Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર હ્યુ-એન-ત્સાંગ વલભીની આ સમયે મુલાકાત લીધી હતી. તેના વર્ણન પ્રમાણે, “રાજા ધ્રુવસેન હર્ષનો જમાઈ હતો. તેણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. વલભીપુર ધનાઢ્ય શહેર હતું. આ શહેરમાં ૧૦૦ ઉપરાંત કુટુંબો કરોડાધિપતિ હતા. વલભી વિદ્યાપીઠ નાલંદા જેવી પ્રખ્યાત હતી.” આમ, આ વંશમાં કુલ ૨૦ રાજાઓ થઈ ગયા. તેઓ પોતાને પરમ માહેશ્વર' તરીકે ઓળખાવે છે. આથી તેઓ શૈવધર્મી હશે. સૂર્યપૂજા પણ ખૂબ જ પ્રચલિત હતી.જૈન અને બૌદ્ધ ધર્મનો ફેલાવો પણ થયો હશે એમ તળાજા, ગિરનાર વગેરેની બૌદ્ધકાલીન ગુફાઓ પરથી સાબિત થાય છે. સોમનાથનું પ્રાચીન મંદિર આ યુગનું હોય તે શક્ય છે. કદવાર, વિસાવાડા, ગોપ, કલસાર અને સુત્રાપાડાના મંદિરો આ યુગના છે. આ યુગનું શિલ્પ-સ્થાપત્ય વિશિષ્ટ પ્રકારનું છે. આ રાજાઓમાં કેટલાક ખુબ પરાક્રમી હતા. જેમાં દ્રોણસિંહથી ધરસેન રજા સુધીના રાજાઓ મહારાજનું બિરૂ વાપરતા, જયારે શિલાદિત્ય ૧લાથી ધ્રુવસેન બીજા સુધીના રાજાઓની આગળ કોઈ બિરૂદ લાગેલ નથી. ધરસેને પરમ ભટ્ટાર્ક, મહારાજાધિરાજ અને પરમેશ્વરનું તથા ચક્રવર્તીનું બિરૂદ ધારણ કર્યું. મૈત્રક રાજાઓનો અંત શીલાદિત્ય ૭માનાં સમયમાં આવ્યો. વલભીના નાશ માટે જૈન પ્રબંધો તથા અલબેરૂની આરબની ચડાઈને મુખ્ય ગણાવે છે. 300 વર્ષ સુધી રાજય કરનાર મૈત્રકોની સત્તા તથા સમૃદ્ધિ ઉત્તરોત્તર વિસ્તાર પામી, રાજધાની વલભીની જાહોજલાલી પણ વધતી ગઈ. આમ, મૈત્રક રાજ્યની સામ્રાજય સીમાઓ સમસ્ત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમી માળવા પર પ્રવર્તમાન હતી. મૈત્રકકાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં નાના-મોટા અનેક રાજયો થયા. જેમાં શૈકૂટક વંશનો અમલ ઈ.સ. ૪૫૫ થી ૪૯૫ સુધી દક્ષિણ ગુજરાતમાં રહ્યો હતો. જેમાં દહસેન અને વ્યાદ્રાસન નામના બે રાજા ઓ થઈ ગયા. ભૂમિદાનમાં દીધેલાં સ્થળ તાપીની દક્ષિણે તથા ઉત્તરે આવેલા છે. આમ, તેઓની સરહદ પશ્ચિમમાં ખંભાતના અખાત સુધી અને પૂર્વમાં રેવાકાંઠા એજન્સીના પ્રદેશ સુધી વિસ્તરેલી હતી. નૈફૂટક રાજ્યના પ્રદેશો પર કલચુરિ નામે રાજવંશની સત્તા જામી. એની રાજધાની માહિજાતી હતી, જે નર્મદાને તીરે આવેલ હતી. સૌરાષ્ટ્રમાં ત્યારે અલગ રાજસત્તાઓ પ્રવર્તતી હતી. સૌરાષ્ટ્રમાં મૈત્રકકાલના અંતભાગથી ધૂમલીનો સૈઘવવંશ રાજસત્તા ધરાવતો હતો. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાલુક્ય કુલનું રાજ્ય પ્રવર્તતું હતું. આમાંના છેલ્લા બે રાજવંશો પર કનોજના પ્રતિહાર વંશનું આધિપત્ય હતું. મૈત્રકકાળ દરમ્યાન ‘ભીલ્લમાલ'ની આસપાસનો પ્રદેશ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો. ગુર્જર પ્રતિહાર વંશે આ કાલ દરમ્યાન કનોજમાં રાજધાની રાખી પશ્ચિમ ભારતમાં પોતાની વિશાળ સત્તા જમાવી, ત્યારે સૌરાષ્ટ્રના રાજય પર એનું આધિપત્ય પ્રવર્તે. ઉત્તર ગુજરાતમાં પ્રતિહારોના શાસનનો થોડા સમયમાં અંત આવ્યો, ને ત્યાં ચાવડા વંશનું રાજય પ્રવત્યું. આ રાજવંશ વિ.સં. ૮૦૨ થી ૯૯૮ (ઈ.સ. ૭૫૬ થી ૯૪૨) સુધી થયો હોવાની અનુકૃતિ મળે છે. જેમાં એ “ચાપોત્કટ'ના વંશ તરીકે ઓળખાય છે. આ વંશના રાજા જયશિખરીને ભૂવડે મારીને કલ્યાણીના ચૌલુક્યની સત્તા સ્થાપી હતી. આ સત્તા અલ્પજીવી નીકળી, જયશિખરીના પુત્ર વનરાજે તેના મામા સુરપાળ, ચાપોવાણિયો, સાધુ શિલગુણ સૂરિ તથા ભીલોની મદદથી ઈ.સ. ૭૪૬માં ચાવડા વંશની ફરી સ્થાપના કરી. એક અનુશ્રુતિ અનુસાર વનરાજના વંશમાં યોગરાજ, રત્નાદિત્ય, વૈરિસિહ, ક્ષેમરાજ, ચામુંડરાજ, આહડ અને ભૂવડ નામે બીજા સાત રાજાઓ થયા, જ્યારે બીજી અનુશ્રુતિ પ્રમાણે યોગરાજ, ક્ષેમરાજ, ભૂયડરાજ, વૈરિસિહ, રત્નાદિત્ય અને સમાંતસિહ નામે બીજા છ રાજા થયા. ને આ રાજવંશે એકંદરે ૧૯૬ વર્ષ સત્તા ભોગવી. રાષ્ટ્રકૂટ પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦OF n ૧૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52