Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09 Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt Publisher: Mansingji Barad Smarak Trust View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતમાં પારસીઓની ધાર્મિક ઇમારતો અને શિલાલેખો વેદકાળમાં હિંદુ ધર્મની જેમ જરથોસ્તી ધર્મમાં પણ અગ્નિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જરથોસ્તી લોકો સૂર્યને-ખોરદાદને તેમજ અગ્નિને પ્રકાશમય પરમાત્માનું પ્રતીક માને છે. ‘પ્રકાશ પ્રજ્વલિત રાખો' એ જરથોસ્તી ધર્મનું મહત્ત્વનું સૂત્ર છે. અષોઈ-પવિત્રતા એ એક શબ્દમાં જરથોસ્તી ધર્મનો સર્વસાર સમાઈ જાય છે, અનુ-મૈત્રકકાલ (ઈ.સ. ૭૮૮-૯૨૨) દરમ્યાન સંજાણમાં સ્થિર થયેલા જરથોસ્તીઓએ સમય જતાં ગુજરાતમાં અન્ય સ્થળોએ વસવાટ કર્યો. દસ્તૂરોએ સંજાણમાં આતશ બહેરામની સ્થાપના કરી હતી, ત્રણસો વર્ષ પછી ત્યાંથી કેટલાક જરથોસ્તીઓ દેશનાં બીજા શહેરોમાં જઈ વસ્યા. એમાં નવસારી, વાંકાનેર, ભરૂચ, વરિયાવ, અંકલેશ્વર અને ખંભાત વગેરે સ્થળો ગણાવી શકાય. આ સમગ્ર સ્થળાંતર અને વસવાટની પ્રક્રિયા ૧૦મી સદીથી લઈ ૧૪મી સદી દરમ્યાન થયેલી જણાય છે. ડૉ. ભારતી શેલત* ડૉ. આર. ટી. સાવલિયા+ મુઘલકાલ (ઈ.સ. ૧૫૭૩)માં સુરતમાં નવસારીના પ્રથમ દસ્તૂર મહેરજી રાણાએ અકબર સાથે મુલાકાત કરી હતી. સંજાણથી આવેલા મોબેદો અને નવસારીમાં વસતા અસલ મોબેદો વચ્ચે ઈ.સ. ૧૫૧૬ થી આવકની વહેંચણીના ભાગ અંગે વિખવાદ શરૂ થયો હતો. છેવટે સંજાણા મોબેદો આતશ બહેરામને નવસારીથી ઈ.સ. ૧૭૪૧માં વલસાડ લઈ ગયા. પરંતુ રાજકીય ઉથલપાથલને કારણે ત્યાંથી સંજાણા મોબેદો નદી ઓળંગીને ઈ.સ. ૧૭૪૨ ના ઑકટોબર માસની ૨૮મી તારીખે આ પવિત્ર આતશને ઉદવાડા લઈ ગયા, ઇરાનથી લાવેલા પવિત્ર આતશને લગભગ ૨૫૦ વર્ષથી પારસીઓએ ઉદવાડામાં જતનપૂર્વક આદરથી જાળવી રાખેલ છે. ઉદવાડા પારસીઓ માટે સૌથી અગત્યનું તીર્થધામ બન્યું છે. મુઘલકાલમાં પારસીઓ નવસારી, વલસાડ, સુરત, ઉમરગામ, ભરૂચ, અંકલેશ્વર, ખંભાત, સોનગઢ, નવાપરા, વ્યારા, વસઈ, અમદાવાદ, મુંબઈ, થાણા, પુણે વગેરે સ્થળોએ વસતા હતા અને પોતાનો ધર્મ પાળતા હતા. ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં અંગ્રેજો અને પારસીઓ વચ્ચે ઘનિષ્ઠ વેપારી સંબંધ બંધાયા હતા. આ સમયમાં મુંબઈ અને થાણામાં અનેક દાખમાં, દેવળો અને ધર્મશાળાઓ બંધાવવામાં આવ્યાં. બહુ લાંબા સમયથી જરથોસ્તીઓએ ગુજરાતમાં આવીને વસવાટ કર્યો હોવાથી એમના ધાર્મિક ઉત્સવો રીત-રિવાજો અને રહેણીકરણી ઉપર ગુજરાતના સંસ્કારોની છાયા જોવા મળે છે. * નિયામક, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૯ + અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ-૯ બ્રિટિશકાલ દરમ્યાન ભારત અને ગુજરાતમાં ધણા સ્થળોએ અગિયારીઓ-ધાર્મિક ઇમારતો બાંધવામાં આવી હતી. સુરતમાં બે અગિયારી (આતશ બહેરામ) ૧૮૨૩ માં બંધાઈ. ખંભાતમાં ઈ.સ. ૧૮૪૪ માં એક અગિયારી બંધાઈ હતી. અમદાવાદમાં ખમાસા ચોકી પાસેના બુખારા મહોલ્લામાં ૧૮૪૬ માં એક દાદગાહ બંધાઈ. જે ઈ.સ. ૧૮૮૪ માં આદરિયાનમાં વિકાસ પામી. આ ઉપરાંત અમદાવાદમાં પારસી ધર્મશાળાઓ પણ બંધાઈ હતી, જેમાંની જૂની ધર્મશાળા ઈ.સ. ૧૮૬૬ માં બંધાઈને તેનું નવીનીકરણ ૧૮૯૨ માં કરવામાં આવ્યું. પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ m ૪ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60