________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેની શક્તિઓ અસુરી તત્ત્વોનો નાશ કરી માનવનું કલ્યાણ કરે છે. શુભ કરે છે, રક્ષણ કરે છે, એવી વિભાવના સહજ રીતે માનવજીવનમાં વણાઈ ગઈ છે. જેથી તેનાં કલ્યાણકારી સૌમ્ય અને રોદ્ર સ્વરૂપો જોવા મળે છે. આ શક્તિમાં એવું સામર્થ્ય છે. જે હંમેશા શુભ જ કરે છે. આવા કેટલાક દેવી સ્વરૂપો જાણીતો છે. જેમકે સરસ્વતી વિદ્યા અને સંગીતની દેવી, વારાહી, માતૃત્વની દેવી, ચામુંડા મહાશક્તિ સ્વરૂપ અને લક્ષ્મી સુખ અને સમૃદ્ધિની દેવી વગેરે. પુરાણોમાં વર્ણનોને આધારે આ દેવી શક્તિઓનું શિલ્માંકન થયું છે.
સરસ્વતી : સરસ્વતીની ઉપાસનાના પ્રમાણ છેક સર્વેદ કાળથી મળે છે. શરૂઆતમાં તે નદી સ્વરૂપે પૂજાતી. પછી ધીરે ધીરે તે વિદ્યા, વાણી, પ્રજ્ઞા અને કલાની અધિષ્ઠાત્રી દેવી તરીકે પ્રતિષ્ઠા પામી. પુરાણોમાં સરસ્વતીના ઉદ્ભવ વિશે સંખ્યાબંધ વૃત્તાંતો મળે છે. મોટાભાગના પુરાણોમાં સરસ્વતીને બ્રહ્માની પુત્રી અને શક્તિ સ્વરૂપે વર્ણવી છે. તો કેટલીક જગ્યાએ સરસ્વતીને બ્રહ્માની પત્નીરૂપે પણ વર્ણવી છે. મત્સ્યપુરાણ મુજબ બ્રહ્માએ પોતાનામાંથી સરસ્વતીનું સર્જન કર્યું અને પછી તેની સાથે લગ્ન કર્યા હોવાનો ઉલ્લેખો મળે છે. તો એમાં તે બ્રહ્મની પુત્રી તરીકે ધર્મ રાજને પરણી હોવાનો પણ ઉલ્લેખ છે. * માર્કયપુરાણમાં મહાલક્ષ્મીનાં સર્વપ્રધાન સ્વરૂપે તેનો ઉલ્લેખ છે,
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં સરસ્વતીનો વાણી, વિદ્યા, સંગીત અને કાવ્યની દેવી તરીકે વારંવાર નિર્દેશ થયો છે. જૈન ધર્માતે વિદ્યાદેવીઓમાં અને બદ્ધમાં તે બોધી સત્ત્વની મંજુશ્રીની શક્તિરૂપે જોવા મળે છે.
સરસ્વતીનું સ્વતંત્ર મહાદેવી તરીકે મૂર્તિવિધાન પુરાણો અને શિલ્પગ્રંથોમાં આવેલું છે.
મત્સ્યપુરાણમાં વર્ણવ્યા મુજબ સરસ્વતીને શેત વસ્ત્રો અને અલંકારોથી વિભૂષિત કરવી હંસ પર બેઠેલી, ચારહાથવાળી અને ચાર હાથમાં પુસ્તક, અક્ષમાલા, પમ અને પદ્મ ધારણ કરેલી બતાવવી. વિલુધર્મોત્તર પુરાણમાં સરસ્વતીન સર્વને વસ્ત્રાલંકારોથી શોભતી સૌમ્ય અને ચતુર્ભુજ બનાવવી કહ્યું છે. ચાર હાથણાં અક્ષમાલા, પુસ્તક વીણા અને કર્મડલું ધારણ કરેલ વર્ણવી છે.
માર્કય પુરાણમાં દેવી માહાભ્યમાં સરસ્વતીના ચાર હાથમાં અક્ષમાલા, વીણા, અંકુશ. અને પુસ્તક આપવાનું સૂચવ્યું છે. અગ્નિપુરાણ, સ્કંદપુરાણ, વાયુપુરાણા વગેરેમાં પણ સરસ્વતીનાં વર્ણનો મળ્યા છે. 19
શિલ્પશાસ્ત્રના ગ્રંથોમાં સરસ્વતીનું મૂર્તિવિધાન આવેલું છે. અભિલપિતાર્થ ચિંતામણીમાં બ્રહ્માની જમણીબાજુ સરસ્વતી અને ડાબીબાજુ સાવિત્રીને મૂકવાનું સૂચન છે.11 અપરાજીત પૃચ્છામાં તે પદ્મસાન ઉપર તેડેલ, ચાર હાથમાં અક્ષમાળા વીણા, પુસ્તક અને કમંડલુ ધારણ કરેલી વર્ણવી છે.૧૧ રૂપમંડનમાં ચાર હાથવાળી વર્ણવી છે. જેમાં અક્ષમાળા, કમળ, વણ. અને પુસ્તક આપવામાં આવ્યા છે. ૧૩ દેવતામૂર્તિ પ્રકરણમાં સરસ્વતીનાં બાર સ્વરૂપોનું વર્ણન કરેલું છે. ૧૪ અંશુમદ ભેગાદમમાં સરસ્વતીને શ્વેતવર્ણ, શ્વેતવસ્ત્ર અને શ્વેત પદ્મ સાથે વર્ણવી છે. તેના ચાર હાથમાં વ્યાખ્યા નમ મુદ્રા, અલસૂત્ર, પુસ્તક અને કમળ ધારણ કરેલ છે.' | ગુજરાતમાંથી પાટણની રાણીવાવ, ખેડબ્રહ્મમાં વડોદરા મ્યુઝિયમમાં, મોઢેરાના સૂર્યમંદિરમાં અને દેહગામનાં બહિયેલની સરસ્વતી પ્રતિમાઓ નોંધપાત્ર છે.
વારાહી : સપ્તમાતૃકાઓના સમૂહમાં વારાહીને પાંચમા ક્રમમાં જોવામાં આવે છે. પુરાણોમાં તે વિલ્સના વરાહ અવતારની શક્તિરૂપે ઓળખાય છે. તે મુજબ તેના હાથમાં શંખ, ચક્ર, ગદા અને વરદ મુદ્રા જોવા મળે છે, તો ક્યારેક ઘંટા, હળ, ખડ અને પારાયણ જોવા મળે છે. વારાહીના હાથમાં બાળક હોય છે. જે માતૃત્વને વ્યક્ત કરે છે. તેના ચહેરામાં ભાવ પણ વાલ્યપૂર્ણ હોય છે. તેનું વાહન વરાહ કે મહિષ હોય છે.
પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ] ૨૫
For Private and Personal Use Only