________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂકતા અહેવાલો પ્રસિદ્ધ થયેલાં.
૨૪ નવેમ્બર - '૯૭નાં બ્લીચીય જૂથનાં પ્રકાશનનાં નેટવર્કમાં પાના-૨૩ પર જણાવાયેલ છે કે “..સિદ્ધરાજની જન્મભોમકા એવા વીરપુરમાં તેમણે મીનલ વાવ પણ બંધાવી હતી. કાળક્રમે સંસ્કૃતિનું ગૌરવ ખોઈ બેઠેલી પ્રજા આજે એ કલાત્મક વાવમાં કચરો નાંખે છે. અને પુરાતત્ત્વ ખાતું નવા ઇતિહાસ વિદો નિરાંતની નિદ્રા ફરોડે છે તે જુદી વાત છે.” (૫) પડ્યાં ઉપર પાટું :
મીનળવાવનાં કે કોઈ પણ પુરાતત્ત્વીય સ્મારકનાં રોદણા રોતા હોઈએ ત્યાં ઉપરથી બીજુ પાટુ પડે છે. રાજકોટની પુરાતત્ત્વીય પ્રયોગશાળાનું સ્થળાંતર કરવાની હિલચાલની ગંધ રાજકોટ ૧ નાં ભાજપનાં જાગ્રત અને તરવરિયા યુવાન ધારાસભ્યને આવતાં જ તેમણે તુરત જ, વગર વિલંબે એક પત્ર મુખ્યમંત્રીશ્રીને પાઠવી આ સ્થળાંતર અટકાવવાનો જોરદાર અનુરોધ કર્યો હતો. તેમનાં પત્રની જ વિગતો ‘પથિક'ના વાચકો સમક્ષ તેમની જાણ માટે મૂકું તો....
રાજય સરકારનાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને રમતગમતનાં વહીવટી વિભાગ હેઠળ ગુજરાત સરકારનું પુરાતત્ત્વ ખાતું કામગીરી કરે છે અને પુરાતત્ત્વ નિયામક શ્રી ડાયરેકટર ઓફ અહીંયા લોજીની મુખ્ય કચેરી અમદાવાદ મુકામે આવેલી છે.
પુરાતત્ત્વ નિયામક શ્રી અમદાવાદનાં સીધા વહીવટી નિયંત્રણ હેઠળ સને ૧૯૭૯ થી રાજકોટ મુકામે જયલીલી બાગમાં પુરાતત્ત્વીય પ્રયોગશાળા કામગીરી કરી રહી છે. આ લેબોરેટરી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયનાં ઐતિહાસિક મંદિરો અને જૂના સ્મારકોની કેમીકલ પ્રક્રિયાથી જાળવણીની કામગીરી કરે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છનાં જૂના ટીંબાઓ જેવા કે રોઝડી (શ્રીનાથગઢ)નો ટીંબો, કુતાસીનો ટીમ્પો, શીકારપુરને ટીંબો-સામખીયાણી, બાબરકોટનો ટીંબો-ભાવનગર વગેરેનાં ખોદકામ માંથી મળી આવતી પ્રાચીન વસ્તુઓ જેવી કે સીક્કાઓ, માટીનાં વાસણો, ધાતુનાં ઓજારો, પોટરી વગેરેને કેમિકલ પ્રોસેસથી સાફ કરીને જાળવણી કરવાની કામગીરી પણ રાજકોટમાં આ લેબોરેટરી દ્વારા થાય છે. તેથી સૌરાષ્ટ્રનાં સાંસ્કૃતિક વારસાનાં જતન માટે અનિવાર્ય એવી આ લેબોરેટરીનું સ્થળાંતર બંધ રહેવું જોઈએ. રાજ્યમાંથી ત્રણસોથી વધુ સ્મારકો છે તે પૈકીના ૨૦૦થી વધુ સ્મારકો તો સૌરાષ્ટ્રનાં જ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જ આવેલા છે. ટૂંકમાં 90 ટકા કામગીરી સૌરાષ્ટ્રમાં છે. રાજકોટથી ૧૫૦ થી ૨૦૦ કિ.મી.ની ત્રિજયામાં જ લગભગ ૨૦૦ જેટલા મંદિરો અને ઐતિહાસિક સ્થળ અને ટીંબાઓ આવેલા છે. વીરપુરની મીનળવાવ રાજકોટથી માત્ર ૬૦ કિ.મી.નાં જ અંતરે આવેલી છે.જીપ જેવું વાહન ન હોવા છતાં પણ આ લેબોરેટરી દ્વારા સાધનો રસાયણો વગેરે ને ગામડા કે મંદિરો સુધી લઈ જવા માટે અન્ય ટ્રાન્સપોર્ટ સર્વિસીઝનો લાભ લઈને પણ કામગીરી બજાવે છે. લેબોરેટરીનો વિભાગ સલામતી માટે વહીવટ વિભાગથી જુદો રાખવામાં આવે છે. આ સ્થળાંતરથી લેબ. અને વહીવટી કર્મચારીઓને સાથે બેસવાનું થતાં સભા મતીનો પ્રશ્ન પણ ઊભો થશે. સરકારશ્રીનાં મ્યુઝિયમ ડિપાર્ટમેન્ટ પાસે વડોદરા અને રાજકોટમાં પ્રાચીન કલાકૃતિઓની જાળવણી માટે બે લેબોરેટરી છે. તેમાંથી રાજકોટની લેબોરેટરી થોડા વરસોથી બંધ કરીને સૌરાષ્ટ્રને એર્ડ અન્યાય તો થયાં જ છે. હવે બીજો અન્યાય ન થાય તે ઇચ્છવા યોગ્ય છે.
તેથી ૨૪-૨-૯૬ નાં “ગુજરાત સમાચાર” હું તો કાગળિયા લખી લખી થાકી, પણ સુરક્ષા તારા મનમાં નથી.” અને “વીરપુર મીનળ વાવની સુરક્ષામાં પ્રશ્નો સરકારનાં ઠાગા ઠેયા, સ્થળ પરનાં નીકાલતાં કાર્યક્રમમાં જવાબ પછી ગ્રાન્ટ લેસ થઈ” એવી હેટ લાઈન હેઠળ સમાચાર અહેવાલ પ્રગટ કર્યા કે “ગોંડલ (હકીકતે
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ] ૪૫
For Private and Personal Use Only