Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસમાં સંસ્કૃતનું મહત્ત્વ ડૉ. રવીન્દ્ર વિ. ખાંડવાલા* સંસ્કૃત પ્રત્યે નિસંદેહ એક ચિર-સમ્માનિત ભાવ રહ્યો છે. કારણ કે તેને વિશ્વની પ્રાચીનતમ ભાષા અને આધ્યાત્મિક જ્ઞાન તથા વિજ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. આથી સંસ્કૃતને શ્રદ્ધાની દૃષ્ટિએ જોવામાં આવે છે. આધુનિક યુગમાં જે ઐતિહાસિક અને આલોચનાત્મક અધ્યયન તથા મૂલ્યાંકનો થઈ રહ્યા છે તેનાથી આ આસ્થા વધુ દૃઢ બનતી જાય છે. સંસ્કૃત એ તો સભ્યતાની મુખ્ય ભાષાઓમાંની એક છે. તેની તુલનામાં વિશ્વની બહુ ઓછી એવી મહાન ભાષાઓ સભ્યતાની ભાષાઓ છે – જેમકે, ગ્રીક-લેટિન, ચીની, અરબી કે જે આજે પણ પ્રભાવશાળી છે. સંસ્કૃત ભાષા માનવજાતિની અને ખાસ કરીને તો ભારતની પોષક ભાષારૂપે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. એક તરફ તે શબ્દો અને સૂક્તિઓનો ભંડાર પ્રદાન કરે છે કે જેનાથી અનેક આધુનિક લોકો કે જેમની ભાષા સશક્ત નથી તેમની આત્માભિવ્યક્તિ માટે અતિ આવશ્યક છે, તો બીજી બાજુ સંસ્કૃત સાહિત્ય તરફ જોઈએ તો તે માનસિક અને આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે. છેક વૈદિકકાળથી આજ સુધી ચાર હજાર વર્ષોથી ભારતીય સભ્યતાની અભિવ્યક્તિનું માધ્યમ સંસ્કૃત ભાષા જ રહી છે. પ્રત્યેક શતાબ્દીએ ભારતમાં સભ્યતાનો વિકાસ થતો રહ્યો છે. આજે આપણને સંસ્કૃત ભાષા વિભિન્ન અવસ્થાઓ અને સ્વરૂપોમાં પ્રાપ્ત થાય છે જેમ કે, ૧. વૈદિક સંસ્કૃત કે જે સંહિતાઓની ભાષા છે. ૨. બ્રાહ્મણો અને ઉપનિષદોની સંસ્કૃત. ૩. મહાભારત, રામાયણ અને પુરાણોની અધિક લોકપ્રિય સંસ્કૃત. ૪. પાણિનિ, કાત્યાયન અને પતંજલિની સંકલ્પના અનુરૂપ રચાયેલી પાંડિત્ય વિચારધારાવાળી અને વિશિષ્ટ શિક્ષિત વર્ગની સંસ્કૃત. ૫. બૌદ્ધોની મિશ્રિત સંસ્કૃત. દ, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, આયુર્વેદ અને જયોતિષનું વ્યાવહારિક તથા વૈજ્ઞાનિક લેખનની સંસ્કૃત ૭. નવા વિકસિત લલિત સાહિત્યના નાટકો અને કાવ્યોની સરળ સંસ્કૃત ભાષા. ૮. પરિષ્કૃત કાવ્યો અને ગધ આખ્યાનોની આલંકારિક સંસ્કૃત ૯. સરળ શૈલીનું સંસ્કૃત જેમ કે પંચતંત્ર અને હિતોપદેશની નીતિ કથાઓ ૧૦. વર્ણનાત્મક કાવ્યો અને અનેકાનેક સુભાષિતોની ભાષા કે જે હંમેશા સામાન્ય માણસની જીભે રમતાં રહ્યાં છે. ૧૧. આ ઉપરાંત પ્રાચીન ભારતીય ભાષાઓ જેવી કે, પાલિ, પ્રાકૃત તથા અપભ્રંશ સાહિત્યનું સ્વરૂપ પણ જો સમજવું હોય તો સંસ્કૃતના મૂળ સંદર્ભ વિના સમજી શકવું અશક્ય છે. આમ, કેવળ કદમાં જ નહીં પરંતુ પ્રાચીન તથા મધ્યકાલીન ભારતીય સાહિત્યનો બહુ મોટો ભાગ આ * અધ્યાપક, સંસ્કૃત વિભાગ, શ્રી એચ.કે.આર્ટ્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ. પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ p ૨૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60