Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobau Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓ ત્યાંથી આગળ ખંડણી વસૂલ કરવા ચાલી નીકળ્યા. હળવદના સ્વર્ગસ્થ મહારાજને ચુંવાળના પનાર ગામના ઠાકોર કૃપાજીની સાથે દોસ્તી હતી. તેથી રાણી તેને ભાઈ કહી બોલાવતી. આથી કૃપાજીને રાણીએ બોલાવીને કહ્યું કે તમે જયાં સુધી માંડલના જેઠાભાઈને ખતમ નહીં કરો ત્યાં સુધી એ મને જંપીને રહેવા દેશે નહીં. આથી કૃપાજી જેઠાભાઈને મારવા લાગ જોતા હતા. તેવામાં જેઠાભાઈ પટેલ અમદાવાદથી પેશ્વાની વતી ચુંવાળના ચરીઆળ ગામને તોરણ બાંધવા ગયા. ત્યાં કૃપાજીએ જેઠાભાઈ નિઃશસ્ત્ર હતા ત્યારે ફસાવીને હુલ્લો કર્યો જેથી જેઠાભાઈ તલવારના ઘા વાગતાં મરણ પામ્યા. આ ઘટના ઈ.સ. ૧૭૮૩માં બની હતી.' જેઠાભાઈ પટેલ વીર તથા મુત્સદી અને શરાફ પણ હતા. અમદાવાદના સૂબા જવામર્દખાન બાબી ઉપર પેશ્વાઓએ આક્રમણ કરેલું ત્યારે તેઓએ વચમાં રહીને બંનેને સમજાવ્યા હતા જેથી બાળીને રામપુર-ખેરાલુ જેવાં પાંચ પરગણાં આપવાની શરતે પેશ્વાઓને અમદાવાદ આપવાનું નક્કી થયું હતું. (ઈ.સ. ૧૭૫૩) પાછળથી બાબીએ વણોદ ઉપર આક્રમણ કર્યું ત્યારે જેઠાભાઈએ તેમને મદદ કરી હતી." જેઠાભાઈ માટે એક દંતકથા એવી છે કે તેઓ એક મોટા શરાફ પણ હતા. જેટલા રૂપિયાની એમના પર હૂંડીઓ લખાતી તેટલા રૂપિયા એ તરત જ જુદા મુકાવતા. એક વાર તેમની આબરૂ લેવા લાંબા વખત પછી એક જ દિવસે બધી જ હૂંડીઓ વટાવવાનો એમના પર મારો ચાલ્યો, પણ એમણે સહુના રૂપિયા તરત જ ગણી આપી બધાને આશ્ચર્યમાં નાંખી દીધા હતા. જેઠાભાઈ આવા વીર હતા. તેમના મૃત્યુ બાદ પત્ની માણેકબાઈએ પોતાના પતિને દગાથી મારનાર કૃપાજી ઠાકોર(મકવાણા)ના ગામ પનાર પર સવારી કરી ગામ લૂંટ્યું, બાળ્યું અને કૃપાજીને પકડી-મારીને વેર લીધું હતું. માણેકબાઈ ભારે ધૈર્યવાન સ્ત્રી હતી. તેમણે માંડલનો વહીવટ પોતાના બાળપુત્રના નામે ચલાવ્યો. માણેકબાઈ બુદ્ધિશાળી, રાજકુશળ, વ્યવહારદક્ષ, પતિવ્રતા નારી હતાં. માણેકબાઈ વિશે અનેક દંતકથાઓ છે. તેઓ રાજ્યવહીવટ કરતાં અને દરવાજાના ઝરૂખે એ દાતણ કરવા બેસતાં અને તે સમયે તેના રાજયનાં દુઃખી લોકોની ફરિયાદો સાંભળતાં અને યોગ્ય ન્યાય આપતાં. માણેકબાઈ એક વીરાંગના હતાં. તેટલાં તે આક્રમણખોરો સામે પ્રસંગે તે રણચંડિકા બનતાં. માણેકબાઈ દુશ્મનો સામે હુમલો કરતી વખતે પુરુષોનો પોશાક પહેરતાં અને ઘોડેસવારી કરીને સૈન્યની મોખરે રહીને તે સામનો કરતાં. તેની યાદ તાજી કરતો માંડલમાં આજે પણ “માણેકબાઈ દરવાજો” જોવા મળે છે. ૩૮ માણેકબાઈ જ્યાં સુધી જીવતાં ત્યાં સુધી તેણે મુસ્લિમ-મરાઠા તથા લૂટારુ ટોળીઓના હુમલાઓનો સામનો કરીને પરાસ્ત કર્યા અને માંડલના ધ્વજને નમવા નહોતો દીધો. માંડલના ઇતિહાસમાં આ એક જ નારીએ રાજવહીવટ સંભાળ્યો છે. આ માણેકબાઈએ પુત્ર નાનો હોઈ કુશળ રાજવહીવટ સંભાળ્યો હતો. જ્યારે પુત્ર દેવીસિંહજી ઉમર લાયક થતાં રાજ્યનો વહીવટ તેમને સોંપવામાં આવ્યો હતો. દેવીસિંહજીએ માંડલની ગાદીનો વહીવટ સંભાળ્યો તે સમયે પેશ્વાના સૂબા ત્રંબકજીએ તેમની પાસે પેશકસી માગી. તેઓ પોતાની સ્વતંત્ર સનદ મેળવવા પેશ્વાની પાસે પુના ગયા હતા. પરંતુ ઈ.સ. ૧૮૧૭માં પેશ્વા બાજીરાવ બીજાએ તેમના સેનાપતિ બાપુ ગોખલેની સાથે મળીને અંગ્રેજ સરકાર સામે વિગ્રહ કર્યો હતો. આથી દેવીસિંહે આ પ્રસંગે બાજીરાવ બીજાની પડખે રહી અંગ્રેજો સામે યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. યુદ્ધમાં ભારે વીરતા બતાવીને પેશ્વાની ચાહ મેળવી લીધી હતી, પણ અંગ્રેજોના છેલ્લા આક્રમણમાં બાજીરાવ બીજો પકડાતાં તેમને બચાવવા માટેના મરણિયા પ્રયાસમાં દુશ્મનોની સામે લડતાં તેઓ પણ વીરગતિને પ્રાપ્ત થયા હતા. આમ ઈ. સ. ૧૮૧૮માં પેશ્વાનો પરાજય થતાં અને પછી ગાયકવાડ સાથે સંધિમાં થયેલા કોલકરાર પ્રમાણે ખેડાના કલેક્ટર ડનલોપે અમદાવાદનો કબજો લીધો હતો. આમ અમદાવાદ જિલ્લો અંગ્રેજોના હાથમાં આવવાથી માંડલને ખાલસા કરવામાં આવ્યું હતું. પણ દેવીસિંહના પુત્ર ફતેસિંહજીને છૂટોછવાયો ગરાસ તથા પથિક 2માસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ] ૨૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60