Book Title: Pathik 2004 Vol 44 Ank 07 08 09
Author(s): Bhartiben Shelat, Subhash Bramhabhatt
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ પેસ્તનજી ફરામજી વકીલના કુટુંબે પંચાયતની સેવા ચાર પેઢી લગી કરી છે. શેઠ પેસ્તનજી વકીલનો જન્મ ૧૭૯૬માં થયેલો. તેઓ સુરતના વતની હતા. ત્યાંથી તેઓ ૧૮૧૪ માં અમદાવાદ આવી વસ્યા. ૧૮૧૯ માં ખેડા જઈ શેઠ રતનજી કેન્ટીનવાલાની દુકાને રહેલા, ને ત્યાંથી ૧૮૨૬ માં અમદાવાદ પાછા ફરી પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. અહીં એમણે મોટી દુકાન ખોલીને સર્વ તરેહના સરકારી ઈજારા લેવા માંડ્યાં. ખંત, બાહોશી અને સાહસિકપણાથી આગળ વધી તેઓ અમદાવાદની પારસી અંજુમનના આગેવાન બન્યા. તેઓ ૧૮૭૦ માં મૃત્યુ પામ્યા. એમના નામનું ચેરિટી ફંડ છે. એમને ચાર પુત્ર હતા. ફરામજી, નસરવાનજી, નવરોજી, અને જહાંગીરજી. એમાંના એમના પુત્ર નવરોજી તથા જહાંગીરજીએ ૧૮૮૪ માં આ દાદગાહ બંધાવી છે. શેઠ નવરોજીનો જન્મ સુરતમાં ૧૮૪૦ માં થયો હતો. તેઓ નાનપણમાં પિતાની સાથે અમદાવાદ આવી વસ્યા. સોટીનો માર સહન ન થતાં હાઈસ્કૂલનું શિક્ષણ અધવચ છોડી દઈ તેઓએ માસિક રૂ. ૨)ના પગારે નોકરી શરૂ કરી, પણ આગળ જતાં ધંધામાં ઘણા આગળ વધ્યા. એમાં બી.બી.સી. આઈ રેલવેની લાઈન નાખવાનો કોન્ટ્રાક્ટ, સૉલ્ટ એજન્સી, મેગ્નેશિયા વર્કસ અને કૉલ એન્ડ આયર્ન કંપનીના હજી મીઠાના ઉત્પાદન તથા વિતરણની સુંદર કામગીરી બજાવે છે. તેઓએ લાખો રૂપિયાનાં દાન કર્યાં છે. સર નવરોજી વકીલ આંખની હૉસ્પિટલ પારસી વૉર્ડ, મેટરનિટી વૉર્ડ, પારસી મૅટરનિટી વૉર્ડ, નવરોજી ડિસ્પેન્સરી, ગુજરાતી નર્સિંગ તાલીમ ફંડ, અંધશાળા અને બહેરા મૂંગા શાળાને દાન, ગરીબ પારસી વિદ્યાર્થી ફંડ, જિમખાનું, નવરોજી હોલ વગેરે એમનાં નોંધપાત્ર પ્રદાન છે. તેઓની દાનવીરતાની કદર રૂપે અંગ્રેજ સરકારે એમને ખાન બહાદુર, સર (નાઈટ), સી.આઈ.ઈ. વગેરે ઇલકાબ એનાયત કર્યા હતા. શેઠ નવરોજીની દીકરીઓ તથા જમાઈઓએ પણ અહીંના પારસી સમાજની ઠીક સેવા કરી છે. નવરોજી વકીલે પત્ની બચુબાઈના પુણ્ય માટે ૧૮૯૩માં પારસી ધર્મશાળા બંધાવી છે, તેમજ તેમના નિભાવ માટે પણ ફંડ આપેલું છે. શેઠ નવરોજી ૧૯૦૨ થી પોતાના મરણ (૧૯૨૬) પર્યંત પારસી પંચાયતના ટ્રસ્ટી અને પ્રેસિડન્ટ હતા. તેઓની યાદગીરીમાં તેમના દૌહિત્ર બહેરામજી લાલકાકાએ ૧૯૫૭માં તેમના નામનું પારસી સેનેરિયમ બંધાવેલું છે. એમના નામની મેટરનીટી હૉસ્પિટલ અને જનરલ હૉસ્પિટલ કરી હતી, જેને આગળ જતાં સિવિલ હૉસ્પિટલમાં પારસી વૉર્ડ તરીકે ખસેડી છે. એમના કુટુંબીજનો તરફથી દાદગાહ નિભાવ ફંડ થયેલું છે. ખા.બ. જહાંગીરજી શેઠ પેસ્તનજીના ચોથા પુત્ર હતા. તેઓ પોતાના મોટાભાઈ સર નવરોજી સાથેના વ્યવસાયોમાં જોડાયેલા હતા. તેઓએ ૧૮૮૭ થી પારસી પંચાયતના સેક્રેટરી તરીકે સક્રિય સેવા બજાવી હતી. ૧૮૯૫માં સરકારે એમને ખાનબહાદુરનો ખિત્તાબ બઢ્યો હતો. ગુજરાત કૉલેજ બૉર્ડના સભાસદ હતા, હેમાભાઈ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ હતા ને અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ પણ હતા. તેઓ ૧૯૦૧ માં મૃત્યુ પામ્યા. શિલાલેખનો પાઠ ૧. પાક દાદર હોરમજદની મદદ હોતો. ૨. આ આતશ દાદગા તથા પાશેની ચેહેલી તથા તેને લગતાં મકાનો અને તે બધાંને લગતી ૩. ફરતી દીવાલ તેઓના પીતાજી મરહુમ શેઠ પેશતનજી ફરામજી વકીલ તથા ૪. માતાજી બચુભાઈનાં પુનને માટે તેઓના દીકરાઓ નવરોજી તથા જહાંગીરજીએ ૫. પોતાને ખરચે પારશી પંચાયતની જમીન ઉપર બાંધીને શ્રી અમદાવાદની ૬. જરથોશતી અનુજામને પારશીઓના ધરમના કામોને માડે શવાધન આપે છે. ૭. એ મકાનોને બાંધતાં રૂ. ૨૦,૯૭૫ થયા છે રોજ ૨૬મો માહા ૭ મો મેહર શહેનશાહી ૮. રોજ ૨૬મો માહા ૮મો આવા કદમી શને ૧૨૫૩ ઇઅજજ(ગ)રદી પથિક ત્રૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ TM ૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60