________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનુક્કીએ પણ પોતાની પ્રવાસનોંધમાં લખ્યું છે કે “પર્શિયામાં મુસ્લિમ શાસનની સ્થાપના થઈ. મુસ્લિમ શાસકે ઈરાનીઓને ધર્મપરિવર્તન કરવા દબાણ કરતાં ઈરાનીઓએ સુરતના શાસકને પોતાનો દૂત મોકલી તેના રાજ્યમાં વસવાની મંજૂરી માંગી." આ પ્રવાસનોંધ પરંપરાથી ચાલી આવતી સાંભળેલી વાતોને આધારે લખાઈ હોવાનું માનવામાં આવે છે. સંસ્થાનવાદની સ્થાપના પૂર્વેના મોટાભાગનાં પ્રજાકીય સ્થળાંતરો માટે સ્વધર્મના સ્વાતંત્ર્ય ઉપરની તરાપને જવાબદાર ગણવામાં આવે છે. પારસીઓના સ્થળાંતર પાછળ પણ જરથોસ્તી ધર્મને ઇસ્લામથી બચાવવાનો હેતુ હોવાનું પ્રચલિત છે. લેખિકાઓએ આ પ્રચલિત કારણ ઉપરાંત અન્ય જવાબદાર કારણો ને ઝીણવટથી કરેલી ચર્ચા રસપ્રદ છે.
ઈ.સ. ૭મી સદીની મધ્યમાં આસાનીયન શાસન દરમિયાન આરબોએ ઈરાનને કબજે કર્યું. પોતાના ધર્મને બચાવવા ઈરાનીઓ ઈરાનના દક્ષિણ પૂર્વમાં આવેલા ખોરાસાનના પહાડી પ્રદેશમાં વસ્યાં, સો વર્ષના વસવાટ પછી ત્યાં પણ અસુરક્ષા અનુભવાતાં તેઓ હોરમઝ બંદરે આવ્યા, જ્યાં તેઓ ૧૫ વર્ષ રહ્યા. ત્યાંથી છેવટે માતૃભૂમિને છેલ્લા વંદન કરી તેઓ ભારતના પશ્ચિમ કિનારે આવેલા દીવ બંદરે ઊતર્યા. ખંભાતના અખાતના આ ટાપુ ઉપર તેઓ ૧૯ વર્ષ રહ્યા બાદ જ્યોતિષશાસ્ત્રને આધારે કોઈક દસ્તૂરે આપેલી સલાહ મુજબ તેઓ દીવ છોડી સંજાણ વસ્યા.
શરૂઆતમાં આરબ શાસકો તરફથી ઈરાનીઓની ધાર્મિક બાબતોમાં દખલગીરી કરાતી ન હતી. પણ પછીથી આવેલા અબ્બાસીકોએ ઈરાનીઓ પ્રત્યે સામાજિક અને ધાર્મિક ભેદભાવની નીતિ શરૂ કરી. ઉપરાંત તે સમયે બગદાદ શહેર આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું હતું, જેણે હોરમઝ બંદરે વસેલા ઈરાનીઓ કે જેમાંના મોટાભાગના વેપારી હતા તેમની આર્થિક પ્રવૃત્તિઓને રૂંધવાં માંડી. ઉપરાંત મુસ્લિમોના હાથે આસાનીયનોના પરાજયને કારણે ઉત્તર ઈરાનમાં પાછા વસવાની ઈરાનીઓની શક્યતા ઉપર પાણી ફરી વળ્યું. ટૂંકમાં આરબ વેપારીઓના પર્શીયન ગલ્ફના વેપાર ઉપર વધતાં જતા પ્રભાવને કારણે હો૨મજના ઈરાનીઓને પૂર્વ તરફ એટલે કે ભારતના પશ્ચિમના દરિયાકિનારે સ્થળાંતર કરવાની ફરજ પડી. ભારત અને ઈરાન વચ્ચે પ્રાચીન સમયથી જ ધનિષ્ટ વેપારી સંબંધો હતા. પૂર્વમાં ભારત જ નહિ છેક ચીન સુધી ઈરાન દરિયાઈ માર્ગે વેપારથી જોડાયેલું હતું. ઈરાનીઓ અહીંના ‘બનીયા' રાજાઓની ઉદાર અને સહિષ્ણુ નીતિથી પરિચિત હતા.
ભારત અને ઈરાનની પ્રજાના પૂર્વજો એક જ ભાષાકુળના હતા. જેથી બન્ને પ્રજાઓની સાંસ્કૃતિક બાબતોમાં ખાસ કરીને ધર્મના તત્ત્વજ્ઞાન અને ધાર્મિક વિધિવિધાનોમાં ઘણી સમાનતા હતી. આ સમાનતા પણ ઈરાનીઓ દ્વારા ભારતની પસંદગી કરવાનું મહત્ત્વનું કારણ બની.
ટૂંકમાં આરબ આક્રમણના પ્રચલિત કારણ ઉપરાંત આર્થિક પરિબળોએ ઈરાનીઓના સ્થળાંતર પાછળ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તે પુસ્તક ઉપરથી સ્પષ્ટ થાય છે.
હોરમઝથી ઈરાનીઓ ગુજરાતનાં સંજાણ, દીવ, ખંભાત તથા કોંકણના થાને, ચૌલ, કલ્યાણ વગેરે જગ્યાઓએ વિવિધ સમૂહોમાં ઊતર્યા. સંજાણ બંદરે ઊતરેલો સમૂહ સંખ્યાની દૃષ્ટિએ મોટો હોવાને કારણે લોકકથાઓમાં વધુ પ્રચલિત થયો હશે. આ સમૂહોમાં મુખ્યત્વે વેપારીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત ખેડૂતો, કારીગરો તથા ધર્મગુરુઓ પણ ભારતના પશ્ચિમ કિનારે આવીને વસ્યા.
સ્થળાંતરના સમય અંગે ઇતિહાસકારોમાં અનેક મતો છે. પ્રસ્તુત પુસ્તકમાં વિવિધ દસ્તાવેજોનો આધાર આપી આ સ્થળાંતરો ૭મી સદીના અંત ભાગથી શરૂ થઈ ૮મી સદી સુધી ચાલ્યાં હશે તેમ દર્શાવવામાં આવ્યું છે. ‘કિસ્સે’ અને અન્ય આનુશ્રવિક વૃત્તાંતો મુજબ આવનારા ઈરાની સમૂહનું નેતૃત્વ ધર્મગુરુઓએ કર્યું હશે. ‘કિસ્સે’ ૧૬મી સદીમાં લખાયું હતું. તે સમયે પારસી કોમ ઉપરના ધર્મગુરુઓના પ્રભાવને ધ્યાનમાં રાખી
પથિક
ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ - ૫૧
For Private and Personal Use Only