવંશજ એવા લવજીભગતે “ભોજલ ગુણાનુવાદ”ની રચના કરી છે. તેમણે કંઠોપકંઠ ચાલી આવતી વાતની નોંધ આ રીતે લીધી છે. મીનળદેવીને પ્રસવકાળની સમાપ્તિ થઈ જવા છતાં બાલ થતાં ન હતાં. રાજવી રસાલા સાથે સોમનાથ દર્શને જવા ધર્મયાત્રા સહુ નીકળી પડ્યાં. વીરપુર ત્યારે વિસોત નગરી તરીકે ઓળખાતું અને રસ્તામાં આ વિસોત પાટણના પાદરમાં તેમણે રસાલા સાથે પડાવ નાંખ્યો. આ નગરીમાં વસતા નાથ સંપ્રદાયના શ્રી વીરપરાનાથજી (જેના પરથી ‘વીરપુર નામ પડ્યું હોવાનું મનાય છે) જેવા સિદ્ધયોગી પાસે પોતાની આ મુશ્કેલી નિ:સંકોચ જણાવવાનું નક્કી થયું. તેમના તારણ મુજબ કર્ણદેવની આ બીજી પત્ની મીનળની કુખે પુત્ર અવતરે તો રાજગાદી અને સંપત્તિનો પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OK L ૪૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52