Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra લાટ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહીંથી તાપી સુધીનો ગુજરાતનો પ્રદેશ ‘લાટ' તરીકે ઓળખાતો હતો, પરંતુ કેટલીકવાર તેમાં ખેડા જિલ્લાનો અને ઉત્તર ગુજરાતનો સમાવેશ થતો. મહાભારત અને પ્રાચીન ગ્રંથોમાં કે ત્રીજા સૈકા પહેલાની ગુફાઓમાં કોતરેલા લેખોમાં એ નામ જણાતું નથી. તેનું કારણ એ પણ હોઈ શકે કે આ પ્રદેશનો સમાવેશ ‘અપરાંત’ માં કરવામાં આવ્યો હતો. ટોલેમીએ ‘લાટિકા’ કે ‘લાટિક' શબ્દ વાપર્યા છે. વાત્સાયન, વરાહમિહિર વગેરે આ શબ્દથી પરિચિત હતા. પાંચમાં સૈકામાં મંદસર અજંતાના લેખોમાં ‘લાટ’ નામનો ઉલ્લેખ છે. ચૌલુક્ય, ગુર્જર અને રાષ્ટ્રકુટ રાજાઓના લેખમાં (ઈ.સ. ૭૦૦-૧૨૦૦) એ નામ વારંવાર આવે છે. હ્યુ-એન-ત્સાંગે એનું નામ ‘લુલુ' લખેલ છે. 1. સ્વ. આનંદશંકર ધ્રુવ તથા પ્રો. નદવી લાટની ઉત્પત્તિ રાષ્ટ્ર ઉપરથી આપે છે. વડોદરા રાજ્યમાં ‘રાષ્ટ્ર' અને ‘અરણી’ એવા વિભાગો હતા. તે આ તર્કને સમર્થન આપે છે. ભરૂચ અને ધાર વચ્ચેનો પ્રદેશ આજે પણ ‘રાઠ’ નામે ઓળખાય છે.॰ લાટની સરહદ, “મહી અને તાપી એ બે નદીઓ વચ્ચેનો, ખાનદેશને સાથે ગણાતો પ્રદેશ તે લાટ.'૧૮ રાષ્ટ્ર ઉપરથી ‘લાટ’ થયું એમ ડૉ. ભગવાનલાલ ઈન્દ્રજી અને પં. બેચરદાસ અભિપ્રાય છે.૯ ‘લાટ’ કોઈ સંસ્કૃત શબ્દનું રૂપાંતર છે એવા અભિપ્રાય રજુ થયા છે. રાષ્ટ્રકુટ – ‘સ્ત્ર’માંથી ‘લાટ’ શબ્દ આવ્યા વિશેના મત નોંધ્યા છે. શ્રી અલ્સેકરના મતે, “રાષ્ટ્રકુટોનો ગુજરાત સાથેનો સંબંધ વહેલામાં વહેલો દા સૈકાથી જ છે. એટલે રાષ્ટ્રકુટ - રુદ્ર-લાટ એ ક્રમ સ્વીકાર્ય કરતો નથી. માળવાની ધારનગરી અને ભરૂચ વચ્ચેનો પ્રદેશ જેમાં ‘બાધ' અને ‘લાડ’ ગામ આવેલા છે તે હજુ સુધી રાધ કહેવાય છે. ઈ.સ.ના નવમા અને દશમા સૈકામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ લાટ તરીકે ઓળખાતો. સોલંકીયુગમાં કર્ણદેવના સમયમાં ‘સાસ્વત મંડળ’ સાથે લાટને જોડી દેવામાં આવ્યું. ત્યારથી ‘લાટ’ નામ ધીમે ધીમે ભુસાતું ગયું. અપરાન્ત : જૈનો અર્થ પશ્ચિમ છેડાનો પ્રદેશ એવો થાય છે. મહાભારતના આદિપર્વમાં તેનો ઉલ્લેખ છે. જે કોંકણથી પ્રભાસ સુધીના પશ્ચિમ કાંઠાને માટે ‘અપરાંત’ નામ સૂચવે છે. સમૂહવાચક નામ તરીકે આવે છે, ત્યારે એની સીમાઓ નક્કી થતી નથી. જુદાં જુદાં પુરાણોએ કોંકણથી કચ્છ સિંધ સુધીના આખા દરિયાકાંઠા અથવા તેમના ઓછાવત્તા અંશ માટે આ નામ ાપર્યું છે. મત્સ્ય, બ્રહ્માંડ, માર્કંડેય, વામન, આદિ પુરાણોમાં અપરાંતમાં ઘણા પ્રદેશોનો સમાવેશ કરે છે. આનર્ત, અર્બુદ, સૌરાષ્ટ્ર, કચ્છ, સારસ્વત, ભૃગુકચ્છ, માહેય, આન્તરનર્મદ, શૂર્યારિક, નાસિક્ય વગેરેને ‘અપરાંત’ માં ગણાવવામાં આવ્યા છે.૨૧ ‘અપરાત'નો ઉલ્લેખ ઈ.સ. પૂ. ૨૫માં વિશિષ્ઠ પુત્ર પુલુમાવીના શિલાલેખમાં છે. તે પહેલા અશોકના શિલાલેખમાં પણ ‘અપરાંત' નો ઉલ્લેખ છે. દીપર્વસ (ત્રીજી સદી) અને મહાવેસ (પાંચમી સદી)માં પણ અપરાંતનો ઉલ્લેખ છે. કર્નિંગહામ અપરાંતમાં સિંધ, પશ્ચિમ રાજસ્થાન, કચ્છ, ગુજરાત અને નર્મદાના નીચલા પ્રદેશને ગણાવે છે. પં. ભગવાનલાલ ઈન્દ્રજીના મત પ્રમાણે, “ઈશુની પહેલી સદીમાં અપરાંતની દક્ષિણ સીમાઓ વધુ ફેલાઈ. ઈ.સ.પૂ.ની ત્રીજી સદીમાં મહીથી ગોવા સુધીનો પ્રદેશ ‘અપરાંત’ તરીકે ઓળખાતો હતો, તે સરહદો વિસ્તરતી લાટ, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ સુધી ‘અપરાંત’નો પ્રદેશ બન્યો. આઠમી સદી બાદ આ શબ્દનો ઉપયોગ વપરાશમાં ધીમે ધીમે લુપ્ત થયો.૨૨ પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ B ૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52