________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફિરોજશાહ મહેતા વગેરેનાં નામો તેમાં આગળ પડતાં છે. કેંગ્રેસની સ્થાપના પછીના પ્રારંભિક તબક્કામાં દાદાભાઈ નવરોજી, ફિરોજશાહ મહેતા જેવા પારસીઓનો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપર પ્રભાવ હતો. પાછળથી ૧૮૯૩માં લોકમાન્ય તિલક જેવા હિંદુ પુનરુત્થાનવાદીઓએ હિંદુ ધર્મ સાથે સંકળાયેલા સંકેતોનો રાષ્ટ્રીય ચળવળમાં ઉપયોગ કરીને હિંદુઓને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો. તિલકે ગણપતિ ઉત્સવ અને શિવાજી ઉત્સવની ઉજવણીના પરંપરાગત સ્વરૂપને બદલી નાખીને રાષ્ટ્રવાદની ભાવનાને ઉત્તેજિત કરવાનો પ્રયાસ કર્યો. પુસ્તક અનુસાર આને કારણે મુસ્લિમોની સાથે લઘુમતીમાં રહેલા પારસીઓ પણ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાંથી થોડે ઘણે અંશે વિમુખ બન્યા. રાજકીય રીતે સક્રિય કાવસજી જહાંગીરે વાઈસરોયને પારસીઓના હિતનું ખાસ ધ્યાન રાખવા અરજી કરી હતી, એક અન્ય રાજકીય રીતે સક્રિય સંસ્થા “મુંબઈ ફ્રીડમ ગ્રુપે' પારસીઓ પણ ભારતીયો જ હોવાથી તેમને ખાસ પ્રકારના રક્ષણની જરૂર નથી - તેવો મત વ્યક્ત કયો હતો. આઝાદી પછી પણ ફિરોજ ગાંધી, હોમી તાલયેરખાન, મીનુ મસાની, હોમી મોદી, પીલુ મોદી જેવા અનેક પારસીઓએ રાજકારણમાં સક્રિય ભાગ ભજવ્યો હતો. આઝાદી પહેલાં કોંગ્રેસ સાથે નહીં રહેનારા પારસીઓ આઝાદી પછી ઊભા થયેલા ભારતના નવા રાજકીય માળખાને સંપૂર્ણ વફાદાર રહ્યા છે.
પુસ્તકના છેલ્લા પ્રકરણમાં પારસીઓ મુંબઈ શહેરના વિકાસના મશાલચી કઈ રીતે બન્યા તેનો વિગતવાર ચિતાર આપ્યો છે.
પારસીઓ જરથોસ્તી ધર્મ પાળે છે, જેના સ્થાપક અષો જરથુષ્ટ્ર વહેમ, અંધશ્રદ્ધા, જાદૂમંતર વગેરેનો વિરોધ કરી અહુરમઝદની પૂજા દ્વારા એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. અગ્નિ એ અહુરમઝદની દિવ્ય શક્તિનું પ્રતીક છે. પારસીઓ તેમનાં મંદિરોમાં અગ્નિને સતત સળગતો રાખે છે. પારસીઓએ ઈ. સ. ૭૧ર કે ૭ પ્રથમ સંજાણમાં પવિત્ર અગ્નિની સ્થાપના કરી. જે ઈરાનશાહના નામથી જાણીતો છે. તુઘલુક શાસન દરમિયાન સંજાણમાં મુસ્લિમોનું આક્રમણ થતાં પારસીઓ ઈરાનશાહને લઈ બહેરાનની ટેકરીઓમાં છુપાયા. ત્યાંથી વાંસદા ગયા. ત્યાં ૧૪ વર્ષ રોકાયા. ત્યાંથી ચાંગા આશા નામના આગેવાન પારસીના નેતૃત્વ હેઠળ ઈરાનશાહને વાજતે ગાજતે નવસારી લવાયો. હાલમાં તે વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે જોવા મળે છે. પુસ્તકમાં જુદી જુદી વસાહતોનાં અગ્નિ મંદિરોની વિગતો આપવામાં આવી છે. માતૃભૂમિ છોડી સ્વધર્મના રક્ષણ અર્થે ભારતમાં વસેલા પારસી સમાજ ઉપર ધર્મગુરુઓનું વર્ચસ્વ હોય તે સ્વાભાવિક છે. પુસ્તકમાં ધર્મગુરુઓના પારસી સમાજ ઉપરના પ્રભાવ તથા ઈરાનમાં રહેલા જરથોસ્તીઓના ધર્મગુરુઓના અને ભારતના પારસીઓના ધર્મગુરુઓ વચ્ચેના સંબંધની પણ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
પુસ્તકનું એક અન્ય ઉત્તમ પાસું છે તેના ફોટોગ્રાફર્સ. પુસ્તકમાં અનેક પારસી મહાનુભવો, દોખમા, સંજાણમાં જયાં પ્રથમવાર પારસીઓ ઊતર્યા તે જગ્યાની દુર્લભ તસવીરો આપવામાં આવી છે.
પ્રામાણિત દસ્તાવેજોને આધારે સંશોધન કરીને લખાયેલું આ પુસ્તક માત્ર ઇતિહાસ-પ્રેમીઓ માટે જ નહિ પણ સામાન્ય રસિકજનને પણ ઉપયોગી થશે તેમાં કોઈ શંકા નથી.
પથિક વૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૪ ૫૪
For Private and Personal Use Only