________________
(૪૫)
ગુજરાતીઓનાં કલા સદ્ગુણો, ત્યાગ અને સમર્પણ જેવા શ્રેષ્ઠ પ્રસંગોનો થાળ વિશાળ આમજનતા સુધી આ પ્રકાશન દ્વારા પહોંચાડવાના આ નમ્ર પ્રયાસ વખતે ગૌરવ અનુભવું છું.
આ ગ્રંથની વિસ્તૃત' આલોચના પોતાની પ્રસ્તાવના નોંધ દ્વારા ડૉ. ઉષાબહેન પાઠકે સુંદર રીતે અને વિશાળ ફલકરૂપે રજૂ કરી છે, એટલે ગ્રંથના જે તે વિષયોને અંગે વિશેષ કશું નથી કહેવાનું. ડૉ. ઉષાબહેન ગંભીર અભ્યાસી લેખક છે. પિતાશ્રી રામનારાયણભાઈ પાઠકનો સાહિત્ય વારસો તેમણે સાચવી રાખ્યો છે. તેમના રસ અને જાણકારી ખરેખર પ્રશસ્ય છે. રજૂઆત ક્રમબદ્ધ છે. સંયમ, સાદાઈ અને સૌજન્યતાના ત્રિવેણીસંગમ સમા ડૉ. ઉષાબહેન ઉપરાંત અનેક સાક્ષરોએ અમને સહાય, સહાનુભૂતિ અને પ્રેરણા આપી છે એ બધાનો ભાવ અમે શબ્દો દ્વારા વ્યક્ત કરી શકતા નથી, છતાં અંતરના આભારથી આનંદોલ્લાસ વચ્ચે, છલકતે હૈયે સમ્માનપૂર્વક આ વિદ્વાન લેખકોનું અભિવાદન કરીએ છીએ.
આ ગ્રંથના પ્રૂફરીડિંગનો કાર્યભાર કવિ શ્રી રાહી ઓધારિયાએ વહન કરી સાચી જોડણી વિષેના એમના જ્ઞાનનો પરિચય આપ્યો છે. નિલયભાઈ જૈન તથા હરેશભાઈનો પુરુષાર્થ ભૂલાય તેમ નથી.
આ છેલ્લા પ્રકાશનમાં જો કાંઈ ત્રુટિઓ, ખામીઓ, જણાય તો અમને દરગુજર કરશો.
પ્રત્યેક પ્રદેશનું હીર-નૂર, સત્ત્વ, તત્ત્વ અને વિશિષ્ઠ ગૌરવ પ્રકાશિત કરતા આવા ગ્રંથોનું યોગ્ય મૂલ્યાંકન ત્યારે જ થયું ગણાશે, સમયેસમયે આપણાં સાંસ્કૃતિક મૂલ્યોને ગ્રંથસ્થ કરતા રહેવાની આ પરંપરા અસ્ખલિતપણે અવિરત ચાલુ રહે એવી અમારી પ્રાર્થના છે.
માતા સરસ્વતીજીએ અમારી અભિલાષાને પૂર્ણ કરી છે. મારા મનોગત ભાવોને ભાષાબદ્ધ કરી આપ સૌનાં ચરણોમાં શીશ નમાવી આપ સૌના આશીર્વાદો ઝંખુ છું.
ફરીને સૌનો ખૂબ ખૂબ આભાર.
-નંદલાલ દેવલુક
Jain Education International
For Private & Personal Use Only
શ્રી સ્વામિનારાપણ સંપ્રદાયના મહાન સંત પ. પૂ. શ્રી પ્રમુખસ્વામી મહારાજશ્રીને અક્ષરવાડી
ભાવનગર ખાતે ગ્રંથ સમર્પિત કરી પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરતા સંપાદક નંદલાલભાઈ દેવલુક
ચિત્રમાં નજરે પડે છે.
www.jainelibrary.org