Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ એમાં નિષ્ફળ નીવડ્યો. છતાં એની પ્રતિષ્ઠા જાળવવા એણે પણ મત્સ્યવેધ કરવા કોશિશ કરી, પરંતુ કેટલાકે વાત ઉડાડી મે મેં એને ‘સૂતપુત્રને નહિ વરું’ કહી ઉમેદવારી જ કરવા દીધી નહિ ! આ વાત સદંતર ખોટી છે. આમાં મારી ઇચ્છા-અનિચ્છાને કંઈ સ્થાન જ ક્યાં છે ? ક્ષત્રિય-વૃંદમાં બેઠેલા સર્વ ઉમેદવાર નિષ્ફળ પ્રયત્ન મરી ચૂક્યા એ પછી વિપ્રવૃંદમાં બેઠેલા એક તેજસ્વી યુવાને ઉમેદવારી કરી ધનુષ્ય લઈ પ્રતિબિંબ પ્રત્યે નિહાળી શરસંધાન તરીકે મત્સ્યવેધ કરી બનાવ્યા ને એ અજાણ્યે યુવક મારો પતિ થવા પસંદગી પામ્યો. એ કોણ હતો એની ખબર ન મને હતી, ન મારા પિતાજીને કે ન મારા ભાઈને, બસ, સ્વયંવર કહેવાતું એ નાટક એ દિવસે સમાપ્ત થયું. વિપ્રવૃંદ પણ વિખરાયું. રાતે રાજપુત્ર ધૃષ્ટદ્યુમ્ને છૂપી રીતે તપાસ આદરી. પેલો તેજસ્વી યુવાન અને એના ભાઈઓ વાસ્તવમાં ક્ષત્રિય હતા એવું તેઓએ રાતે શયનખંડમાં કરેલી ગોષ્ઠિ પરથી સિદ્ધ થયું. બીજે દિવસે સવારે પિતાજીએ તેઓને રાજસભામાં પધારવા નિમંત્ર્યા. એ પાંચ ભાઈઓ હતા. તેઓ પોતાનાં ખરાં નામ જણાવતા નહોતા. પાંચે ય જણ મારી સામે અનિમિષ નજરે તાકી રહ્યા. આખરે એવામાં જયેષ્ઠ બંધુએ પિતાજી પાસે પ્રસ્તાવ મૂક્યો. અમારા કુલાચાર અનુસાર ક્રમશઃ અમે સર્વ રાજકન્યા સાથે વિવાહ કરીશું. આ સાંભળી અમને સર્વને ભારે આશ્ચર્ય થયું. આ તે કેવો ગુલાચાર ! પરંતુ તેઓનો પ્રસ્તાવ સ્વીકાર્યા સિવાય કોઈ અન્ય માર્ગ નહોતો. મારી ઇચ્છા-અનિચ્છાનો પ્રશ્ન જ નહોતો. વિવાહ-વિધિમાં હું ક્રમશઃ પાંચેય વૃંદુઓની પત્ની બની ! હવે તેઓએ પોતાનાં ખરાં નામ પ્રકટ કર્યાં : એ હતા પાંચ પાંડવો. એમાં મત્સ્ય વેધ કરનાર હતો ગાંડીવધારી અર્જુન. એવા વીરને હું પહેલેથી ઝંખતી હતી ને એ જ મારો મનમાન્યો પતિ બન્યો. એમા હું કૃતકૃત્ય થઈ. પરંતુ એની પત્ની, પ્રેયસ્ત, પ્રિયતમા બનવા છતાં મારે એ પાંચેય બંધુઓની પત્ની બનવું પડ્યું એનો વસવસો મને જિંદગીભર ચાલતો રહ્યો. સમય જતાં મારે તેઓ સાથે પત્ની તરીકેનો સહવાસ વારાફરતીકરવા માટે ૭૨-૭૨ દિવસનું સમયપત્રક અપનાવવું પડ્યું. મેં એ દરેકને એમને પુત્ર આપ્યો. જીવનની સંધ્યાવસ્થાએ એક ગોઝારી રાત્રે દ્રોણ પુત્ર અશ્વત્થામાએ પાંચ પાંડવોની હત્યા કરવાના ઇરાદાથી રાતના અંધકારમાં સરત ચૂકથી મારા એ પાંચેય પુત્રોની કારવી હત્યા કરી દીધી. ભારત યુદ્ધમાં અંતે પાંડવોનો વિજય થયો, પરંતુ હું પુત્ર વિહોણી બની ગઈ. કેટલાંક વર્ષ રાજસત્તા ભોગવી આખરે અમે હિમાલયમાં પ્રયાણ કર્યું ને ત્યાં અમે સહુએ વારાફરતી પોતાનો જીવનલીલા સમટી લીધી. આ છે મારા સ્વયંવરની ફલ-શ્રુતિ. આમ મારો કહેવાતો સ્વયંવર ખરેખર સ્વયંવર નહોતો. જન્મપુત્રી સીતાનો સ્વયંવર પણ ખરો સ્વયંવર નહોતો. દશરત-પુત્ર રામના પિતામહ અજને રાજકન્યા ઇન્દ્રમતી વરી તે ખરો સ્વયંવર હતો. એવો સ્વયંવર મારા ભાગ્યમાં લખાયો હોત તો કેવું સારું ! પથિક♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ D ૨૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52