Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાણમાં હોવાં જોઈએ. આ રીતે ઉત્તરોત્તર એકબીજાના પ્રમાણમાં કરવા માટે શિલ્પશાસ્ત્રોમાં વિગતવાર વિધિનિષેધ છે. ભારતીય સ્થપતિએ સ્તંભોના વિપુલ માય અને ભરેલા ઘાટ આપી તેને ભરાવદાર બનાવ્યા. જેમ છત્રી કે સભામંડપ સ્તંભોના માપ પ્રમાણસર નાના કરી નાજુકતા કે સરૂપતા આપ્યા. જ્યાં આખા પ્રાસાદને અનુરૂપ સ્તંભની ઊંચાઈ કરવી પડી ત્યાં કંદોરાકંદોરી યોગ્ય જગાએ ગોઠવી એકંદર સુમેળ સાધ્યો, તેવી જ રીતે જુદા જુદા ઘાટોને હલકા ભારે કરવા માટે જુદા જુદા શણગારોનો પ્રબંધ પણ વિચારવામાં આવ્યો. પ્રાચીન વાસ્તુવિદ્યાનો ગ્રંથ માનસારના લેખકે થાંભલા માટે બાર વિવિધ નામો આપ્યાં છે. આ રીતે શિલ્પશાસ્ત્રીઓએ થાંભલાના આકાર પ્રમાણે તેનું નામાંકન કરેલું છે. માનસારમાં લાકડાના થાંભલા કે પથ્થર માટે જ ઉલ્લેખ છે પણ ધાતુ માટે નથી. ધાતુના થાંભલા થતો તેનો ઉલ્લેખ દિલ્હીમાંના કુતુલ પાસેનો લોહસ્તંભ આપે છે. સ્થાપત્યના કામોમાં તેનો ઓછો ઉપયોગ થતો. કદાચ આપણા સ્થપતિ અહીંની આબોહવાને સર્વાશ અનુકુળ ગણતો નહોતો. મકાન મંદિરમાં સ્તંભ હોય તે ઉપરાંત વિવિધ પ્રકારના સ્તંભો પણ સ્તંભ સ્થાપત્ય આપે છે જેમકે કીર્તિસ્તંભ, વિજયસ્તંભ, ધર્મસ્તંભ, ધ્વજસ્તંભ, દીપસ્તંભ વગેરે. સ્તંભની કલ્પના ભારતીય-સ્થાપત્યની વિશિષ્ટતા છે તેમ ‘ભરેલું (bracket capital) પણ તેનું વિશિષ્ટ અંગ છે. ગુજરાતના કાષ્ટ્ર સ્થાપત્યે તેમાં સુંદર કામ કર્યું છે તેને ધારસ્થાપત્યમાં લઈ લઈને મહત્ત્વની અને મુશ્કેલ કારીગરી કરી છે. અજંતાના કેટલાક Bracket Capitals ની નકલ ભારતના મુખ્ય શહેરોના મહત્ત્વના મકાનોમાં નજરે પડે છે. સ્તંભ સ્થાપત્યમાં નોંધપાત્ર કાલોમાં અને તે કાળનાં સ્થાપત્યોમાં જે જાતનાં કુંભી સરાં છે ત્યાં જેમ હાથી વગેરે પ્રાણીઓનો શોભા માટે ઉપયોગ કર્યો છે, તેવો અજંતા અને તેનાં સમકાલીન સ્થાપત્યોમાં નજરે પડતો નથી. તેવી જ રીતે સ્તંભના બીજો અંગ ઉપાંગો તે તે સ્થાપત્યનો કાલનિર્ણય કરવામાં ઉપયોગી થઈ પડે છે; ઉપરાંત સમાજ ઉપર કયા દેશની સંસ્કૃતિની અસર અથવા કયા દેશ સાથેનો વ્યવહાર હતો તેનો પણ નિર્દેશ થઈ શકે છે. ટૂંકમાં સ્થાપત્યવિદ્યા આપણા દેશમાં અવિચળ રહેશે એમ માનવાનું મન થાય છે. પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OK ૩૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52