Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિરમગામની પટલાઈ આપવામાં આવી હતી. ત્યારબાદ ફતેસિંહજીના પૌત્રના પૌત્ર શંકર મુખીએ છેલ્લે માંડલમાં મહાદેવના મંદિરની જમીન વેચીને માંડલનું સંભારણું છોડી દીધું હતું.૩૯ માંડલ અંગ્રેજી હકુમત હેઠળ આવવાથી તેની સ્વતંત્રતા છિનવાઈ ગઈ, પણ જયારે ભારતમાં રાષ્ટ્રીય ચળવળની શરૂઆત થઈ ત્યારે ફરી તે માંડલની જનતાએ તેમાં પોતાનો સૂર પુરાવ્યો અને રાષ્ટ્રને સ્વતંત્ર કરવામાં તેણે પોતાનો ફાળો આપ્યો હતો. ૧૮૫૭ના બળવામાં બળવા પછી અંગ્રેજોની ધાકને કારણે પ્રજા જયારે સત્ત્વહીન, ડરપોક અને ભીરુ બની ગઈ હતી ત્યારે પ્રજામાં નિર્ભયતા, સ્વમાન, રાષ્ટ્રભક્તિ અને સ્વતંત્ર વિચારણાનું જવલંત તેજ પાડનાર અને એ રીતે પ્રજાનું ઉત્થાન કરનાર જે પ્રથમ ક્રાંતિકારી વીર શાહ મફાભાઈ માંડલને આંગણે જન્મ્યા હતા. ઈ.સ. ૧૯૦૫માં બંગભંગની ચળવળથી ગામમાં વર્તમાનપત્રો વંચાતાં શરૂ થયાં અને શેરીએ શેરીએ સ્વદેશી વ્યાખ્યાનો થવાં લાગ્યાં. તેમાં મુખ્ય સૂત્રધાર શાહ મફાભાઈ, દોશી આશાભાઈ તથા શાહ વીરચંદ હતા.૦ ઈ.સ. ૧૯૧૭ થી મહાત્મા ગાંધીજીનું નામ લોકજીભે રમતું થયું. ૧૯૧૯માં ગાંધીજીની ધરપકડ પછી તોફાનોમાં માંડલ મોખરે હતું. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થતાં ખાદી ધારણ કરવાનો ઠરાવ પસાર થતાં માંડલમાં યુવાનોએ તરત જ કંતાવી-વણાવીને જાડી ખાદી પરિધાન કરી લીધી હતી અને વિદ્યાપીઠના ખાતમુહૂર્તના એ પ્રસંગે અમદાવાદમાં માંડલના યુવાનોએ હાજરી આપીને માંડલનું નામ હરકોઈને મોઢે ગવાતું કર્યું હતું. ગામમાં રાષ્ટ્રીયતાનો જુસ્સો હતો, જાગૃતિ હતી અને દેશને માટે કરી છૂટવાની તમન્ના પણ હતી. તે સમયે માંડલમાં સરદાર પટેલ અને દેશભિક્ષુ મણિલાલ કોઠારી આવ્યા. તેઓ યુવાનોનો જુસ્સો જોઈ ખુશ થયા હતા. સરદારના આવવાથી અને રાષ્ટ્રીય કાર્યક્રમો ઉપરાંત પરદેશી કેળવણીના બહિષ્કારથી પ્રભાવિત થઈને માંડલમાં પ્રથમ રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ. એનું નામ મોહનદાસ ગાંધી રાષ્ટ્રીય શાળા રાખવામાં આવ્યું. માંડલમાં મહાત્મા ગાંધી વિનયમંદિર નામે શાળા આજે પણ અસ્તિત્વમાં જોવા મળે છે. આ શાળામાં રાષ્ટ્રીય ભાવનાવાળા યુવાનોએ શિક્ષણકાર્ય ઉપાડી લીધું. સાથે ખાદી, રેંટિયો ગૂંજતાં થયાં, ગામડે-ગામડે પ્રચાર તથા તિલક સ્વરાજય ફાળો કરવા તથા કેંગ્રેસના સભ્યો બનાવવા યુવાનો ગામડે ગામડે પહોંચી ગયા હતા. દારૂના પીઠા પર પિકેટિંગ, પરદેશી કાપડની હોળી, શિક્ષણ કાર્યની જવાબદારી, ગામડાઓમાં પ્રચાર, ઉપરાંત પ્રભાતફેરી, સભા, સરઘસો, નેતાઓનાં સ્વાગતો તથા કાંતણના કાર્યક્રમો શાળામાં થતા. આમ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું શાળા જ કેન્દ્રસ્થાન બની. આ શાળામાં ત્યારે શકરચંદ દેવ, શાહ લીલાચંદ, શાહ મફાભાઈ, વહોરા અમૃતલાલ, વહોરા મણિલાલ, પટેલ રામભાઈ, શાહ ઉત્તમચંદ, દોશી આશાભાઈ, શાહ રતિલાલ, રતાજી ઠાકોર, વહોરા છોટાલાલ, શાહ વીરચંદ જેવા કાર્યકરોએ આ પ્રવૃત્તિને વેગીલી બનાવી હતી. માંડલમાં પ્રભાતફેરીમાં ત્યારે ર૦૦ તો ક્યારેક ૭૦૦ થી ૮૦૦ માનવી પણ જોડાતા. માંડલના આવા ઉત્સાહને કારણે નેતાઓ આવતા તો તેમની વ્યવસ્થા તથા કાર્યક્રમો થોડીક વારમાં થઈ જતા હતા. ઈ.સ. ૧૯૨૧માં અમદાવાદ મુકામે ભરાયેલ કોગ્રેસ અધિવેશનમાં જાજરૂની સફાઈ કરવાનું કામ તે સમયે મેરાઈ મફતભાઈ, ઠક્કર પ્રભુદાસજી તથા શાહ સાંકળચંદ જેવા માંડલના કાર્યકરોએ કામ બજાવીને માંડલને એમણે પણ પ્રતિષ્ઠિત બનાવ્યું હતું. આ ઉપરાંત ઈ.સ. ૧૯૩૦ના નમક સત્યાગ્રહ સમયે વિદેશી કાપડ તથા. દારૂના પીઠા પર પિકેટિંગ કરનારા તથા નમક સત્યાગ્રહ કરનારા એમ ત્રણ પ્રકારના સ્વયંસેવકોની છાવણીમાં તેઓ ગાજી રહ્યા હતા. જ્યારે માંડલની શાળાના એક ભાગમાં શિક્ષણકાર્ય ચાલતું ત્યારે બીજી બાજુ રાષ્ટ્રીય કાર્યક્રમો થતા. આથી ઘણીવાર પોલીસે રેડ પણ અહીંયાં પડી હતી. નમક સત્યાગ્રહના કાર્યક્રમોમાં એક દિવસ માંડલના ૬૦-૭૦ સ્વયંસેવકોએ ખારાઘોડા ઉપર આક્રમણ કરીને મીઠાના થેલા ભરી લાવ્યા હતા. પરંતુ મિ. પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ n ૨૫ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60