________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં ભારતના સ્વાતંત્રતા સંગ્રામને બિરદાવી ગાંધીજીની દોરવણીમાં શ્રદ્ધા અને સહાનુભૂતિ જાહેર કરાયાં હતાં. તે પછી ભુજના નગરશેઠ સાકરચંદ પાનાચંદ(૧૮૮૬-૧૯૫૨)ના પ્રમુખપદે તથા કાંતિપ્રસાદ અંતાણી અને અન્યોની દોરવણી તળે ભુજમાં વિરાટ “કચ્છ ખેડૂત સંમેલન' (૧૯૩૧) મળ્યું, જેણે કચ્છની પ્રજાને બળ આપ્યું.
પરિષદના ચોથા ભુજ અધિવેશન(૧૯૩૪)ના પ્રમુખ શેઠ મૂળરાજ કરસનદાસ ભારતીય સંગ્રામના મુંબઈ સ્થિત લડવૈયા, મહેરઅલીના સાથીદાર અને કચ્છમાં પ્રવાસ ખેડી જનજાગૃતિના પ્રસારક હતા. સ્વરાજય પૂર્વે ઝાંઝિબાર ખેડીને કચ્છના રાજકારણમાં ઓતપ્રોત થનાર ડૉ. બિહારીલાલ નારાણજી અંતાણી (૧૮૯૨૧૯૭૧) પરિષદના પાંચમા ભચાઉ અધિવેશન(૧૯૩૭)ના કર્ણધાર બન્યા. તેઓ પ્રખર વક્તા અને સત્તાપલટા પછી રાજ્યસભાના સભ્ય હતા. આ સંમેલનમાં મુંબઈથી બિરાદર મહેરઅલી પ્રથમવાર હાજર રહી કચ્છની સ્વાતંત્ર્ય સંઘર્ષની પ્રવૃત્તિમાં સંકળાયા હતા. પ્રજાજાગૃતિનું વળાંક-બિંદુ :
કચ્છી પ્રજાકીય પરિષદના છઠ્ઠા-મુન્દ્રા અધિવેશન(૧૯૩૮)ના પ્રમુખ બનીને કેપ્ટન યુસુફ મહેરઅલી જેવી રાષ્ટ્રીય પ્રતિભાસંપન્ન વ્યક્તિ ટૂંકા ગાળા માટે કચ્છના રાજકીય સુકાની પણ બન્યા હતા. આ સંમેલનમાં જવાબદાર રાજતંત્રની માંગણી સાથે પ્રજાને સીધી લડતની તૈયારી માટે આહ્વાન અપાયું હતું. આ અધિવેશનને હરિપુરા કેંગ્રેસ અધિવેશન સાથે સરખાવવામાં આવે છે. તેમાં લાખો લોકોએ હાજરી આપી જુસ્સાનાં દર્શન કરાવ્યાં હતાં.
મુન્દ્રા અધિવેશનના આગળ જતાં બીજા વર્ષે (૧૯૩૯માં) પડઘા રૂપ અનેક બનાવો બન્યા. ૧૦મી જાન્યુઆરીની માંડવીની બેઠકમાં કચ્છના મહારાવે પ્રજાકીય ચળવળોથી દૂર રહેવા “સલાહ આપી. તો, પરિષદ પણ પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું. ૧૬મી જાન્યુ.નું મહેરઅલી-મહારાવ મિલન નિષ્ફળ રહ્યું. ૧૯મીએ કચ્છના જાણીતા વકીલોની સનદ છીનવી લેવાઈ.
પ્રજાનો જુસ્સો ટકાવવા ૨૦મીએ મહેરઅલીના નેતૃત્વમાં ભુજમાં વિરાટ “અખિલ કચ્છ કિસાન સંમેલન યોજાયું, જે કચ્છની પ્રજાજાગૃતિના કાળનો મહત્ત્વનો પ્રસંગ લેખાય છે. ૨૧મીએ કચ્છમાં ઠેરઠેર દારૂના પીઠાં સામે પિકેટિંગ શરૂ થયું. જવાબદાર રાજતંત્ર દિન’ :
૨૬મી જાન્યુઆરીને હિન્દભરમાં સ્વતંત્રતા દિન તરીકે મનાવવાનું ગાંધીજીએ આહ્વાન આપેલું. તે અનુસાર કચ્છમાં પણ તે “જવાબદાર રાંજયતંત્ર દિન” રૂપે ઊજવવાનું મુન્દ્રા અધિવેશનમાં ઠરાવાયેલું. તેમાં ભાગ લેવા મુંબઈથી આવતા સ્વયંસેવક દળનો વિદાય સમારંભ ૧૪મી જાન્યુઆરીના કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોઝ (૧૮૯૭-૧૯૪૫)ની હાજરીમાં યોજાયો હતો અને તેની સફળતા ઇચ્છતો પ્રેરક સંદેશો પણ નેતાજીએ કચ્છની પ્રજાને પાઠવ્યો હતો.
તે મુજબ ર૬મી જાન્યુઆરી, ૧૯૩૯ના પરિષદ પ્રમુખ મહેરઅલીની હાજરીમાં આ દિવસની જવાબદાર રાજતંત્ર દિવસ' રૂપે મોટા પાયે ઉજવણી થઈ. કચ્છમાં વ્યાપક સ્વરૂપનો એ પ્રથમ રાજકીય બનાવ હતો. ૨૪૨૫મી માર્ચના રાષ્ટ્રીય પ્રતિભા શ્રીમતી કમલાદેવી ચટ્ટોપાધ્યાય (૧૯૦૩-૮૮)ના પ્રમુખપદે ભુજમાં “કચ્છ મહિલા સંમેલન’ મળ્યું.
તે પછી દેશી રાજયો સામેની પ્રજાકીય ચળવળો મોકૂફ રાખવાના ગાંધીજીના આદેશના પગલે ૧લી એપ્રિલ, ૧૯૩૯થી કચ્છમાં પણ શરૂ થનારી “જવાબદાર રાજયતંત્ર' માટેની સૂચિત લડત મુલતવી રહી હતી.
પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૪૩
For Private and Personal Use Only