Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમણે “હિંદુસ્તાની સેવાદળ”ની ઠેર-ઠેર શાખાઓ ખોલી એ સંસ્થાને પગભર કરી હતી. આ માટે તેમણે ૧૯૩૧માં સમગ્ર હિંદુસ્તાનમાં ભ્રમણ કરીને “હિંદુસ્તાની સેવાદળ” સંસ્થાનો ખૂબ જ પ્રચાર કર્યો એટલું જ નહીં, પરંતુ તેઓ “સી-હિંદુસ્તાની સેવાદળ'નાં ઇન્ચાર્જમાં હતાં. તેમણે સ્ત્રીઓને તાલીમ આપવા માટે શિબિરો યોજી. શ્રી કમલાદેવી “બોમ્બે યુથલીંગ”ના વાઈસ ચેરમેનપદે નિમાયાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરવા માટે “અભ્યાસ વર્તુળો” (Study Circles) શરૂ કરીને વિદ્યાર્થીઓને આપણા દેશની તત્કાલીન આર્થિક અને રાજકીય સમસ્યાથી પરિચિત કરવા માટે પુરુષાર્થ કર્યો તેમજ એ સમસ્યાઓનો ખ્યાલ જનતાને આપવા માટે વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો. અલબત્ત તેમની રાજકીય પ્રવૃત્તિને કારણે બ્રિટિશ સરકારે ૧૯૩૧માં એક વર્ષની જેલની સજા કરી હતી. ૧૯૩૪માં “કાંગ્રેસ સમાજવાદી પક્ષ”માં તેઓ જોડાયા અને મૃત્યુપર્યત એ પક્ષ સાથે જોડાયેલાં રહ્યાં. તેઓ મુંબઈની S.N.D.T. (શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી વિશ્વવિદ્યાલય) યુનિવર્સિટી સાથે પણ સંકળાયેલાં હતાં. સમાપન : શ્રી કમલાદેવી ચટ્ટોપાધ્યાયનું વ્યક્તિત્વ અત્યંત નિરાળું હતું અને તેમની પ્રવૃત્તિઓ વૈવિધ્ય સભર હતી. તેમની પ્રવૃત્તિઓને પરિણામે આપણા દેશમાં બ્રિટિશ શાસન દરમ્યાન અનેક સ્ત્રી-સંગઠનો વિકાસ પામ્યાં. તેમના નેતૃત્વ હેઠળ સ્ત્રી-શિક્ષણ અને નારી-સુધારણાના વ્યાપક કાર્યક્રમો પ્રયોજાયા અને તેમાં તેમને નોંધપાત્ર સફળતા Holl ed. She was a great personality in the field of national movement in India. તેમણે શરૂ કરેલી નારી-સુધારણાની ચળવળ અવિરતપણે ચાલુ રહે તે માટે સ્ત્રી-નેતૃત્વની એક આખી શ્રેણી ઊભી કરી; જેમાં (૧) શ્રીમતી હંસાબેન મહેતા (૪) કુમારી મણીબેન પટેલ (૨) શ્રીમતી લીલાબેન મુનશી (૫) કેપ્ટન પેરિન (૩) શ્રીમતી મુરશીદબેન સોફિયા (૬) શ્રીમતી જયશ્રીબેન રાયજી વગેરેનો સમાવેશ થાય છે. સ્ત્રી-નેતૃત્વ સર્જવામાં તેમણે આપેલું યોગદાન ખૂબ જ મહત્ત્વનું અને અર્વાચીન ભારતના ઈતિહાસમાં નોંધપાત્ર છે.* . સંદર્ભ સૂચિ 9. Carpets and Floor Covering of India. Indian Embroidary (1977) (New Delhi Wiley Eastern). Indian Handicrafts (New Delhi, 1963). Socialism and Soceity (Lucknow, 1950) The awakening of Indian Women Indian Women's Battles for Freedom. - Abhinav Publications, New Delhi. ‘મના ત્રિમ : માને | પ્રશાશન, (૨૬૭૬ Ed.) G.G.Karkhanis : 'Devdasi' - A burning problem of Karnatak'. ૯. સુરેશભાઈ ચી. શેઠ : “ભારતમાં સામાજિક અને ધાર્મિક ચળવળો (૧૮૧૮-૧૯૬૦)” (યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ). ૧૦. ડૉ. મંગુભાઈ પટેલ : “ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ અને તેના ઘડવૈયાઓ” (યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ). જે છે × ર $ $ પથિક 2માસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ [ ૩૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60