Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હરસોલની ચામુંડામાતૃકાની પ્રતિમા મુનીન્દ્ર વેણીશંકર જોશી* માતૃકાઓના માતૃદેવી અને બ્રાહ્મી વગેરે સપ્ત માતૃકાઓ એવા બે ભેદ જોવા મળે છે. માતૃદેવીનું સ્વતંત્ર વર્ણન પુરાણો કે મૂર્તિશાસ્ત્રોમાં મળતું નથી. આમ છતાં વેદમંથી ઉષા, અદિતી, સરસ્વતી ઇત્યાદિને માતૃ તરીકે સંબોધેલ છે.' જ્યારે કે પુરાણો અને મૂર્તિશાસ્ત્રોમાં સપ્તમાતૃકાઓના વર્ણન મળે છે. જેમાં બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઐન્દ્રીને દેવતાઓ સાથે સાંકળવામાં આવેલ છે. જ્યારે ચામુંડા એ સ્વતંત્ર દેવી છે. માર્કંડેય પુરાણમાં મળતાં વર્ણનો મુજબ ચંડ અને મુંડ નામના દૈત્યોએ જ્યારે સૈન્ય સાથે સિંહારૂઢ અંબિકા દેવી ઉ૫૨ આક્રમણ કર્યું ત્યારે ક્રોધિતદેવીના મુખમાંથી કાલી પ્રગટ થઈ. જેના હાથોમાં તલવાર, પાશ, ખટવાંગ આયુધો તથા નરમાલાનું આભૂષણ ધારણ કરેલું હતું. ચિત્તાની ચામડીનું વસ્ત્ર ધારણ કરેલું હતું. માંસ સુકાઈ ગયેલ હોઈ ભયંકર લાગતી હતી. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. આ દેવીએ ચંડ અને મુંડ નામના દૈત્યોને હણી તેમના છેદાયેલા મસ્તક દેવીને અર્પણ કરતાં તે ચામુંડા તરીકે ઓળખાઈ. વધુમં આ જ પુરાણમાં દેવોની શક્તિઓ રૂપે સપ્તમાતૃકાઓના વર્ણન સાથે શિવદૂતી અને નારસિંહી મળી કુલઃ નવ માતૃકાઓનો ઉલ્લેખ મળે છે. વામકેશ્વરતંત્ર તથા મંત્રત મહોદધમં અષ્ટ માતૃકાની નોંધ મળે છે." આમ છતાં ગુજરાતમાં સ્વતંત્ર સ્વરૂપે કે પટ્ટ સ્વરૂપે વીરભદ્ર અને ગણેશ સહિત સપ્તમાતૃકાઆની પ્રતિમાઓ મળે છે. અત્રે ચર્ચિત ચામુંડા માતૃકાની પ્રતિમા હરસોલ તાઃ- પ્રાંતિજ જિલ્લો :- સાબરકાંઠાના રામેશ્વર મહાદેવની દીવાલમાં જડી દીધેલ જોવા મળેલ. પ્રતિમા સીમેન્ટના પ્લાસ્ટર દ્વાર બનાવેલ નવા હાથ તથા ચૂનો લગાવેલ હોઈ વિકૃત થઈ ગયેલ છે. આમ છતાં મહદંશે પ્રતિમા મૂળ સ્વરૂપમાં હોઈ તેની કલાશૈલીને કારણે તથા ગાની પ્રાચીનતાને કારણે પણ નોંધ પાત્ર છે. તેથી હરસોલ વિશે પણ ઉલ્લેખ અસથાને નહીં ગણાય. E ઢ આજનું હરસોલ પ્રાચીન કાળમાં હર્ષપુર વિષયનું વડુમથક હતું. વિષય એ મૈત્રકાલમાં હાલના જિલ્લા જેવો મોટો વહીવટી વિભાગ હતો. અને હર્ષપુર વિષયમાં ૭૫૦ ગામોનો સમાવેશ થતો હતો.” મૈત્રક અનુમૈત્રકકાલ દરમ્યાન દસપુર (મંદસોર) કે ઉજ્જૈનથી ભરૂચના મુખ્યમાર્ગ પર ડુંગરપુર, ભીલોડા, શામળાજી, હર્ષપુર (હરસોલ), કર્પટવાણી જય (કપડવંજ), કઠલાલ અને નડીયાદ વગેરે મોટાં મથકો હતાં. આ સમયના મળતાં અભિલેખિક પુરાવાઓ પરથી રાષ્ટ્રકૂટ રાજવી કક્કરાજ (આશરે ઈ.સ. ૭૫૭ થી ૭૮૮)નું આધિપત્ય હર્ષપુર વિષય પર પ્રવર્તતુ હતું. આ ઉપરાંત ઈ.સ. ૯૧૦માં હર્ષપુર પ્રદેશમાં બ્રહ્મવકકુલના મહાસામંત પ્રચંડની સત્તા પ્રવર્તતી હોવાના ઉલ્લેખો પણ મળે છે.॰ આમ હરસોલ પ્રાચીનકાળમાં રાજકીય સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વનું કેન્દ્ર હતું. અત્રે ચર્ચિત પ્રતિમા પારેવા પથ્થરમાંથી કંડારેલ છે. આગળ જણાવ્યા મુજબ ખાસ કરીને હાથ વગેરે પાછળના સમયમાં સીમેન્ડ વડે નવા બનાવેલ હોઈ તથા ચૂનો લગાવેલ હોઈ વિકૃત થયેલ છે. આમ છતાં જોવા મળતાં ભાગ પરથી પ્રતિમા તેની કલાશૈલીને કારણે નોંધપાત્ર તો છે જ. દેવીના મસ્તક પર ઉત્તુંગ ધમ્મિલ પ્રકારનો જટા મુકુટ છે. જેના અલંકરણમાં માનવ ખોપરીઓની માળા ઉપરાંત મધ્યભાગે મોટાકંદનું માનવખોપરીનું અંકન કરેલ જણાય છે. જટા મુકુટનું લટોન બન્ને છેડા પર અથવૃત્તઘાટ આપી. આકર્ષક બનાવેલ છે. જટાભારની આ પ્રકારની ગૂંથણી ગૂજરાત પ્રકૃ સોલંકીકાલીન પ્રતિમાઓમાં * અધિક્ષક, પશ્ચિમવર્તુળ, પુરાતત્ત્વ ખાતું, ગુ.રા. જ્યુબીલીબાગ, રાજકોટ પથિક ♦ ત્રૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ T ૨૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52