Book Title: Pathik 2006 Vol 46 Ank 01 02 03 Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને લાટ એવા ત્રણ વિભાગ ઉપરાંત ‘અપરાંત' નામ પણ કેટલાક ભૌગોલિક ભાગ માટે પ્રચલિત હતું. આનર્ત : ‘આનર્ત' ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ મળીને થતો પ્રદેશ. જેની રાજધાની પ્રાચીન કુશસ્થલી અથવા દ્વારકા હતી. મહાભારત, ભાગવત, વાયુ અને મત્સ્ય પુરાણમાં કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે ચૂત વખતે હું આનર્તમાં હતો નહીં, નહી તો તમને વારત.3 સુભદ્રાહરણ પ્રસંગમાં ત્યાંના લડવૈયાઓને કરાયેલા સંબોધનમાં આનર્તનો ઉલ્લેખ છે. સુભદ્રાને લઈને હસ્તિનાપુર જતાં, “અર્જુન ગિરનાર અને અર્બદ વચ્ચે 'આર્તરાષ્ટ્ર' વટાવે છે, જેમાં આનર્ત વાવો અને કમળો ભરેલા તળાવવાળો પ્રદેશ છે” એવું વર્ણન મળે છે. આનર્તનું નામ મનુના પુત્ર શર્યાતિના પુત્ર આનર્તનો દેશ તે આનર્ત એ રીતે પૌરાણિકોએ ઘટાવ્યું છે. જયારે ડૉ. આનંદશંકર ધ્રુવના મતે, “અમૃત” ઉપરથી આનર્ત શબ્દ થયો છે, અને ઋત કહેતાં બ્રાહ્મણોનો યજ્ઞધર્મ તેને ન પાળનાર દસ્યુઓ-અનાર્યો-જયાં વસે છે તે આનર્ત" પુરાણના એક ઉલ્લેખ મુજબ પુણ્યજન નામના રાક્ષસોએ આનર્તની રાજધાની કુશસ્થલીનો નાશ કર્યો અને ત્યારબાદ યાદવોએ દ્વારિકા વસાવી અને રાજ્ય શરૂ કર્યું. આમ, કેટલાક પુરાણો ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રનો આનર્તમાં સમાવેશ કરે છે. ડૉ. આનંદશંકર ધ્રુવના બૉમ્બે ગેઝેટિયરના મત અનુસાર “આપણો ગુજરાત પ્રાંત, આનર્ત, સૌરાષ્ટ્ર અને લાટ એ ત્રણ પ્રદેશ મળીને થયેલો.' એમ કહી આનર્તની સરહદ આપે છે. એ ઉત્તરે આબુ, પશ્ચિમે કાઠિયાવાડ, પૂર્વે માળવા અને દક્ષિણે મહી અને ખંભાત અને લગભગ નર્મદાના કાંઠા સુધી પહોંચે છે. એના મુખ્ય પ્રાચીન નગરો : વડનગર, ચાંપાનેર, અણહિલવાડ પાટણ, કર્ણાવતી (હાલનું અમદાવાદ) અને ખંભાત. પુરાણોમાં સૌરાષ્ટ્રનો ઉલ્લેખ આ મુજબ મળે છે સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્ર દેશ, અપરાંત વિભાગમાંના દેશોમાંનો એક પાણિનીય શિક્ષા તથા કૌટિલ્યના અર્થશાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે. તે ઉપરાંત રુદ્રદામન અને સ્કન્દગુપ્તના ગિરનારના શિલાલેખોમાં પણ તેનો ઉલ્લેખ છે. બોમ્બે ગેઝેટિયર સુ લોકોના દેશ તેનું સંસ્કૃતીકરણ, સુંદર દેશ-સૌરાષ્ટ્ર એવું જણાવે છે. નાસિકની ત્રીજી ગુફામાંના ઈ.સ. પૂ. ૨૫ ના શિલાલેખમાં ‘સુરઠ' નામ મળે છે. તે ઉપરથી તેનું સંસ્કૃતીકરણ ‘સૌરાષ્ટ્ર' વધારે સંભવિત છે. હ્યુ-એન-ત્સાંગ વલભી અને સૌરાષ્ટ્ર એ બે જુદા જુદા રાજ્યો હતા એમ નોંધે છે. કે પી. જયસ્વાલના મત પ્રમાણે “આ પ્રદેશોના આભીરો અશોકના રાષ્ટિકો અને મહાભારતન યાદવોને ખૂબ મળતા હતા. એટલે તેઓના વસવાટ બાદ આ પ્રદેશ સૌરાષ્ટ્રના નામથી ઓળખાવા લાગ્યો. ડો. ભાંડારકર ‘રદ્ર' જાતિને “સુ” પ્રત્યય લગાડવાથી ‘સૌરાષ્ટ્ર' કે “સુરદ્ર’ થયું એમ માને છે. - સૌરાષ્ટ્રનો પ્રાચીન પરદેશી ઉલ્લેખ બ્રેબોનો છે. (ઈ.સ. પૂ. પ૦) Saraastus પ્લીની (ઈ.સ ૭૦) Oratural' આપે છે. ટોલેમી૧૨ અને પેરિપ્લસ Syrastrene આપે છે. હ્યુ-એન-વાંગ ૧* (ઈ.સ. દOO Su-lacha (-ta) આપે છે. જેમાં કનિંગહામ" “સુરાઠ' નામ આપે છે. આમ, સૌરાષ્ટ્રની સરહદો જુદા જુદા સમયમાં જુદી જુદી છે. કોઈવાર સિંધુના મુખથી શરૂ કરી આજનો આખો કાઠિયાવાડ, તો કોઈકવાર તેનો એક દેશ સૌરાષ્ટ્ર ગણાયેલ છે. એકંદરે આજના સોરઠ પ્રાંત કરતા આજના આખા કાઠિયાવાડ માટે સૌરાષ્ટ્ર નામ પ્રયુક્ત થયુ હોવાનું મનાય એ ઠીક છે. પથિક • સૈમાસિક – જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૬ ] ૫ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52