________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાય એક પ્રતિબદ્ધ વ્યક્તિત્વ
પ્રા. મનુભાઈ બી. શાહ* કમલાદેવીનું પૂર્વજીવન :
ક.દે નો જન્મ ૧૯૦૩માં દક્ષિણમાં કર્ણાટક રાજ્યમાં આવેલા મેંગ્લોર શહેરમાં થયો હતો. તેમણે મેંગ્લોરની કેથોલિક સ્કૂલમાં શરૂઆતનું શિક્ષણ લીધું હતું. ત્યાર બાદ તેઓ સેન્ટ મેરી કોલેજમાં પ્રવેશ મેળવીને
સ્નાતક થયાં. ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં જોડાયા અને ત્યાં તેમણે પોતાની તેજસ્વિતા પુરવાર કરી.
તેમનાં લગ્ન નાની ઉંમરે થયાં હતાં. કમનસીબે તેઓ નાની ઉંમરે જ વિધવા થઈ ગયાં. તેઓ જ્ઞાતિજાતિના રૂઢિચુસ્ત માળખાનાં સખત વિરોધી હતાં અને તેમને જ્ઞાતિ સંસ્થાનાં બંધનો તરફ શરૂઆતથી જ નફરત હતી. બાળવિધવા બન્યા પછી રૂઢિચુસ્તતાને ફગાવી દેવા તેઓએ સરોજિની નાયડના ભાઈ ડૉ. હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય સાથે આંતરજ્ઞાતીય, આંતરપ્રાંતીય પુનઃલગ્ન કર્યું અને આથી તેમને જ્ઞાતિની અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો, તેમજ કેટલાક પ્રત્યાઘાતો સામે ટક્કર ઝીલવી પડી. ભારતમાં આ એક સૌ પ્રથમ મહિલા હતી કે જેણે આંતરજ્ઞાતીય, આંતરપ્રાંતીય પુનઃલગ્ન કરવાની હિંમત કરી હતી. તેમનો સમકાલીન સમય પ્રબળ રૂઢિચુસ્ત માળખામાં બંધાયેલો હતો અને રૂઢિચુસ્તતાની બેડીઓ એટલી બધી તો મજબૂત હતી કે તેની સામે ટક્કર ઝીલવાની વાત તો બાજુએ રહી, પરંતુ તેની સામે ટકવું પણ મુશ્કેલ હતું.
પુનઃલગ્ન કરવાની બાબત એ પણ ખાંડાની ધારે ચાલવા બરાબર” હતી ! અને બાળવિધવાઓથી તો પુનઃલગ્ન ન જ થાય એટલું જ નહીં પરંતુ તેણે “સતિપ્રથા”માં ફરજિયાત ભોગ બનવું જ પડે એવો એ સમય હતો. પણ ક.દે, એ સામાન્ય સુધારણા કરીને આ બંને બંધનો નીડરતાપૂર્વક તોડી નાખ્યાં, તેથી તેમને જ્ઞાતિ બહાર મૂકવામાં આવ્યાં. તે સમયે જો કોઈ જ્ઞાતિનાં રૂઢિગત બંધનો તોડે તો તેને જ્ઞાતિ-બહિષ્કારની સખત સજા થતી ! તેમજ તેની સાથે અને તેના સમગ્ર કુટુંબ સાથે ખાણીપીણી, લેવડદેવડ તથા રોટીબેટીનો વ્યવહાર કોઈ કરી શકતું નહીં. આવા સમયમાં આ પ્રકારની ટીકાનો સામનો કરવો એ ખરેખર હિંમતપૂર્વકનું કાર્ય હતું. સ્ત્રી-પ્રગતિમાં પ્રદાન :
શ્રી ક.દે એ બાળવિધવા પુનઃલગ્ન કરીને સમાજ સમક્ષ એક પ્રેરક અને અનુકરણીય દૃષ્ટાંત પૂરું પાડ્યું એટલું જ નહીં પરંતુ, સમાજ-સુધારણાના ક્ષેત્રે એક પ્રથમ અને વિરાટ પગલું ભર્યું હતું. તેઓ માત્ર પોતાનું જ પુનઃલગ્ન કરી બેસી ન રહ્યા, પરંતુ સમાજમાં જે કોઈ વિધવાઓ, નાની વયે છત્રછાયા ગુમાવતી તેમને માટે પણ, તેમનામાં જાગૃતિ આવે તેવાં પગલાઓ ભર્યા. સ્ત્રી-જાગૃતિ માટેની આ તેમની શુભ શરૂઆત હતી.
પોતાના પતિ સાથે યુરોપમાં નિવાસ દરમિયાન ક.દે.એ. નાટ્ય-પ્રવૃત્તિમાં રસ દાખવ્યો તેમજ ત્યાં ભજવાતાં નાટકો અને નાટ્યગૃહો, એટલે કે રંગભૂમિનો અભ્યાસ કર્યો. તેમણે નાટ્ય-લેખન અને અભિનય બંનેમાં પ્રવીણતા મેળવ્યા બાદ, હિંદમાં આવ્યા પછી તેમણે સૌ પ્રથમ કલાત્મક નાટકો તૈયાર કર્યા અને સહકાર્યકરોના સાથ-સહકારથી રંગમંચ ઉપર ભજવાતાં એ નાટકોમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી અને એક સારા સ્ત્રી-કલાકાર તરીકેની નામના ખ્યાતિ) મેળવી, તેમનાં નાટકોનું વિષયવસ્તુ મોટાભાગે સામાન્ય હોવાથી પ્રચલિત સામાન્ય દૂષણો અને કુરિવાજો ઉપર પ્રકાશ ફેંકવાનું, એટલે કે Toarch light તરીકેનું કામ કર્યું.
* પૂર્વ પ્રાધ્યાપક, ઇતિહાસ વિભાગ, બી.ડી.આર્ટ્સ કૉલેજ, અમદાવાદ,
પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ર૦૦૪ u ૩૬
For Private and Personal Use Only