________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાતંત્ર્ય સંગ્રામમાં કચ્છનો ફાળો
ભરતકુમાર પ્રા. ઠાકર*
આપણી અણમોલ આઝાદીનો ઇતિહાસ નેવું વર્ષ (૧૮૫૭-૧૯૪૭)ના સતત સંઘર્ષો અને લડતોથી ભરેલો છે. સ્વતંત્રતા માટે સમગ્ર રાષ્ટ્ર દેશકાળ અનુસાર ભૂમિકા ભજવી છે. કચ્છમાં પણ સ્વાતંત્ર્ય ચળવળની હવા પ્રસરી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા (૧૮૫૭-૧૯૩૦), યુસુફ મહેરઅલી (૧૯૦૩-૫૦) જેવા કચ્છી આંદોલનકારોએ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ મેળવી છે. તો, ૧૮૫૭ના બળવાના વિપ્લવવાદીઓને કચ્છમાં આશ્રય આપીને કચ્છની પ્રજાએ પણ પોતાની ભાગીદારી નોંધાવી છે. કચ્છમાં અંગ્રેજો સામેની લડત સાથે દેશી રાજ્યના નિયંત્રણમાંથી મુક્ત થઈ “જવાબદાર રાજયતંત્ર' મેળવવાની સમાંતર લડત પણ ચાલુ રહી હતી. ગાંધીયુગનો ઉદયકાળ
* રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (૧૮ ૬૯-૧૯૪૮) દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૪માં ભારત પાછા આવ્યા પછી એમના કાર્યક્રમો અને વિચારો થકી દેશભરમાં છવાઈ ગયા. એમના પુનરાગમન પછી સર્વત્ર રાષ્ટ્રવાદ અને સ્વાતંત્ર્ય ચળવળની અનોખી ચિનગારી પ્રગટી હતી. કચ્છ પ્રદેશ પણ આ નવચેતન અને નવજીવનની ચિનગારીથી કેમ બાકાત રહે ?! કચ્છમાં પણ ગાંધીવિચારથી પ્રેરિત સંનિષ્ઠ કાર્યકરોએ સેવાની જયોત જલાવી હતી.
૧૯૧થી દેશમાં ગાંધીયુગનો ઉદય થયો ત્યારે કચ્છમાં પણ પ્રજાજાગૃતિનો સળવળાટ શરૂ થયો હતો. કોંગ્રેસની સ્થાપના (૧૮૮૫)થી સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ (૧૯૪૭) સુધી કચ્છ પણ તેનાથી વિખૂટું રહ્યું નથી. તે દૂરનો મુલક હોવાથી અન્ય પ્રદેશો જેવા રોમાંચક બનાવો અહીં ઓછા બન્યા હશે કે પછી તેણે સત્યાગ્રહોની ઉગ્રતા ઓછી અનુભવી હશે; છતાં યત્કિંચિત ફાળો કચ્છ પણ જરૂર આપ્યો છે.
- રાજાશાહી અને અંગ્રેજશાહીના એ કપરા કાળે સ્વાતંત્ર્ય સંબંધી પ્રવૃત્તિઓ કે ચળવળોમાં ભાગ લેવો કેટલું કઠિન હતું તે સહભાગી વ્યક્તિઓ જ જાણી શકે. તેવા સમયે પણ હિંમતપૂર્વક તેમાં સામેલ થઈ જે મુઠ્ઠીભર વ્યક્તિઓએ કચ્છની નવજાગૃતિમાં જીવન સમર્પિત કર્યું છે તે વંદનીય છે. કચ્છના ઇતિહાસની એ અમૂલ્ય પળોની વિગતો જે કંઈ થોડા સંદર્ભોમાં નોંધાઈ છે તે પર નજર ફેરવીએ. કચ્છમાં લોકલડતના મંડાણ :
૧૮૦૦ની આસપાસ કચ્છમાં અંગ્રેજોનો પગપેસારો રોકવામાં કચ્છના લશ્કરી સેનાપતિ જમાદાર ફતેહ મહંમદ અને તત્કાલીન રાવ ભારમલજી-બીજા (શાસન ૧૮૧૪-૧૯)એ પ્રયત્નો કરેલા. અંજારની જનતાએ કૂવામાં ઝેર ભેળવી અંગ્રેજ લશ્કરને પાયમાલ કરેલું. મુંબઈના હરજી કાયાણીએ કચ્છાધિપતિ પ્રત્યે વિજ્ઞપ્તિ તથા રુશ્વતખાન બહાદુર' (૧૯૦૯) પુસ્તક દ્વારા દેશી રાજ્ય સામેની લડતના મંડાણ કરેલાં.
ત્યારબાદ ગતાનુગતિક રાજકીય પ્રવૃત્તિઓના પગલે ૧૯૧૯-૨૬ દરમ્યાન કચ્છમાં રાજકીય સંગ્રામનાં બીજ વ્યવસ્થિત સ્વરૂપે ફાલવા લાગ્યાં. લોકલડતો માટેના વ્યક્તિગત પ્રયાસોએ પાછળથી સંગઠનોનું સ્વરૂપ પકડ્યું. કચ્છમાં રાજકીય પ્રવૃત્તિનાં મંડાણ મુનિશ્રી જયવિજયજીના વડપણ હેઠળ સ્થપાયેલ “કર૭ સેવા સમાજ (૧૯૧૯-૨૦)થી થયાં હતાં. પરંતુ કચ્છના રાજકારણનું પહેલું વ્યાપક સંગઠન “કચ્છ પ્રજા સંઘ” હતું, જેની ૧૯૨૩માં મુનિ જયવિજયજીના નેતૃત્વમાં કચ્છમાં અને ૧૯૨૫માં અહમદભાઈ હાજીના પ્રમુખપદે મુંબઈમાં સ્થાપના થયેલી. * લેખક ખાદ્ય નિગમ(ગાંધીધામ)માં સેવારત અને અંજાર સ્થિત કચ્છના મુક્ત લેખક અને સંશોધક છે.
પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૪૦
For Private and Personal Use Only