Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ, આનર્ત, લાટ, અપરાંત તરીકે મા સૈકા સુધી ગુજરાત ઓળખાતો હતો. ઈ.સ. ૧૨૬૧ના પ્રભાસ પાટણની દેપટ્ટણની શ્રીધર પ્રશસ્તિમાં ગુર્જરત્રા શબ્દ મર્યાદિત બન્યો. ત્યાર પછી ‘વાઘેલા કાલ માં સ્પષ્ટતઃ પ્રયોજાયેલ જોવા મળે છે. પ્રાગ્ ઐતિહાસિક કાલ અને આદ્ય ઐતિહાસિક કાલ સંદર્ભમાં પુરાવશેષીય સાધનો પરથી તત્કાલીન માનવજીવનની તથા સંસ્કૃતિની ઝાંખી થાય છે, પરંતુ એનો કોઈ નક્કર કડીબદ્ધ ઈતિહાસ જાણી શકાતો નથી. બીજી તરફ પુરાણો અનુશ્રુતિઓ પરથી અમુક પુરાતન રાજ્યો અને રાજવંશોની માહિતી મળે છે. પરંતુ તેની ઐતિહાસિકતા પ્રતિપાદિત કરવા માટે પુરાવા મળતા નથી. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની નક્કર અને આધારભૂત માહિતી મળવી શરૂ થાય છે., મૌર્યકાલના આરંભથી, ખાસ કરીને અભિલેખિક સાધનોને આધારે. મૌર્યકાલીન ગુજરાતના ભૌગોલિક સીમાડાઓ : જૂનાગઢ ગિરનારના માર્ગ પર આવેલ એક શિલા પર કોતરાયેલ લેખ છે, જે ગુજરાતનો સૌથી પ્રાચીન જ્ઞાત અભિલેખ છે. એમાં જણાવેલ ‘દેવોનો પ્રિય પ્રિયદર્શી રાજા એ મૌર્ય સમ્રાટ અશોક હોવાનું પ્રતિપાદિત થયું છે. સમ્રાટ અશોકે ધર્મભાવનાનાં પ્રચાર માટે પોતાના સામ્રાજ્યમાં અનેક પ્રદેશોમાં આ શૈલાલેખ કોતરાવ્યા. જેની એક પ્રત સૌરાષ્ટ્રના આ સ્થળે કોતરાયેલી છે. એ પરથી આ પ્રદેશ પણ અશોક મૌર્યના શાસન નીચે હોવાનું ફલિત થાય છે. આ શિલાલેખની બીજી બાજુ ચાર સદી બાદ કોતરાયેલ લેખમાં એ અનુમાનને સમર્થન મળે છે. એ લેખ રાજા મહાક્ષત્રપ રૂદ્રદામન ૧લાના સમયમાં શક વર્ષ ૭૨-૭૩ (ઈ.સ. ૧૫૦-૧૫૧)ના અરસામાં લખાયો છે.૨૩ જેમાં ગિરિનગરના સુદર્શન તળાવના સેતુ (બંધ)ના ભંગ તથા પુર્નનિર્માણનો વૃત્તાંત આપ્યો છે. આ વૃત્તાંતની અંદર એ જળાશયની ઉત્પત્તિ વિશે કેટલીક હકીકત આપવામાં આવી છે. એ પરથી જાણવા મળે છે કે આ જળાશય મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય વૈશ્ય પુષ્પગુપ્તે કરાવેલું; અને અશોક મૌર્યના (રાષ્ટ્રીય) યવનરાજ તુષારૂં એમાંથી નહેર કરાવી.૨૪ ક્ષત્રપકાલીન લેખમાં આવતા આ બે ઉલ્લેખો મૌર્યકાલીન ઈતિહાસ પર ઘણો પ્રકાશ પાડે છે. આમ, મગધમાં નંદવંશની સત્તાનું ઉન્મૂલન કરી તેની સ્થાને મૌર્યવંશની સત્તા સ્થાપનાર ચંદ્રગુપ્ત મૌર્યનું (ઈ.સ. પૂ. ૩૨૨-૨૯૮) શાસન આ પ્રદેશ સુધી પ્રવર્તતુ હશે એમ ગિરનારના શિલાલેખ પરથી સ્પષ્ટ થાય છે. આ ઉપરથી તેની સમીપમાં આવેલો કચ્છ તથા તળ ગુજરાતનો પ્રદેશ પણ પ્રાયઃ મગધના મૌર્ય સામ્રાજ્યના શાસન નીચે હોવાનું સ્પષ્ટ થાય છે. અશોકનું શાસન ગુજરાતની પૂર્વે આવેલ માળવામાં તથા દક્ષિણે આવેલ કોંકણમાં પ્રવર્તતુ હતું. એ પરથી આ સંભવને સમર્થન મળે છે.૫ આમ, ગુજરાતનો સમસ્ત પ્રદેશ ત્યારે મગધના મૌર્ય સામ્રાજ્યના શાસન નીચે હતો એ લગભગ નિશ્ચિત ગણાય. અનુ-મૌર્યકાલમાં યવનોની સત્તા સિંધ પ્રાંતમાં ફેલાઈ. આ સત્તા ફેલાવનાર દિમિત્ર હતો. ત્યારબાદ ઉતિદ (ઈ.સ. પૃ. ૧૬૫ થી ૧૫૫) યવને એ પડાવી લીધી. તેની સત્તા ગુજરાતમાં ફેલાઈ હોય એમ કોઈ પ્રાચીન ગ્રંથમાં જણાવ્યું નથી, પરંતુ એના સિક્કા સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગમાં અને જુદા જુદા સમયે મળ્યા છે.” ત્યારબાદ આવેલ મિનેન્દર અને અફલદત્તની સત્તા આ પ્રદેશોમાં પ્રવર્તતી હશે. એમ તેઓના સિક્કા ચલણમાં રહેલા એના આધારે કહી શકાય. પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ૩ ૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52