Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસાવી સ્થિર થવાનો પ્રયત્ન કરેલો તેમજ સિંધુ સંસ્કૃતિવાળી પ્રજા જે વહાણવટામાં તથા લેવડદેવડમાં હોશિયાર હતી, તેણે વ્યાપાર તથા વ્યવહાર માટે ખંભાત-ભરૂચ જેવાં બંદરો કદાચ ઊભાં કર્યા હશે; એમ છતાં બુદ્ધમહાવીરના યુગ સધી આર્યોની અહીં ખાસ વસ્તી વધી ન હોતી. ત્યાં સુધી અનાર્ય ભીલ જેવી મૂળ પ્રજા જંગલોમાં-પહાડોમાં ભટક્યા કરતી. એથી ત્યાં સુધી ખાસ નગરો નિર્માણ થયાં નહોતાં. કદાચ આવાં જ કારણે જેને શાસ્ત્રોમાં ગણાવેલા સાડી પચીસ આર્યદેશોમાં ગુજરાત આનર્તનું નામ નહીં હોય. અશોક રુદ્રદામાના ગિરનાર પરના લેખો પરથી જાણી શકાય છે કે બુદ્ધ-મહાવીર પછી જ આર્યોની સંખ્યા અહીં વધવા લાગી હશે. તેથી એમણે એવાં વસ્તીસ્થાનો ઊભાં કર્યાં હશે. આવાં વસ્તીસ્થાનોમાં જે ઋષિની સરદારી નીચે આવેલા આર્યોની ટોળી અહીં સ્થિર થઈ એણે પોતાના નેતા ઋષિ અણિમાંડવ્યના નામે માંડવ્યપુર (માંડલ) ઊભું કર્યું હશે અને એ ઋષિની તપોભૂમિ તરીકે પાછળથી એ યાત્રાધામ બન્યું હશે. માંડલ વિષેની સૌથી આધારભૂત માહિતી માંડલ વિષેની પ્રાચીનતાનો ઉલ્લેખ બ્રાહ્મણોત્પત્તિ માર્તડ નામના પુરાણમાં “ધર્મારણ્ય' નામના પ્રકરણમાં મળે છે. એ પ્રકરણ અનુસાર શ્રી રામચંદ્રજી ભગવાન અહીં આવ્યા હતા અને મહર્ષિ વશિષ્ઠ સાથે રમણીય વાવેશ્વર તીર્થમાં ‘શ્રી માંડવ્યેશ” મહાદેવનું પૂજન કર્યું હતું. વાવેશ્વર તીર્થમાં આજે પણ માંડવ્યેશ મહાદેવનું મંદિર આવેલું છે. વૈદિક સાહિત્યમાં પ્રસિદ્ધ મહર્ષિ “અણિમાંડવ્યનો અહીંયાં આશ્રમ હતો. સંભવ છે કે એમના નામ પરથી જ ગામનું નામ માંડલ પડ્યું હશે. ચોથા સૈકામાં લખાયેલા પદ્મપુરાણના “પાતાલ ખંડમાં આવેલા “ધર્મારણ્ય માહાભ્ય” નામના પ્રકરણમાં મંડલિપુર વિષે જે નોંધ મળે છે એ માંડલ વિષેનો એક પ્રાચીનતમ ઉલ્લેખ છે. એ ઉલ્લેખને આધારે હાલના ઝિંઝુવાડા, પાલ્લા, મોઢેરા તથા માંડલ વગેરે સ્થાનોને સમાવતો પ્રદેશ “ધર્મારણ્ય પ્રદેશ” ગણાતો. કુરુક્ષેત્રની આજુબાજુ આવેલા “બ્રહ્મારણ્ય” પ્રદેશ જેટલું જ ત્યારે તેનું માહાલ્ય હતું. પાછળથી એના માહાભ્યને વધારવા અનેક કથાઓ લખાઈ છે. " અણિમાંડવ્ય વિષે ધર્મશાસ્ત્રોમાં જે કથાઓ મળે છે તે ઉપરથી માંડલ પાંડવ યુગ પહેલાંનું હોવું જોઈએ પણ એટલે બધે દૂરનો ઇતિહાસ ન જોઈએ તો પણ અન્ય પુરાણો ઉપરથી ઓછામાં ઓછાં ૨૫૦૦ વર્ષ પહેલાંનું તો માંડલ હોવું જ જોઈએ. મૌર્ય સમ્રાટના સૂબા માંડલમાં રહેતા એવી એક નોંધ જોવા મળે છે. વળી એ સમયનાં નગરોમાં માંડલ, વડનગર, વઢવાણ જેવાં ૪૫ નગરોનો ઉલ્લેખ મળતો હોઈ કદાચ એમાં સત્ય હોઈ અશોકના પૌત્ર સંપ્રતિએ ઈ.સ. પૂર્વે ૨૪૦ ની આસપાસ સૌરાષ્ટ્ર સુધી જૈન ધર્મનો પ્રથમ પ્રચાર કર્યો હતો. ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રથમ સત્તા સ્થાપનાર તરીકે ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક તથા તેનો પૌત્ર સંપતિના નામનો ઉલ્લેખ નજરે પડે છે. આ પ્રદેશ પ્રથમ જૈન સત્તાના અધિકાર નીચે આવ્યો હોય તેમ કલ્પી શકાય. અહીં માંડલમાં જૈન વણિક કોમનાં હજાર કુટુંબ હતાં એવી નોંધ પ્રાપ્ત થાય છે. પહેલા સૈકાની આસપાસ ભિન્નમાલ વગેરે સ્થળોમાંથી આવેલા જૈન વણિકોએ માંડલને વ્યાપારનું કેન્દ્ર બનાવવામાં તેમનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. પછી ભારતમાં શક-હૂણોનાં આક્રમણોને કારણે આ પ્રદેશ નાબૂદ બન્યો હશે. ત્યાર બાદ બહુ લાંબા સમય સુધી એ ઈતિહાસની પંક્તિઓમાંથી અદેશ્ય બની ગયેલું માલુમ પડે છે. ' જાણીતા સંશોધક મૌલવી અબુઝફર નદવીએ તેમના ફારસી ગ્રંથ ‘તારીખે સિંધમાં જણાવ્યું છે કે સિંધના આરબ સૂબા જુનૈદ બિન અબ્દુર રહમાને ઈ.સ. ૭૨૯માં ગુજરાત પર કરેલ ચડાઈનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં તેની ચડાઈના માર્ગમાં ગણાવેલ શહેરોમાં પંજ, સરમદ અને “મનદલ' અગત્યનાં શહેરો હતાં. મનદલ તે જ માંડલ (મંડલી). શક-હૂણોના હુમલાઓ પછી પ્રથમવાર અને જુનૈદના આક્રમણ પછી બીજીવાર માંડલ તૂટ્યું હશે. છતાં ફરી એ એનાં ખંડેરો પર ત્રીજીવાર વસી સમૃદ્ધ થયું હતું. પંચાસરનો રાજવી જયશિખરી ભૂવડ સામેના યુદ્ધમાં પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૧૮ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60