________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રજાકીય પરિષદની સ્થાપના : - ૧૯૨૬માં શેઠ સુરજી વલ્લભદાસના પ્રમુખપદે મુંબઈમાં “કચ્છી પ્રજાકીય પરિષદની રચના થઈ, જે આઝાદીની પ્રાપ્તિ લગી ચાલુ રહી. કચ્છના સ્વાતંત્ર્ય સંગ્રામની ગતિવિધિઓમાં મહત્ત્વનું માધ્યમ બની રહેનારી આ સંસ્થાની સ્થાપના પછી વ્યવસ્થિત લોકલડતનાં મંડાણ થયાં.
તેના કાર્યકાળનાં ૨૨ વર્ષો દરમ્યાન મુંબઈ અને કચ્છનાં વિવિધ સ્થળોએ સમયાંતરે યોજિત તેનાં કુલ આઠ અધિવેશનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, મધ્યસ્થ ધારાસભા અને જવાબદાર પ્રધાનમંડળની, માંગણીઓ થતી રહી. પ્રતિપક્ષે કચ્છના શાસકો પણ લડતને દબાવવા લેખન અને વાણી સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકતા ગયા.
પરિષદના પ્રથમ મુંબઈ અધિવેશન(૧૯૨૬)ના સૂત્રધાર સુરજી વલ્લભદાસે ૧૯૨૬-૩૦ના વિકટ કાળે ચાલો હાકલ થઈ દેશનીનો નાદ કચ્છના ગામેગામ પહોંચાડી દેશપ્રેમનો જુસ્સો જગાડ્યો હતો. મુંબઈ સ્થિત આ કચ્છી અગ્રણી કચ્છમાં પણ સક્રિય હતા અને કચ્છ સંગ્રામના છેવટ લગીના કુશળ સહયોગી બન્યા. મુંબઈમાં મુક્તિ સંગ્રામના કચ્છી સેનાની યુસુફ મહેરઅલી : *
ગયા વર્ષ(૨૦૦૩)માં જેમની જન્મ શતાબ્દી મનાવાઈ એવા મૂળે કચ્છના ભદ્રેશ્વર (તા.મુન્દ્રા)ના વતની અને પેઢીઓથી મુંબઈને કર્મભૂમિ બનાવનાર યુસુફ મહેરઅલી (૧૯૦૩-૫૦) પ્રખર સમાજવાદી અને રાષ્ટ્રવાદી સેવક હતા. કચ્છ જે સ્વાતંત્ર્ય વીરો દેશને આપ્યા તેમાં મહેરઅલી વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આઝાદી આંદોલન સમયે કચ્છી પ્રજાકીય પરિષદના પ્રમુખ તરીકે કચ્છમાં લોકસ્વરાજની લડતને આગેવાની પૂરી પાડનાર કચ્છી બિરાદર મહેરઅલી મુંબઈના રાજકારણમાં પણ એટલા જ સક્રિય હતા અને મુંબઈના પ્રથમ કચ્છી મેયર (૧૯૪૨) બન્યા હતા.
યંગ ઇન્ડિયા સોસાયટી, બૉમ્બે પ્રોવિયેલ યુથ લીગ, બૉમ્બે ટુડન્ટ્સ બ્રધરહૂડ જેવાં મંડળો સ્થાપીને ક્રાંતિકારી યુવકોને તાલીમ આપી તૈયાર કર્યા. સાયમન કમિશન (૧૯૨૮) સામેના વિરોધને મુંબઈમાં જલદ બનાવવાની પહેલ કેપ્ટન મહેરઅલી અને તેના સાથીઓએ કરી. મુંબઈ બંદરે ચારસો નવયુવકોની ટુકડી લઈને એમણે “સાયમન-પાછા જાવ'ના નારા સાથે દેખાવો કર્યા હતા.
૧૯૩૦-૩૨ની લડતો દરમ્યાન સભા-સરઘસો પર પ્રતિબંધ હતો ત્યારે જનતાના ઓસરતા જુવાળને એમની સ્થાપેલી ‘નેશનલ મિલિશિયાએ જ ચેતન પૂરેલું : “કાંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના(૧૯૩૪)માં તેઓ પણ એક હતા. તો, ‘હિંદ છોડો' ચળવળ(૧૯૪૨)માં રાષ્ટ્રિય નેતાઓ સાથે ભાગ લીધો.
૧૯૩૯માં એમના પ્રમુખપદેથી કચ્છી પ્રજાકીય પરિષદ દ્વારા કચ્છના જાહેરજીવનને ગતિ, વિસ્તાર અને આદર્શ પ્રાપ્ત થયાં હતાં. સુરેન્દ્રભાઈ શેઠ (૧૯૩૨-૨૦૦૩) નોંધે છે તેમ બિરાદર મહેરઅલીના નેતૃત્વનું એક અગત્યનું પરિણામ તે કચ્છની પ્રજાકીય ચળવળને ભારતના આઝાદી આંદોલનના એક અંતર્ગત ભાગ તરીકે આકાર મળ્યો. અધિવેશનો અને સૂત્રધારો :
પરિષદના બીજા માંડવી અધિવેશન(૧૯૨૭)ના પ્રમુખ રહેલા લક્ષ્મીદાસ રવજી તેરસી મુંબઈના કચ્છી આગેવાન હતા અને છેક ૧૯૦૨થી રાજયના અધિકારીઓની રંજાડ સામે લડત આપેલી. તો, મદ્રાસની રાજાજી સરકારમાં પ્રધાનપદે રહેનાર જનાબ યાકુબ હુસેને રાજદ્રોહની કલમ વચ્ચે અને સ્થાનિક જ્ઞાતિબંધુઓની નારાજી વહોરીને પણ ત્રીજા અંજાર અધિવેશન(૧૯૩૦)નું પ્રમુખપદ સ્વીકાર્યું હતું.
પથિક ત્રમાસિક – એપ્રિલમે-જૂન, ૨૦૦૪ ] ૪૨
For Private and Personal Use Only