Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરાયો. તેની પત્ની ગર્ભવતી હતી. પુત્ર પ્રાપ્તિની આશાએ તેના ભાઈ સાથે તે જંગલમાં ચાલી ગઈ હતી. પાછળથી દેવીને પુત્ર જન્મ્યો. વનમાં જન્મેલો એટલે તેનું નામ “વનરાજી રાખવામાં આવ્યું. પંચાસરથી સાત માઈલ ઉપર માંડલ આવેલું છે. માંડલની બાજુમાં અંધારિયું વન હતું. આજે પણ આ વિભાગ અંધારિયા વન તરીકે જાણીતો છે. જુનેદના આક્રમણ પછી ભૂવડ રાજાને હરાવીને વનરાજ ચાવડાએ ઈ.સ. ૭૪૬માં અણહિલપુર (પાટણ)ની સ્થાપના કરી. ત્યાં પોતાની ગાદી સ્થાપી પરંતુ માંડલ તેના નાકા પરનું અગત્યનું શહેર હોવાથી તેણે માંડલમાં પાકો કિલ્લો બંધાવ્યો હતો, જેને કારણે માંડલ મહમંદ ગઝનીથી માંડીને મહમદ બેગડા સુધી થયેલાં આક્રમણો સામે આ શહેર ટકી શક્યું હતું. વનરાજ ચાવડાના વંશમાં થયેલા છેલ્લા રાજવી સામંતસિંહને મારીને એના ભાણેજ મૂળરાજ સોલંકીએ રાજસત્તા કબજે કરીને સોલંકી વંશની સ્થાપના કરી હતી' (ઈ.સ. ૯૪૨) પરંતુ મામાને મારવાને કારણે એના દિલમાં પશ્ચાત્તાપ થયો હતો. એથી પાપના પ્રાયશ્ચિત્ત રૂપે એણે ઉત્તર ભારતના બ્રાહ્મણોને બોલાવી ૧૦૧ ગામ દાનમાં આપ્યાં હતાં, જેમાંની એક ટોળીને ઈ.સ. ૯૬૮ (વિ.સ. ૧૦૨૪)ના કારતક સુદિ ૧૫ ને ગુરુવારે કૃતિકા નક્ષત્રમાં માંડલ ગામ દાનમાં આપ્યું હતું. એ બ્રાહ્મણોના વશંજોની બે શાખા માંડલિયા વ્યાસ અને માંડલિયા રાવળ હજુ પણ ગામમાં વસે છે. તેમની કુળદેવી ચામુંડા માતાનું મંદિર ખંભલાય સરોવરની મધ્યમાં હતું અને ત્યાં પહોંચવા માટે પથ્થરનો પાકો રસ્તો બાંધેલો હતો. ત્યાંથી (ખંભલાય સરોવરથી) માતાના આદેશ મુજબ એમને ખભા પર બેસાડીને ગામમાં લાવી હાલમાં મંદિરમાં પધરાવવામાં આવેલાં છે, જે કારણે એ માતાજી ખંભલાય નામ પામ્યાં છે.' - આ ઉપરાંત મૂળરાજ સોલંકીએ માંડલમાં પોતાના નામ ઉપરથી મૂળેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર બંધાવ્યું હતું, જેનાં દર્શન માટે મૂળરાજ અવારનવાર આવ્યા કરતા. તેથી આ મંદિરમાં પાશુપત આચાર્યોને પૂજા-અર્ચના માટે ખાસ રોકવામાં આવ્યા હતા. તદુપરાંત શાસ્ત્રાગાર અને અન્ય ધર્મસ્થાનો હતાં, જેમાં તપસ્વીઓ રહેતા. વળી મંદિરની સામે જ મઠપતિને રહેવાનો વિશાળ મઠ પણ બાંધવામાં આવ્યો હતો. મૂળેશ્વર મહાદેવનું મહત્ત્વ સોમનાથ જેટલું હતું. આમ મૂળરાજે માંડલમાં આવું ભવ્ય દેવાલય બંધાવ્યું તે પરથી સાબિત થાય છે કે માંડલ એ સમયે સમૃદ્ધ શહેર હશે. ઈ.સ. ૧૩૩૭ (વિ.સં. ૧૩૯૩)માં શ્રી કર્કસૂરિએ નાભિનંદનોદ્ધારમાં ગુજરાતનાં તીર્થધામોમાં માંડલને મુખ્ય ગયું છે. એ મંદિર તો હાલ નષ્ટ થયું છે પણ યોગી મઠ ટકી રહ્યો છે, જેથી એ યોગી મઠ વિષે જાણવા મળે છે કે “સોલંકી રાજા ભીમદેવ બીજાએ માંડલના મૂળેશ્વર મહાદેવના મઠાધિપતિ “વેદ ગર્ભ રાશિ ને કેટલાંક ગામો દાનમાં આપ્યાં છે. ઈ.સ. ૧૨૩૨ (વિ.સં. ૧૨૮૮)માં ભોજુઆ (ભોજવા) અને ઈ.સ. ૧૨૪૦ (વિ.સં. ૧૨૯૬)માં રાજ સિયાણી (રખીઆણા) દાનમાં આપ્યાં હતાં. રાજ સિયાણીવાળા દાનપત્રમાં ઠેઠવસણા (ઢેઢાસણા) રીવડી (રીબડી) દાલાઉંડુ (દામોદ-દાલોદ) અને લઘુઉભડ (નાના ઉભડા) વગેરે નામોનો ચતુઃસીમા બતાવતો ઉલ્લેખ થયો છે જે ગામો આજે પણ સારી હાલતમાં છે. વળી આ મઠ પણ આજ સુધી ટકી રહ્યો છે. પણ હાલમાં તે મસ્જિદમાં ફેરવાઈ ગયો છે. આ મઠ હાલમાં જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાય છે. આ મઠની બાંધણી જોતાં તે પ્રાચીન ગણાય છે. ફક્ત મિબર અને પ્રવેશનો દરવાજો નવો બનાવવામાં આવ્યો છે. એ મસ્જિદમાં એક પત્થર પર “યોગીમઠ' એવા શબ્દો આજે પણ સ્પષ્ટપણે વાંચી શકાય છે. તેમજ થાંભલાઓ પર મગરધ જોગી ૭૦૦ તથા દાહહઠ ૧૦૦ જેવા શબ્દો છે. દાહહઠનો અર્થ અગ્નિ તાપનાર થાય છે. મગરજનો અર્થ કામદેવ પર વિજય મેળવનાર થાય છે. કામદેવનું બીજું નામ મકરધ્વજ એનું પ્રાકૃત સ્વરૂપ મગરધજ. આમ કામદેવને જીતનાર ૭00 યોગીઓ તથા પંચાગ્નિ તપ કરનાર ૧૦૦ યોગીઓનો આ મઠ હશે." સોમનાથ મંદિરમાં પ૬ થાંભલા હતા જ્યારે આ યોગીમઠમાં ૮૦ ઉપર આજે પણ છે. મુસ્લિમ તવારીખકાર ઇબ્રા અભીર કામિલુ-ટૂતવારીખમાં જણાવે છે કે “માંડલની સમૃદ્ધિ તથા મૂળેશ્વર મહાદેવની ભવ્યતા સાંભળી બ્રાહ્મણો તથા મંદિરનો પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60