Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobaur Acharya Shri Kailassagarsuri Gyanmandir - પરદેશીઓના પ્રભુત્વ નીચે રહીને અભડાઈ જતા નથી ?” આ સાધુ-બાવલાંઓનાં ટોળાં દેશમાં નિરર્થક ઉપદ્રવ કરતાં ઘૂમી રહ્યાં છે. આ ઉપદ્રવી લોકોને મહેનત-મજૂરીના કામમાં જોતરવા જોઈએ.” એમ કહેનાર દયાનંદ માત્ર ધાર્મિક ઉપદેશક જ નહોતા, પણ બ્રિટિશ તાજના-રાજના પણ પ્રખર ટીકાકાર અને હિન્દુત્વવાદી હતા. “સ્વદેશી’ અને ‘સ્વરાજય” એ બે મંત્રો સૌ પ્રથમ એમણે દેશને આપેલા અને તેથી તો લોકમાન્ય ટિળક આ “સ્વરાજય’ શબ્દનો ઉપયોગ કરી સ્વરાજય અને સ્વદેશીનો પ્રચાર કરી તેના સંદેશાવાહક બન્યા. - વારાણસી (કાશી), ગ્વાલિયર, મથુરા જયાં જયાં દયાનંદ ગયા ત્યાં ત્યાં લોકો પર તેમના નૂતન વિચારોની જબરી અસર થઈ. ઈ.સ. ૧૮૭૨માં તેઓ બંગાળા પણ ગયા. બંગાળાના સમાજસુધારકો સાથે વિચારવિમર્શ કર્યો. પોતાના વહાલસોયા બાળકના મતદેહ ઉપરથી કફન કાઢી લેતી માતાને જોઈને એમને ભારતના લોકોની નિર્ધનતા અને ગરીબીનું પ્રત્યક્ષ જ્ઞાન અને ભાન થયું. ત્યાર બાદ તેમણે બીજાં કપડાંનો ત્યાગ કરી માત્ર એક લંગોટી (કૌપીન) જ પહેરવાનું શરૂ કર્યું હતું. પરંતુ બંગાળાની મુલાકાત અને ખાસ કરીને કેશવચંદ્ર સેન જેવા સમાજસુધારકની વિનંતીથી તેમણે “સાધુનો વેશ ધારણ કર્યો હતો. ઉપરાંત લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવા માટે સંસ્કૃતને બદલે દેશી-ગામઠી (તળપદી ભાષાનો ઉપયોગ કરવાનું પણ સ્વીકાર્યું. ઈ.સ. ૧૮૭૫માં (આર્યસમાજની સ્થાપનાના વર્ષમાં જ પોતાના વિચારોને વ્યક્ત કરતો ક્રાંતિનો મહાગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ' પ્રગટ કર્યો. એમાં એમણે દર્શાવ્યું છે કે, “વેદોમાં ક્યાંય મૂર્તિપૂજા, ક્રિયાકાંડ, સતીપ્રથા, બાળલગ્ન કે અસ્પૃશ્યતાનો ઉલ્લેખ નથી. સ્ત્રીઓ પણ પુરુષોની માફક વેદોનો અભ્યાસ કરી શકે અને તેમને પણ કેળવણીનો હક છે.” ઈ.સ. ૧૮૭૪માં કલકત્તાની મુલાકાત બાદ મુંબઈ ગયા, જયાં પોતે ગુજરાતીકાઠિયાવાડી હોવાની સૌ પ્રથમ વાર જાહેરાત કરી. ત્યાર બાદ વીર નર્મદના નિમંત્રણને માન આપી સુરત અને પછી ગુજરાતનાં અન્ય નગરો જેવાં કે ભરૂચ, અમદાવાદ અને રાજકોટ ગયા. પોતાના કાર્ય અને વિચારોને સંસ્થાગત રૂપ આપવા માટે રાજકોટમાં આર્યસમાજની સ્થાપના કરી, પરંતુ સ્થાનિક સુકાનીઓની બહાદુરી અને નૈતિક હિંમતના અભાવે તથા અંગ્રેજોની ધાકધમકીથી આ સંસ્થાનું બાળમરણ થયું. ત્યાર બાદ ઈ.સ. ૧૮૭પના એપ્રિલ માસમાં ફરી મુંબઈ મુકામે “આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી. આર્ય સમાજની રચના પછી એમણે ફરી પરિભ્રમણ આદર્યું. ઉત્તર ભારતમાં લાહોર મુકામે આર્યસમાજની શાખા સ્થપાઈ. પણ રાજસ્થાનમાં એમને જાકારો મળ્યો, છતાં એમણે આ કામ જારી રાખ્યું. તેમાંથી આદિવાસી યુવાન નામે ગોવિંદ મળ્યો, જે એમનો શિષ્ય બન્યો ને એમનું કામ હાથમાં લીધું, જે પાછળથી “ગોવિંદ ગુરુના નામે જાણીતો બન્યો. હિન્દીને રાષ્ટ્રભાષા ગણવાનું ને પરદેશી ચીજનો બહિષ્કાર કરવાનું તેમણે કહેલું. દયાનંદ સાંપ્રદાયિક કે સંકીર્ણ વિચારસરણી ધરાવતા સુધારક નહોતા. તેમણે ઇસ્લામ ધર્મના પવિત્ર (પાક) કુરાને શરીફનો અનુવાદ કરાવીને એનો અભ્યાસ કર્યો હતો. એમના અનુયાયીઓ અને પ્રશંસકોમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ હતા. સમાજ પરિવર્તનના મશાલચીનું હિન્દુ ધર્મની કુરૂઢિઓ અને પાખંડ સામેનું આંદોલન બેરોકટોક ચાલતું હતું, અને જનતાનો અભૂતપૂર્વ સહકાર મળતો હતો. આ બાબત રૂઢિવાદીઓને જચે ખરી ? હરગીજ નહિ. ને તેથી જ તેમની હત્યા કરવા માટે ખાસ્સા અઢાર-અઢાર વખત પ્રયાસ થયા. અંતે ૨૦મી સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ એમને જોધપુર મુકામે અપાયેલા કાતિલ ઝેર બાદ ૧૩મી ઓક્ટોબર ૧૮૮૩ને મંગળવારના રોજ એમણે પોતાની ઓગણસાઈઠ વર્ષીય જીવનલીલા સંકેલી લીધી, આર્યસમાજી શ્રી નરેન્દ્ર દવેના (‘સૌરાષ્ટ્રના સિંહ' તરીકે જાણીતા પોલીસ અફસર છેલભાઈ દવેના પુત્ર) શબ્દોમાં, “એમનું મૃત્યુ એ રૂઢ અર્થમાં શહીદી પણ ન હતી. પથિક ત્રમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ u ૩૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60