Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 53
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારસી પ્રજાનો ઇતિહાસઃ સંઘર્ષવિહીન સમન્વય પ્રા. ફાલ્ગની પરીખ પ્રસ્તુત લેખ પારસી પ્રજાના ઇતિહાસ વિશેનો છે, જેની વિગતો “ધી કામા ઓરીએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ”ના 42445 "From the Iranian plateau to the shores of Gujarat" The Story of Parsi Settlements and Absorption in India નામનાં અંગ્રેજી પુસ્તકો ઉપર આધારિત છે. પુસ્તક જાણીતા ઇતિહાસકાર શ્રી મણિ કારકર તથા સૂત્રુ ધનજીશા દ્વારા લખાયું છે. આ લેખનો હેતુ પુસ્તકની વિગતોથી ઈતિહાસ-પ્રેમીઓને પરિચિત કરાવવાનો છે. પુસ્તકનું વિવેચન કરવાનો નથી. ઇતિહાસ-લેખનના નવા પ્રવાહો મુજબ ભૂતકાળની રાજકીય બાબતોને સ્થાને સાંસ્કૃતિક અને સામાજિક બાબતો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. એટલે કે રાજ, શાસક કે અગ્રવર્ગને કેન્દ્રમાં રાખવાને બદલે પ્રજાઓને કેન્દ્રમાં રાખી ઇતિહાસનું આલેખન કરવામાં આવે છે. ઉપરોક્ત પુસ્તક આ વિચારને કેન્દ્રમાં રાખી લખાયેલું છે. ભારતનો ઇતિહાસ કહે છે કે પ્રાચીન કાળથી અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અને અહીં વસી છે. તેમાંથી કેટલીક પ્રજાઓ ભારતીય સમાજવ્યવસ્થામાં એવી રીતે ભળી ગઈ છે કે તેમની મૂળ સંસ્કૃતિ અને ભારતની સંસ્કૃતિનાં મૂલ્યોને હાલમાં જુદા પાડવાનું પણ મુશ્કેલ છે. બીજી કેટલીક પ્રજાઓ એવી છે કે જેણે પોતાની મૂળ સંસ્કૃતિની પરંપરાઓને જાળવી રાખી સમન્વય સાધ્યો છે. ભિન્ન મૂલ્યો ધરાવતી પ્રજાઓના સાંસ્કૃતિક સમન્વયની પ્રક્રિયાનો અભ્યાસ એ સાંસ્કૃતિક ઈતિહાસનું મહત્ત્વનું અંગ છે. એ દષ્ટિએ પારસી પ્રજાના ઇતિહાસ વિશેનું આ પુસ્તક ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ ઉપર લખાયેલ પુસ્તકોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં પારસી પ્રજાની વસ્તી ચિંતાજનક રીતે ઘટી રહી છે. યુનિસેફ જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આ પ્રજાના ઈતિહાસ અને વારસાને જાળવી રાખવાના પ્રયત્નો હાથ ધર્યા છે. કાળના પ્રવાહમાં સંખ્યાની દૃષ્ટિએ લુપ્ત થવા તરફ જઈ રહેલી આ પ્રજાના ઇતિહાસનું સંશોધનાત્મક આલેખન માત્ર ગુજરાત કે ભારતના જ નહિ વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પુસ્તક ૧૦ પ્રકરણોમાં વહેંચાયેલું છે, જેમાં પારસીઓના ભારતમાં સ્થળાંતર પૂર્વેના સમયના ઈરાન અને ભારત વચ્ચેના સંબંધોથી માંડીને પારસીઓના સ્થળાંતર પાછળનાં વિવિધ કારણો, પારસીઓની અગત્યની વસાહતો, તેમની આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક અને ધાર્મિક સુધારણા આંદોલનમાં તથા સ્વાતંત્ર્ય સંગ્રામમાં પારસીઓના પ્રદાન વિશેની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે. ઈરાનના પર્સ પ્રાંતમાંથી સ્થળાંતર કરી ભારતના પશ્ચિમના દરિયાકિનારાનાં સ્થળોએ આવી વસનારી પ્રજા પારસીઓ તરીકે જાણીતી છે. પારસીઓના આ સ્થળાંતર સંબંધિત અનેક વિગતો અનુશ્રુતિઓ, દંતકથાઓ, લોકગીતો તથા પ્રવાસી મુસાફરોની નોંધપોથીમાંથી મળી આવે છે. આનુશ્રવિક વૃત્તાંતોમાં સૌથી પ્રચલિત છે કિસ્સે-સંજાણ'નામનું ફારસી ભાષામાં લખાયેલું કાવ્ય. ઈ.સ. ૧૬૦૦ માં બહમન કેકોબાદ સંજાણા નામના કવિ દ્વારા નવસારીમાં લખાયેલ આ કાવ્યમાં આરબ આક્રમણને પારસીઓના સ્થળાંતર માટે જવાબદાર ગણવામાં આવ્યું છે. ઈ.સ. ૧૬૨માં મુઘલ શાસનકાળ દરમ્યાન ભારતના પ્રવાસે આવેલા વેનેશિયાના પ્રવાસી નિકોલસ * અધ્યાપક, ઇતિહાસ વિભાગ, શ્રી એચ. કે. આર્ટ્સ કૉલેજ, આશ્રમ રોડ, અમદાવાદ-૯ પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ E ૫૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60