Book Title: Passportni Pankhe Part 1
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 261
________________ ૫૩ જકાર્તામાં હાઈ-જેક ? છઠ્ઠી જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ ઑસ્ટ્રેલિયાના સિડની શહેરથી હું સિંગાપુર અમારા વડીલ સ્નેહી દેવચંદભાઈ ચંદેરિયાને ઘરે જઈ રહ્યો હતો. મારી પાસે ઑસ્ટ્રેલિયાની કોન્ટાસ ઍરલાઇન્સની ટિકિટ હતી. સિડનીથી અમારું કોન્ટાસ વિમાન ઇન્ડોનેશિયાના બાલી ટાપુ થઈને જકાર્તા સુધી જ જવાનું હતું. જકાર્તામાં મારે વિમાન બદલી સિંગાપુર ઍરલાઇન્સનું જકાર્તાથી સિંગાપુર જતું વિમાન પકડવાનું હતું. અલબત્ત, મારો સામાન તો મેં ‘ઇન્ટરલાઇન ટ્રાન્સફર' માટે આપ્યો હતો કે જેથી તે સીધો સિંગાપુરમાં મળે. અમારું વિમાન સિડનીથી પચીસ મિનિટ મોડું ઊપડ્યું, પરંતુ બાલી ટાપુના દેનપાસાર ઍરપૉર્ટ ઉપર તે પચીસને બદલે ચાલીસ મિનિટ મોડું પહોંચ્યું. વિમાન ઊતરતું હતું ત્યારે ઍરહૉસ્ટેસે નહીં, પણ ખુદ કૅપ્ટને જાહેરાત કરતાં કહ્યું : “સજ્જનો અને સન્નારીઓ, આપણું વિમાન ઉડ્ડયનના નિર્ધારિત સમય કરતાં પંદર મિનિટ મોડું પડ્યું છે, પરંતુ તેમાં અમારો કંઈ વાંક નથી, કારણ કે સિડનીથી અમને હવાઈ માર્ગના હવામાનની જે આગાહી જણાવવામાં આવી હતી તે સાચી પડી નથી. રસ્તામાં સામો પવન બહુ જોરદાર હતો. એને લીધે આપણું વિમાન ધારેલી ગતિ પકડી શક્યું નથી. પરિણામે વિમાનને બાલી સુધીનું અંતર કાપવામાં પંદર મિનિટ વધુ લાગી છે; તો તે માટે ક્ષમા કરશો.” કૅપ્ટને ક્ષમાસહિત ખુલાસો કર્યો તેથી તેને માટે આદર થયો, કારણ કે ખુલાસો ન કર્યો હોત તો કોને ખબર પડવાની હતી ? પંદર મિનિટ માટે કોણ પંચાત કરવા નવરું હતું ? મારી ટિકિટમાં લખેલા સમય પ્રમાણે જકાર્તામાં વિમાન બદલવા માટે મારી પાસે ફક્ત એક જ કલાકનો સમય હતો. સામાન સીધો સિંગાપુર માટે આપી દીધો હતો, એટલે વિમાનમાંથી ઊતરી, ટ્રાન્ઝિટમાં જઈ, બીજા વિમાનમાં બેસવા માટે એટલો સમય નાના ઍરપૉર્ટ પર પૂરતો ગણાય. પરંતુ બાલી પહોંચતાં જ ચાલીસ મિનિટ મોડું થઈ ગયું, એટલે જકાર્તામાં હવે ફક્ત વીસ મિનિટનો સમય મળે. મેં સ્ટુવર્ડને મારી ટિકિટ બતાવી, અને જકાર્તામાં વિમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270