Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 248
________________ 2 અનોખી ભેટ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે માત્ર બાવીસ માઈલની દરિયાની ખાડી છે. પરંતુ ખાડીના સામસામા બંને કિનારાની પ્રજાની ભાષા જુદી છે અને તાસીર પણ જુદી છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ભૂતકાળમાં ઘણાં યુદ્ધો ખેલાયાં છે. એકબીજા સાથેની દુશ્મનાવટ યુદ્ધ સમયે તો ઘણી વધી જાય. પરંતુ શાંતિના સમયમાં પણ એ બંને પ્રજાને એકબીજા પ્રત્યે સ્થળ કે સૂક્ષ્મ અપ્રીતિ રહ્યા કરે છે. તેમાં પણ યુરોપમાં અને યુરોપ બહારના દેશોમાં એકબીજા ઉપર સરસાઈ મેળવવાની ભૂતકાળની સ્પર્ધામાં ફ્રાન્સ કરતાં ઇંગ્લેન્ડ કેટલાંક સ્થળે વધુ ફાવ્યું હોવાથી જૂના વખતમાં ફ્રાન્સના લોકોને ઇંગ્લેન્ડનું નામ પડતાં સૂગ ચઢતી. “ભાષા તો અમારી જ મૂદુ અને મધુર; કવિતા કે નાટક અમારાં જ ઊંચી કક્ષાનાં ચિત્રકળા અને શિલ્પસ્થાપત્યમાં ઇંગ્લેન્ડના લોકો શું સમજે ? એ માટેની દૃષ્ટિ તો અમારી જ પાસે” – આમ ફ્રાન્સના લોકોમાં એક પ્રકારની ગૌરવગ્રંથિ પણ પડેલી છે. પ્રવાસી તરીકે ઇંગ્લેન્ડમાંથી આપણે ફ્રાન્સમાં દાખલ થઈએ અને ફ્રાન્સના લોકો સાથે અંગ્રેજીમાં બોલીએ તો એ તેમને ગમે નહીં. કોઈ કોઈ ઠેકાણે તો તોછડાઈથી તેઓ મોં મચકોડે અને આપણી સાથે અંગ્રેજીમાં બોલવાનો સ્પષ્ટ ઈનકાર કરી દે. કોઈક વખત અંગ્રેજી આવડતું હોય તોપણ પોતાને અંગ્રેજી નથી આવડતું એવો ડોળ કરે. આખા યુરોપના બીજા બધા લોકો વ્યવહારની સમાન ઇતર ભાષા તરીકે ફ્રેન્ચ કે જર્મન ભાષા જાણતા હોય છે. એટલે તેઓને બહુ વાંધો આવતો નથી. પરંતુ જેઓ માત્ર ઇંગ્લિશ જ જાણતા હોય તેમને કોઈ કોઈ વખત ફ્રાન્સમાં વિચિત્ર અનુભવો થાય છે. અલબત્ત, વિદેશીઓની સાથે સારી રીતે અંગ્રેજીમાં બોલનાર પ્રેમાળ ફ્રેન્ચ લોકોનો અનુભવ નથી થતો એવું નથી. ઇંગ્લેન્ડના નિારેથી હોવરક્રાફ્ટમાં અમે મોટરકાર સાથે બેસી ફ્રાન્સના કિનારે ઊતર્યા. ત્યાંથી અમારો યુરોપનો પ્રવાસ શરૂ થતો હતો. ફ્રાન્સમાં હાઈવે (ફ્રાન્સના લોકો એને તોરૂત - Autoroute કહે છે.) ઉપર એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270