Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા દવાખાનાને ફરતો આવેલો રાજગઢ એ રાજકીય કુટુંબ તથા રાજમહેલને સુરક્ષિત રાખવા માટે બંધાયેલો હશે, જ્યારે ગામની ફરતો ગઢ તો ખૂબ વિશાળ જગ્યા રોકીને પડેલો હતો. મહંમદશાહ બાદશાહના હરીફોમાં ગુજરાતમાં ઇડરનો રાવ પૂંજો, ચાંપાનેરનો પતાઈ રાવળ અને માંડલનો સત્રસાલજી અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢના રા ચુડાસમા મુખ્ય હતા. જૂનાગઢમાં પાછળથી રા માંડલિક ગાદીએ આવ્યા હોઈ આ સમયે માંડલ અને જૂનાગઢ બંને રાજ્યો વચ્ચે ગાઢ સ્નેહસંબંધ બંધાયો હતો, જે આપણે આગળ જોઈ ગયા કે માંડલના સત્રસાલજીએ બાદશાહની ફોજથી ભાગીને જૂનાગઢમાં આશ્રય લીધો હતો. તેમાં વળી બંનેનાં નામોમાં ખાસ કરીને મંડલી શબ્દ આવતો હતો કારણ કે માંડલ ત્યારે મંડલી કહેવાતું હતું. ઉપરોક્ત જૂનાગઢના રા માંડલિકને માંડલ સાથે મિત્રતા હોવાથી ક્યારેક માંડલમાં પણ આવી થોડા વખત રોકાયા હોય અને ત્યારે પ્રજાના દિલમાં એમણે આદરભર્યું સ્થાન મેળવી લીધું હોય જેથી ઘણા લોકોએ માંડલ સાથે એમનું નામ જોડી દીધું લાગે છે. આથી આજે પણ માંડલવાસી લોકોના મુખે તો માંડલિક જ માંડલનો રાજા સંભળાય છે, પણ એ કેવળ માંડલના રાજવીઓનો હિતેચ્છુ મિત્ર જ હતો, નહીં કે રાજા. માંડલમાં ઈ.સ. ૧૪૦૮ થી ૧૪૨૦ સુધીના પોતાના ૧૨ વર્ષના અમલ દરમ્યાન સત્રસાલજીએ પ્રથમ બાડમેર કોટડામાં પિતાને છોડાવ્યા હતા અને ત્યાંથી માંડલ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું. આવા સમયે ઝાલાઓનો શિરોમણિ ઝાલાવાડના મહારાજા માંડલગઢનો કહેવાય છે પણ માંડલમાં એનાં ગુણગાન ગવાય એવું એક પણ સંસ્મરણ રહ્યું નથી. એમનો બાર વર્ષનો સમય અમદાવાદના અહમદશાહ બાદશાહ તથા મુસ્લિમ સત્તા સામે લડવામાં ગયો છે. એને આથી એવાં સ્થાપત્યો ને સ્મૃતિચિહ્નો ઊભાં કરવાનો સમય નહોતો મળ્યો. માંડલને આવું ગૌરવ અપાવનાર સત્રસાલજી મહાન રાજવી હતા. એમણે ઊભા કરેલા એક શિલાલેખ સિવાય એમની કશી જ સ્મૃતિ હાલ દેખાતી નથી. તે માંડલ માટે એક દુઃખની વાત છે. એક નોંધને આધારે જાણી શકાય છે કે માંડલમાં બળવાને નાથવા માટે મહમૂદ બેગડાએ વિશાળ સેના અને એક હજાર હાથીઓ પણ સાથે યુદ્ધમાં મોકલ્યા હતા. મહમૂદ બેગડાના વિશાળ સૈન્યને મહારાજા સત્રસાલજી અને યુવરાજ જેતસિહે હરાવીને તેમની વીરતા બતાવી હતી. ઈ.સ. ૧૪૨૦ ના રોજ સત્રસાલજીનું અવસાન થતાં તેમના પુત્ર યુવરાજ જેતસિંહજી ગાદીએ આવ્યા હતા.૨૫ જેતસિંહજી માંડલની ગાદીએ આવ્યા બાદ પિતાની જેમ જ બાદશાહ સામે તેમનો વિપ્લવ ચાલુ જ રાખ્યો હતો. ઈ.સ. ૧૪૨૪માં બાદશાહ સામે ભારે આક્રમણ કરવામાં આવ્યું હતું. આ વખતે બાદશાહે દક્ષિણના બહ્મનીના સુલતાનની મદદ લીધી હતી. તેથી બાદશાહથી રાજ્યને સહીસલામત રાખવા માટે તેમણે માંડલની કૂવા ગામે ગાદી સ્થાપી હતી. પરંતુ ત્યાંના સ્થાનિક ભીલ કોળી સાથે ઉગ્ર લડાઈ લડ્યા પછી તે ગામનું નામ કંકાવટી રાખવામાં આવ્યું, જેની નોંધ પ્રાંગધ્રા રાજના દફતર પ્રમાણે ઈ.સ. ૧૪૨પના કાર્તિક સુદિ ૯ ગુરુવારે ત્યાં ગાદી બદલી હતી. ત્યાં તેઓ ઈ.સ. ૧૪૪૧ સુધી રહ્યા હતા. તેમના મૃત્યુ પછી તેમનો મોટો પુત્ર વનવીર કે રણવીર ગાદીએ આવ્યો. કૂવાના એક પુરાણા કૂવાની દીવાલ ઉપર “રાણશ્રી રણવીર” અક્ષરો મળે છે. એટલે અહીં રાજધાની બદલી ત્યારે જેતસિંહ પછી તેમના પુત્ર રણવીરે આવીને શહેરની આબાદી કરી છે તેવું માલુમ પડે છે. ૨૭ રણવીર ૧૪૬૦માં મરણ પામતાં ભીમસિંહ ગાદીએ આવ્યા તેની એક નોંધ “રાણાશ્રી ભીમ” એવો ઉલ્લેખ મળે છે તેથી તે રાણા રણવીરનો પુત્ર ભીમસિંહ હોઈ શકે તેવું માલૂમ પડે છે. તેણે કૂવામાં માત્ર વાવ બંધાવી હતી. ભીમસિંહ પછી તેનો પુત્ર વાઘજી ઈ.સ. ૧૪૭૯ માં ગાદી પર બેઠો હતો. એના સમયનો એક શિલાલેખ મળે છે તેમાં સંવત ૧૫૩૯ના માઘ સુદિ ૧૩ શુક્રવાર (તા. ૧-ર-૧૪૮૨) છે. એમાં સાર્વભૌમસત્તા “પાલસાથી મહમૂદ”ની અને પ્રદેશ-સત્તા “રાણથી વાઘજી”ની સૂચવાઈ છે. ૨૮ એથી માલૂમ પડે છે કે વાઘજી ત્યાંનો સત્તાધીશ હતો. તેના સમયમાં મહેમૂદ બેગડો કૂવા પર ચઢી આવ્યો હતો. એથી તે બનાવ પથિક ત્રિમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૨૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60