Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખંડેરાવ દભાડેએ દક્ષિણ ગુજરાતમાં સત્તા જમાવવા માંડી, પિલાજીરાવ ગાયકવાડે ઈ.સ. ૧૭૧૯માં સોનગઢમાં પોતાનું મુખ્ય મથક સ્થાપ્યું, દમાજીરાવ ગાયકવાડે ઈ.સ. ૧૭૩૪ માં વડોદરામાં રાજધાની સ્થાપી, ઈ.સ. ૧૭૩૭ થી ઈ.સ. ૧૭૫૩ સુધી ગાયકવાડોએ મુઘલ સૂબેદારોના અડધા હિસ્સેદાર તરીકે અમદાવાદમાં સ્થાપ્યું, પરંતુ ઈ.સ. ૧૭૫૬માં બાબી મોમીનખાને ૨ જાએ જીતી લીધું. ઈ.સ. ૧૭૫૮મા પેશ્વા અને ગાયકવાડે એ પાછું જીતી લીધુ. આમ, ગુજરાતના પાટનગર અમદાવાદમાં મરાઠા સત્તા સાતત્યપૂર્વક ઈ.સ. ૧૭૫૮ થી ૧૮૧૮ સુધી રહી. મરાઠાઓના શાસનકાળમાં તળગુજરાતનો ઘણો ભાગ તેઓની સત્તા નીચે હતો, જ્યારે બીજો ભાગ રજવાડાઓની સત્તા નીચે હતો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્યત્વે રજવાડાઓની સત્તા પ્રવર્તતી હતી, પરંતુ એમના ઘણાં રાજ્યો પાસેથી પેશ્વા અને ગાયકવાડ ખંડણી વસુલ કરતા હતા. ઈ.સ. ૧૭૫૯થી અંગ્રેજોએ ગુજરાતના રાજકારણમાં પ્રદેશ કર્યો અને પેશ્વાઓ તથા ગાયકવાડ વચ્ચેના ખટરાગનો લાભ લઈ તેઓ ગુજરાતમાં અનેક પ્રદેશોમાં પોતાની સત્તા જમાવી. ઈ.સ. ૧૮૧૮ થી ૧૯૫૮ સુધી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને ગુજરાતમાં જે કેટલાંક મુલક મળ્યા તે પાંચ જિલ્લાઓનું રાજકીય ગઠન કરવામાં આવ્યુ. ઈ.સ. ૧૮૦૦ દરમ્યાન તેઓ સુરત શહેર અને આસપાસના કેટલાક પ્રદેશોના માલિક બન્યા. ઈ.સ. ૧૮૦૩મા ભરૂચ બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. ઈ.સ. ૧૮૧૭ થી ઈ.સ. ૧૮૫૮ સુધી મુંબઈ પ્રેસિડેન્સીનો વિસ્તાર હજુ વધ્યો. ઈ.સ. ૧૮૧૭ થી ૩૦મી નવેમ્બર બ્રિટિશરોએ અમદાવાદનો હવાલો સંભાળી લીધો. ઈ.સ. ૧૮૩૩મા ખેડા બ્રિટિશરોએ મેળવ્યું. ઈ.સ. ૧૮૫૧ થી ઈ.સ. ૧૮૬૦ દરમ્યાન આ જિલ્લો સિંધિયા માટે બ્રિટિશ હવાલા હેઠળ હતો. એનું સંચાલન રેવાકાંઠાના રાજકીય એજન્ટ દ્વારા થતું. ઈ.સ. ૧૮૬૧ થી એ પ્રાંતના ભાગરૂપે બન્યો.પર ઈ.સ. ૧૮૫૭ થી ૧૮૫૮ ના વિપ્લવ બાદ અશાંત, અજંપો દૂર કરી બ્રિટિશ તાજ હેઠળ સ્થપાયેલી સરકારે કાયદો શાસન વ્યવસ્થા સ્થાપવાના પ્રયાસો કયો. આ બ્રિટિશ રિયાસતનો ગુજરાતમાં વહીવટ બે ભાગમાં વહેંચાયેલો. પહેલા ભાગમાં દેશી રજવાડાઓ પર હળવા હાથે છતાં મજબૂત પકડ રાખી વહીવટ કરવાનો, જ્યારે બીજા ભાગમાં સીધા વહીવટ હેઠળની પ્રજા ફળદ્રુપ જિલ્લામાં વસતિ હતી એની પાસેથી ધર્મશ્રદ્ધાઓ કે ઉદ્યોગ-ધંધામાં દરમ્યાનગીરી કર્યા વિના પૂરતા પ્રમાણમાં મહેસુલ વસૂલ કરવાનું કાર્ય અંગ્રેજ સરકારે કર્યું.પ મુંબઈ પ્રાંતના દેશી રાજ્યો પરનો અંકુશ મુંબઈ સરકાર પોલિટિકલ એજન્ટ દ્વારા ધરાવતી. ઈ.સ. ૧૮૬૩માં કર્નલ કિટિજે કાઠિયાવાડના દેશી” રજવાડાઓના સાત વર્ગો કરી તેઓને દરજ્જા પ્રમાણે દીવાની અને ફોજદારી ન્યાય અધિકારો આપ્યા. આમ, બ્રિટિશ ઇન્ડિયાની વેસ્ટર્ન બોમ્બે પ્રેસિડન્સીને ચાર મહેસૂલી વિભાગ અને ૨૫ જિલ્લાઓમાં વહેંચવામાં આવ્યું. આમ, પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ગુજરાત બ્રિટિશ તાજ હેઠળ આવ્યું હતું. ઈ.સ. ૧૯૨૮, ૧૯૩૦ અને ૧૯૪૨ની સ્વતંત્રતાની લડાઈમાં ગાંધી અને સરદારના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની સાથે ગુજરાતે પણ ભાગ લીધો. કેટલાય નવલોહિયા યુવાનોએ પોતાના પ્રાણ અને ઉજ્જવળ કારકિર્દીનો ભોગ આપ્યો. પરિમામે ઈ.સ. ૧૯૪૭માં સ્વતંત્રતા મળી. સ્વતંત્રતાની સાથે જ તેની સમક્ષ દેશી રાજ્યોનું વિલીનીકરણ કોમી રમખાણો જેવા અનેક પ્રશ્નોથી ગુજરાત બાકી રહ્યું નથી. છતાં સરદાર પટેલે કુનેહપૂર્વક દેશી રાજ્યોનો પ્રશ્ન પાર પાડ્યો. જ્યારે ગુજરાતની પ્રજા સ્વતંત્ર ગુજરાત રાજ્યનું સ્વાગત કરવા સુસજ્જ થઈ ત્યારે અચાનક ૬ ઑગસ્ટ, ૧૯૫૬ના રોજ સંસદે મહારાષ્ટ્ર, મુંબઈ અને કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ગુજરાત પ્રદેશોનો સમાવેશ થાય તેવા વિશાળ દ્વિભાષી મુંબઈ રાજ્યની જાહેરાત કરી. જેનો સૌારષ્ટ્ર સહિત પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ - ૧૩ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52