________________
પાસપોર્ટની પાંખે નથી કે બહાર આવતાં નથી. એટલે આપણે સાનફ્રાન્સિસકો પાછા ફરવું પડશે. ત્યાં અમે સંદેશો મોકલાવ્યો છે અને આગ હોલવવાના બંબા તૈયાર રાખવાનું કહ્યું છે, કારણ કે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડશે. તમને બધાને એ માટે ચેતવણી આપવામાં આવે છે. તમારા સીટબેલ્ટ બાંધી લો.”
સૂચના સાંભળતાં જ એકદમ સોપો પડી ગયો. બધાંનાં મોં ચિંતાતુર થઈ ગયાં. ફટાફટ બધાં બેઠકનો પટ્ટો પહેરવા લાગ્યાં. મારી બાજુમાં બેઠેલી યુવતીએ મને પૂછ્યું,
શું થયું ? કેમ બધાં આમ ગંભીર થઈ ગયાં ?” “તમે સૂચના ન સાંભળી ?”
ત્યાં કેપ્ટને સૂચના ફરી ચાલુ કરી. મેં યુવતીને કહ્યું, “બરાબર ધ્યાનથી સાંભળો.” હું પણ સૂચના ફરીથી સાંભળવા લાગ્યો. સૂચના પૂરી થતાં યુવતીએ મને પૂછ્યું,
શી સૂચના હતી ?” કેમ, તમે સાંભળી નહિ ?” “ના.” કેમ ?” “કારણ કે હું બહેરી છું.”
“ઓહ ! તમે બહેરાં છો ?” મને નવાઈ લાગી. મેં કહ્યું, “ક્યારનાં મારી સાથે તમે વાત કરો છો, તો તમે સાંભળતા નથી ?”
ના, જી. હું તો તમારા હોઠના હલનચલનથી તમે શું બોલો છો તે સમજી લઉં છું. મેં લિપ-રીડિંગ'નો કોર્સ કર્યો છે અને મને એનો સારો મહાવરો છે; પરંતુ માઇક ઉપર જે બોલાય તે હું કેવી રીતે સમજી શકું ?”
યુવતીની વાત સાંભળી મને આશ્ચર્ય થયું. કૅપ્ટને શી સૂચના આપી હતી તે મેં કહી. એ સાંભળતાં જ એનો ચહેરો એકદમ ગંભીર બની ગયો.
બાજુની બેઠકમાં બેઠેલી બેબીના ગાળામાં હાથ ભેરવી એણે એના તરફ પોતાનું મસ્તક ઢાળી દીધું. વિમાન સાનફ્રાન્સિસકો પાછું ફરી રહ્યું હતું. વિમાનમાં અસાધારણ શાન્તિ અને ગમગીની હતી.
થોડી વાર પછી કૅપ્ટને ફરી જાહેરાત કરી : “આપણા વિમાનની ખરાબી દૂર કરી નાખવામાં આવી છે અને હવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org