Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ્રાચીન) સ્તંભ સ્થાપત્ય ડૉ. પ્રિયબાળાબહેન શાહ* સ્થાપત્યના વિવિધ અંગોમાં મહત્ત્વનું અંગ સ્તંભ છે. જગતના સ્થાપત્યમાં ચિરસ્થાયી અને ધ્યાન ખેંચે તેવી દેણગી માત્ર ત્રણ દેશોમાં છે. એકગ્રીકો રોમન અથવા ગ્રીસ, રોમ અને ભારત છતાં ધ્યાન ખેંચે તેવા દેશો જાવા, કંબોડીઆ અને બ્રહ્મદેશનાં જૂની અને જાણીતી ઇમારતોમાં (મકાનો, મઠો, મંદિરો વગેરેમાં) સ્તંભોનો ઉપયોગ ઘણો ઓછો અથવા નહિવત થયો છે. જાવા માટે તો એમ કહેવાય છે કે, આ એક જ દેશ છે કે જયાં સ્તંભ, મકાન, કે ચુનાનો ઉપયોગ થયો નથી. છતાં પણ ત્યાંનું મંદિર સ્થાપત્ય ઊંચી કક્ષાએ પહોંચ્યું છે. ભારતદેશમાં સ્તંભ સ્થાપત્યનો વિકાસ ધ્યાન ખેંચે તેવો થયો છે, છતાં તંભને સ્વતંત્ર ઊભો કરવાનું માન અશોક માર્યને ફાળે જાય છે. સ્તંભની ટોચ ઉપર સુંદર શિલ્પાકૃતિઓ પણ કરેલી છે. તેમાંનું, એક અશોકચિત્ર સ્વતંત્ર ભારતે અપનાવ્યું છે. ભારત દેશે તેના સ્તંભ સ્થાપત્યને ખૂબ અલંકારોથી શણગાર્યું છે. માટે કહેવું જોઈએ કે ભારતીય કારીગર તેના પૈર્ય અને એકાગ્રતામાં અજોડ છે. અર્થાત્ સ્તંભ સ્થાપનમાં તેની પ્રતિભાના પડઘા પાડ્યા વિના રહેતો નથી. સોની જેમ સોનારૂપા ઉપર ઘાટ ઘડે, જેમ જડતર કામવાળા હિરામાણેક જડે તેમ સુથાર કાષ્ટ ઘડે તેવી જ રીતે સલાટ શિલાપાટ, અલંકારની વિવિધતા તેના કાર સાથે તદ્રુપ થઈને પડે છે તેમાં તે ઉઠાવ કામ (Relief work) વળી રૂપ-કામ (Sculptural work) હેરત પમાડે તેવું કામ આર્જત સેંકડો વર્ષ પૂર્વ જગત સમક્ષ તેણે ખડું કર્યું છે. સમગ્ર પાષાણને માટીનો પીંડ હોય તેમ ઘડ્યો છે તેને લાકડાની માફક કર્યો છે; મણના પીંડની જેમ કંડાર્યો છે. જડાવે કામમાં તાજમાં દુનિયાભરના અજોડ ગણાતાં સલાટીએ પોતાનું કૌશલ્ય વ્યક્ત કર્યું છે. ભારતીય કલાકારની સૌન્દર્ય દષ્ટિ એવી રીતે વિકસેલી હતી કે તેમાં સ્થાપત્યનાં મુખ્ય બે અંગ રૂપ અને રંગ પૈકી તેનું જડતર પણ શણગારરૂપે મહત્ત્વનું બન્યું છે. આવા સંસ્કારો તેમણે ગળથુથીમાં જ મેળવ્યા હતા. કારણકે તે અંગેની કોઈ શાળા કે શિક્ષણધામ હતાં નહીં. સંસ્કારો જેના જન્મદાતા છે તેવું એક સ્થાપત્યનું અંગ તે સ્તંભો (થાંભણા)ની ગોઠવણી. આ સ્તંભરચા ઘણાં સ્થાપત્યો કામોનું એક અંગ બની જાય છે. ભારતીય સ્થપતિએ કરેલી આવી ગોઠવણીનો વિકાસ સાધ્યો છે. તેમ ફર્ગ્યુસન કહે છે. તેના માટે થાંભલાઓની આ ગોઠવણી “જૈન સ્થાપત્યથી ઓળખાવે છે. આવા સંકુચિત નામ આપવાની જરૂર નથી. ગુજરાતના અણહિલપુર પાટણમાં મંડને તેનું સુંદર વર્ણન કરેલું છે અમદાવાદની જુમા મસ્જિદમાં ૪ ૨૬૦ (બસો સાઠ)થી ભાલાની ગોઠવણી છે. સ્થાપત્યની દૃષ્ટિએ ગુજરાતની સંભાવલિ આગળ દ્રાવિડી સહસ્રસ્તંભી અને બંગાલી મજીદોના અસંખ્ય થાંભલાઓ ઉતરતી પંક્તિના ગણાય. સ્થાપત્યના ઉપરોક્ત સફળ, સબળ અને મૂળભૂત સિદ્ધાંતો જેણે સદીઓના અનુભથી અને પેઢી દર પેઢી વારસાગત પ્રાપ્ત કર્યા છે એવા ભારતીય સ્થપતિએ કરેલાં સ્થાપત્યનાં કામો સદીઓ સદી વહી ગયા છતાં અને સંસ્કૃતિઓનાં એનાં ધર્ષણો તેમ જ અનેક રૂપાન્તરો થયાં છતાં આજે પણ અર્વાચીન જડવાદી જમાનામાં સૌન્દર્યલક્ષી કામ થયાં અને પ્રશંસા પામ્યાં છે. પ્રેરક બળોને પરિણામે ભારતના સ્તંભોમાં સપ્રમાણ અને સુમેળ ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે. મંદિર હોય કે ઘર, સિંહાસન હોય કે પલંગ ગમે તે કામ હોય તો પણ તેના દરેક ભાગોના માપો એકબીજાના * પૂર્વ આચાર્ય, માતુશ્રી વીરબાઈમા મહિલા કૉલેજ, કાલાવાડ રોડ, રાજકોટ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ [ ૨૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52