________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. તા. ૧૧મી અપરેલ ૧૮૮૪ ઈશવી, શંવત ૧૯૪૦ ચઈતર વદ ૧ ને વાર શુક્રર ૧૦. ઉપર લખેલી ચેહેલી તથા તેને તાબેના મકાનો શેઠ (કાવં(વ) શજી મરજી. ૧૧. કારંજાવાલાએ તેઓના પીતાજી મરહુમ શેઠ મંચરજી સોરાબજીના પુનને સારૂ પારશી પંચાએતને ૧૨. આપેલી જમીન ઉપર બાંધવામાં આવેલાં છે. તથા ઉપર લખેલી આતશ દાદગા ૧૩, જે જગા ઉપર શેઠ ખરશેદજી બેરામજી નામ વટવાલી અગાઆરી હતી અને જે જગો
૧૪. તેઓ સાહેબે પંચાએતને બખશી દીધેલી હતી તે જ જગો પર બાંધવામાં આવી છે. ૨. કાંકરિયા તળાવ પાસેની અગિયારીનો શિલાલેખ, યસ. ૧૨૯૪, ઈ.સ. ૧૯૨૫
અમદાવાદમાં કાંકરિયા તળાવની ઉત્તરે જે પારસી અગિયારી આવેલી છે, તેમાં પણ તકતી પર એક શિલાલેખ કોતરેલો છે. આ તકતી ૫૯ સે.મી. લાંબી અને ૮૭ સે.મી. ઊંચી છે. લેખ ગુજરાતી ભાષામાં લખેલો છે ને ગુજરાતી લિપિમાં કોતરેલો છે. વાક્ય રચનાઓ શુદ્ધ છે; જોડણી એકંદરે સંતોષકારક છે, લેખ ૧૭ પંક્તિઓનો છે. એમાંની કેટલીક પંક્તિઓ ટૂંકી છે, જે મધ્યમાં કોતરેલી છે.
શિલાલેખના આરંભે હોરમઝદની મદદના આશીર્વાદ દર્શાવ્યા છે. લેખ પરથી જાણવા મળે છે કે આ આંતસે આદરિઆન ય.સ. ૧૨૯૪ ઈ.સ. ૧૯૨૫ માં રૂ. ૩૦,૦૦૦ ના ખર્ચે બંધાયેલ છે. ખર્ચના રૂ. ૩૦,૦૦૦ પેટે રૂ. ૧૫,૦૦૦ શેઠ અરદેશર ડોસાભાઈ વાડીઆએ, રૂ. ૧૦,૦OO શેઠ શાપુરશા ધનજીભાઈ મિસ્ત્રી ઇજનેરે અને રૂ. ૫,૦૦૦ મરહૂમ શેઠ રૂસ્તમજી એદલજી લાહેરનાં પત્ની શીરીનબાઈએ આપ્યા હતા. આ અગિયારી થ.સ. ૧૨૯૪ ના ૮મા મહિનાના ૩જા રોજે અર્થાત્ ઈ.સ. ૧૯૨૫ ના એપ્રિલની ૯મી એ ખુલ્લી મૂકી હતી.
શેઠ અરદેશર ડોસાભાઈ વાડીઆ સુરતમાં ૧૮૭૧માં જન્મ્યા હતા. ત્યાંથી અમદાવાદ આવી તેઓ બોરડી મિલમાં એંજિનીઅર તરીકે જોડાયા હતા. ત્યાર બાદ બે વખત મશીનરી બનાવવાનાં કારખાનાં કાલ્યાં હતાં. તેઓએ પણ અમદાવાદની પારસી પંચાયતના વહીવટમાં સક્રિય સેવા આપી હતી. શેઠ શાપુરજી ધનજીભાઈ મિસ્ત્રીએ અમદાવાદમાં અનેક મિલોના ઇજનેર તરીકે વરસો સુધી કામગીરી બજાવી હતી. શેઠ રૂસ્તમજી એદલજી લાહેર સુરતના વતની હતા.
શિલાલેખનો પાઠ
ઝદાં
૨. શ્રી પાક દાદાર હોરમઝદની મદદ હોજો ૩. શ્રી અમદાવાદના પાક આતસે આદરીઆન ૪. સાહેબનો આ મકાન ૫. શેઠ અરદેશર ડોસાભાઈ વાડીઆ એમ.બી.ઈ. ૬. તરફથી રૂ. ૧૫,૦૦૦ તથા ૭. શેઠ શાપુરજી ધનજીભાઈ મીસ્તરી ઇજનેર તરફથી ૮. રૂ. ૧૦,૦૦૦ તથા ૯. મરહુમ શેઠ રૂસ્તમજી એદલજી લાહેરની પુંજીમાંથી ૧૦. તેમના ધણીઆણી બાઈ શીરીનબાઈ તરફથી ૧૧. રૂ. ૫,000 મળી
પથિક સૈમાસિક – એપ્રિલ-મે-જૂન, ૨૦૦૪ ૧૦
For Private and Personal Use Only